*શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ મુંબઇ*
**સંચાલન શ્રી પાટીદાર યુવક મંડળ મુંબઈ*
*સરસ્વતી સન્માન ૨૦૨૧*
શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ મુંબઇ દ્વારા દર વર્ષે વિધાર્થીઓને પ્રોત્સાહન આપવા સરસ્વતી સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે પણ કોરોના જેવી મહામારી ના લીધે ઓગસ્ટ 2020 માં સરસ્વતી સન્માન નો કાર્યક્રમ કરવો અશક્ય હતો તેમજ ઓગસ્ટ 2021 માં પણ અશક્ય છે પણ વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ મુંબઇ દ્વારા પ્રકાશિત મુંબઈ પાટીદાર પ્રગતિ મુખપત્રમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓની યાદી પ્રકાશિત કરવામાં આવશે.
પોતાના રીઝલ્ટ શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ મુંબઇ ની વેબસાઈટ http://kkpgtrustmumbai.org પર અથવા https://play.google.com/store/apps/details?id=com.iinfosoft.kkpgtrustmumbai એન્ડ્રોઇડ એપ્લીકેશન પર *તા. ૦૧-૦૮-૨૦૨૧ થી તા. ૨૦-૦૮-૨૦૨૧* સુધી ઓનલાઇન અપલોડ કરવાની રહશે.
ખાસ નોંધ
1. *દરેક વિદ્યાર્થીએ ઇમેજ 1 માં પોતાનો પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરવાનો રહેશે*
2. 2. રિઝલ્ટમાં ગ્રેડ, ફેકલ્ટી વગેરે માર્કશીટ ને લગતા કોઇપણ પ્રશ્નો માટે હિરેન લીંબાણી 9930982969 અથવા જયેશ ભગત 9322500540 નો સંપર્ક કરવો.
3. 3. રિઝલ્ટ અપલોડ કરવા માં જો તકલીફ પડે તો વિસ્તાર પ્રમાણે નીચે આપેલ ફોન નં. પર સંપર્ક કરવો.
સંપર્ક સૂત્ર:-
વેસ્ટર્ન વિસ્તાર:- નિતેશ ભાવાણી 9029034990 હિતેશ પોકાર 9922429050
સેન્ટ્રલ વિસ્તાર:- રજનીકાંત રામજીયાણી 9322249436 હિરેન ચૌધરી 9833114321
હાર્બર વિસ્તાર:- તપન રૂડાણી 7507755553 દેવાંગ પોકાર 7021121211
શ્રી પાટીદાર યુવક મંડળ (મુંબઇ)
બિનઅત્યાવશ્યક દુકાનો સોમથી શુક્ર સવારે ૭થી બપોરે ૨ વચ્ચે સમ-વિષમ પદ્ધતિથી ચાલુ રાખી શકાશે
મુંબઈ: કોરોનાની બીજી લહેરને કાબૂમાં લેવામાં લગભગ સફળતા મળી ગઈ છે ત્યારે મુંબઈ મહાપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે સોમવારે વેપારીઓને રાહત આપતો આદેશ બહાર પાડ્યો હતો. પાલિકાના નવા આદેશ મુજબ મુંબઈમાં અત્યાવશ્યક સેવાની દુકાનો તો રોજ ખુલ્લી રહેશે જ, પરંતુ અત્યાવશ્યક સિવાયની દુકાનો પણ સોમથી શુક્રવાર દરમિયાન સમ-વિષમ પદ્ધતિથી ચાલુ રાખી શકાશે.
‘બ્રેક ધ ચેઈન’ હેઠળ રાજ્ય સરકારે ૧૫ જૂન સુધી લંબાવેલા લૉકડાઉનમાં કેટલાક નિર્દેશો આપ્યા હતા. તેેને આધારે મુંબઈ મહાનગરપાલિકાની હદમાં દુકાનો ખોલવા સંબંધિત કેટલાક જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા હતા.
મહાપાલિકાના ૧૫ જૂન સુધી અમલમાં રહેનારા નવા આદેશ અનુસાર અત્યાવશ્યક સેવાની દુકાનો રોજ સમવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા દરમિયાન ખુલ્લી રહેશે. અત્યાવશ્યક સિવાયની દુકાનો સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે સાતથી બપોરે બે વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.
જોકે બિનઅત્યાવશ્યક સેવાની દુકાનો સમ-વિષમ ધોરણે ચાલુ રાખી શકાશે, જેમાં પ્રથમ અઠવાડિયામાં રસ્તાની જમણી બાજુની દુકાનો સોમવાર, બુધવાર અને શુક્રવારે ખુલ્લી રહેશે, જ્યારે રસ્તાની ડાબી બાજુની દુકાનો મંગળવાર અને ગુરુવારે ચાલુ રહેશે. એ જ રીતે બીજા અઠવાડિયામાં રસ્તાની ડાબી બાજુની દુકાનો સોમવાર, બુધવાર અને શુક્રવારે ચાલુ રહેશે, જ્યારે રસ્તાની જમણી બાજુની દુકાનો મંગળવાર અને ગુરુવારે ખુલ્લી રાખી શકાશે.
