પુણે યુવક મંડળ અને સામાજિક/આધ્યાત્મિક ટીમ દ્વારા 1 દિવસીય તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

🙏🏻જય લક્ષ્મી નારાયણ 🙏🏻
CSR રીજીયન
કોંઢવા( પુના ) સમાજ અંતગૅત ગત રોજ તારીખ ૧૩-૮-૨૦૨૩ રવિવારે કોંઢવા યુવામંડળ તેમજ સામાજિક અને આધ્યાત્મિક ટીમ દ્વારા આયોજિત અધિક માસ નિમિત્તે સમાજ માં વય મર્યાદા ૪૦ ઉપર ના ભાઈ બહેનો તેમજ વય મર્યાદા ૫૫ ઉપર ના વડીલો અને માતાઓ માટે ૧ દિવસ ની યાત્રા પ્રવાસ નું આયોજન કરવામાં આવેલ જેમાં સવારે ૯ કલાકે હાડશી ટેમ્પલ પરિસરની મુલાકાત લીધેલ. બપોરે ૧૨ કલાકે ગુરુ ધામ- હિમગીરી આશ્રમ ( પાવના ડેમ) ની મુલાકાત તેમજ ભોજન લીધેલ . ત્યારબાદ સત્ય સાંઈ બાબા મંદિર ના દર્શન તેમજ લોહગઢ ધબધબા નો આનંદ માણેલ. ત્યારબાદ સાંજના ભોજન ની વ્યવસ્થા હરિધામ આશ્રમ ભુકુમ મુકામે રાખવામાં આવેલ. પ્રવાસ દરમ્યાન વડીલો માતાઓ નો ખુબ સારો પ્રતિસાદ મળેલ અને ૧ દિવસીય પ્રવાસ નિર્વિઘ્ને પુર્ણ થયેલ. વડીલો ના આશિર્વાદ મેળવવા નો નાનકડો પ્રયાસ સફળ થયો. 🙏🏻

✳️ટીમ આધ્યાત્મિક અને સામાજિક :-
૧) નીતાબેન સેંઘાણી
૨) કલા બેન ધોળુ
૩) હિતેશ ભાઈ સુરાણી

✳️ટીમ યુવા મંડળ:-

પ્રમુખ શ્રી સુરેશ ભાઈ પોકાર
મહામંત્રી શ્રી કૈલાસ ભાઈ સેંઘાણી.
ધન્યવાદ 🙏🏻

પુણેથી કેકેપી સમાજનો બીજો કોરોના પોઝિટિવ કેસ

કે.કે.પી. સમાજના વધુ એક સભ્ય કોરોના માટે હકારાત્મક હોવાનું જાણવા મળ્યું છે.

પુણેના કેન્દ્રીય વિહારમાં રહેતા દિનેશભાઇની પત્ની સકારાત્મક મળી હતી. તેઓ પુણેથી વડગામ નજીક ગાયત્રી ફાર્મ ગયા હતા.