આ જ પદ્ધતિથી આગામી અઠવાડિયાંમાં દુકાનો ચાલુ રાખી શકાશે. માત્ર શનિવાર અને રવિવારે અત્યાવશ્યક સિવાયની દુકાનો સંપૂર્ણ બંધ રહેશે. ઈ-કોમર્સ અંતર્ગત અત્યાવશ્યક વસ્તુઓની સાથે અત્યાવશ્યક સિવાયની વસ્તુઓનું વિતરણ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા બ્રેક ધ ચેઈન બાબતનો આદેશ અસ્તિત્વમાં છે ત્યાં સુધી આ આદેશ લાગુ રહેશે. બધા વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનો ઉપયોગ અને અન્ય ઉપાયયોજનાઓ કરવાનું અનિવાર્ય રહેશે. જો આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વળી, આદેશનું યોગ્ય પાલન નહીં થાય તો ગમે ત્યારે તે રદ કરી શકાશે, એવી ચેતવણી પણ કમિશનરે આપી છે.
વર્ષો પહેલાં ઘણાં કચ્છીઓ માતૃભૂમિ થી પ્રયાણ કરી મુંબઇ ને પોતાની કર્મભૂમિ બનાવી.
રોજગાર મેળવવાં સન ૧૮૪૦ માં કચ્છ માંડવી નાં કલ્યાણજી શિવજી મુંબઇ આવ્યાં . ત્યારે દરિયો મસ્જિદ બંદર સુધી હતો. દરિયા વાટે આવતી બોટ કિનારાથી લગભગ ૩૦૦ મીટર દૂર ઉભી રહેતી.
મજદૂરો પ્રવાસીઓ ને ખભે બેસાડી કિનારે લાવતાં. કલ્યાણજી પણ આ મજદૂરી કરતો. તે આ કાળી મજુરી નાં ૧ પૈસા લેતો. જે દિવસે ૧૦ પૈસા થઇ જાય , તે દિવસે એકેય પૈસા લીધા વગર મફતમાં મજૂરી કરતો. આ તેની પોતાની ટેક હતી.
એક દિવસ રેલ્વે નાં નિરીક્ષક સર એન્ડરસન બોટ થી મુંબઇ આવ્યાં. કલ્યાણજી એ તેમને ખભે બેસાડી કિનારે લાવ્યો. સર એન્ડરસને કલ્યાણજી ને ચાર આણા આપ્યાં, પરંતુ તે દિવસે કલ્યાણજી ને ૧૦ પૈસા મળી ગયાં હતાં. પોતાની ટેક ની વાત કરી પૈસા લેવાનો ઇન્કાર કર્યો.
સર એન્ડરસન ખુબ જ પ્રભાવીત થયાં. તેમને પોતાનું વિઝીટીંગ કાર્ડ કલ્યાણજી ને આપ્યું.
*એક દિવસ કલ્યાણજી ને ખારાઇ કરવાનું મન થયું, તે પહોંચી ગયો *સર એન્ડરસન* ની ઓફીસે. તેઓ કલ્યાણજી ને જોઈ રાજી થયાં. તેમને કહ્યું કે આ કાળી મજુરી છોડી કોઈ સારું કામ કર.
*તે વખતે રેલ્વે ટ્રેક પર માટી ભરવાનું કામ ચાલતું હતું. *સર એન્ડરસને* કલ્યાણજી ને આ કોંટ્રેકટ આપ્યો. કલ્યાણજી પાસે અનુભવ ન હતો, પણ હામ ભરી કોંટ્રેકટ સ્વિકારી લીધો.
*સર એન્ડરસન વખતોવખત નિરીક્ષણ માટે જતાં, કલ્યાણજી ની કાર્ય પધ્ધતિ અને ઇમાનદારી જોઇ રાજી થતાં. તેઓ કલ્યાણજી ને કલ્યાણ નાં હુલામણા નામે બોલાવતા.
કલ્યાણજી એ નિર્ધારિત સમય થી ૬ મહીના પહેલાં કાર્ય પૂર્ણ કર્યું.
ભારત દેશ ની પ્રથમ ટ્રેન – બોરી બંદર થી થાને ની વચ્ચે ૧૬/૪/૧૮૫૩ નાં દોડી. ત્યારે થાના થી આગળ નાં સ્ટેશનો નાં નામકરણ બાકી હતાં. આ અવસરે એક અભિવાદન સમારંભ આયોજવામાં આવેલ. સર એન્ડરસને કલ્યાણજી ને ખંત, પ્રમાણીકતા અને ટેક ની સ્ટેજ પર વાત કરી, તેનું બહુમાન કર્યું અને આ સાચા માણસ ની યાદ માટે સેન્ટ્રલ રેલ્વે નાં પરા નાં સ્ટેશન ને કલ્યાણ નું નામ આપ્યું.
કચ્છવાસીઓ એ ખરેખર ગૌરવ લેવાં જેવી વાત છે. ખંત, ખમીર અને ઇમાનદારી થી કચ્છીઓ એ સમગ્ર વિશ્વમાં પોતાનું કાઠું કાઢ્યું છે.
મુંબઈના ઘાટકોપરમાં પહેલો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો.
સી.વિંગ, શ્રી ત્રીજા માળે, સહ્યાદ્રી બિલ્ડિંગના શ્રી રમેશભાઇ પટેલનું કેરોના પોઝિટિવ પરીક્ષણ કરાયું હતું. બીએમસીએ સોસાયટીને સીલ કરી દીધી હતી.