સરકાર માટેની માર્ગદર્શિકામાંથી ઉમિયા માતાજી મંદિર 11 જૂનથી દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે. યોગ્ય સામાજિક અંતર જાળવશે.
દયાપરમાં કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રથમ સનાતન મંદિરની વાર્તા
………જય સનાતન……..
…..જય ઉમિયા માતાજી…..
અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નુ સૌથી પહેલું સનાતની મંદિર એટલે દયાપર નું શ્રી સત્યનારાયણ ભગવાનનું મંદિર .
દયાપર શ્રી સત્યનારાયણ ની સ્થાપના ૯૮વર્ષ પહેલા તા.૨૦.૫.૧૯૨૩ ના થઈ ત્યારે શ્રી સત્યનારાયણ ભગવાનની ની પાન મૂર્તિ (છબી)ની સ્થાપના કરવામાં આવી જેની છે વર્ષ પુજા અર્ચના કરવામાં આવી.
ત્યાર બાદ વડિલો એ ગામ ના મૂખ્ય ચોક માં મંદિર નું નિર્માણ કર્યું.
મંદિર નું ખાધ મૂર્ત તા.૧૩.૧૧.૧૯૨૮ સવંત ૧૯૮૫ કારતક સુદ એકમ નું કર્યુ (પડવા ના દિવસે). અને સનાતની પરિવાર ની જાત મહેનત અને લગન અને ધગસ થી સાડા છ મહિના માં ૨૦૦ કોરી ના ખર્ચે ચાર ઢાળ વાળું દેશી નળિયા વાળું સુંદર મંદિર તૈયાર થઈ ગયું.
મંદિર માટે શ્રી સત્યનારાયણ ભગવાનની મૂર્તિ નો ઓર્ડર કરાચી માં આપ્યો .
તે આરસ ની અઢી ફૂટ ની મૂર્તિ દરીયાઇ માર્ગે કરાચી (અત્યાર નું પાકિસ્તાન) થી લખપત બંદરે લાવ્યા ત્યાં થી આપણા સનાતની સાહાસિક વડિલો દયાપર સુધી ખુલા પગે ભગવાન ની મૂર્તિ જમીન માં રાખ્યા વગર વારાફરતી બદલી ઝોળી (કાવડ) થી લખપત થી દયાપર ચાલી ને લાવ્યા અને મંદિર ના ખાધ મૂર્ત થી ૨૦૦ માં દિવસે તા.૩.૬.૧૯૨૯ સવંત ૧૯૮૫ વૈશાખ વદ અગિયારસ (અપરા અગિયારસ)ના પવિત્ર દિવસે વડીલ નારાણ રૈયા લીંબાણી અને માતૃશ્રી જાન બાઈ નારાણ લીંબાણી ના સજોડે ના વરદ હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરી અને કોઠારા ના ભટ્ટ મૂળજી વાલજી અને ભૂજ ના પ્રાણજીવન શાસ્ત્રી એ શ્રી સત્યનારાયણ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા ની શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરી.
આપણી સમાજ માં પહેલા સત્યનારાયણ ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા માં આ મૂજબ સનાતની વડીલો દયાપર હાજર રહેલા.
. નારાણ રામજી લીંબાણી . મોટી વિરાણી.
. રામજી રાજા નાકરાણી મોટી વિરાણી.
.નારાણ શીવજી નાકરાણી મોટી વિરાણી.
.લધા વિશ્રામ.મોટી વિરાણી.
. રતનસી ખીમજી દિવાણી મોટી વિરાણી.
.લખુ ડોસા પોકાર નખત્રાણા.
.પેથા ડોસા પોકાર નખત્રાણા.
. મૂળજી ડોસા પોકાર નખત્રાણા.
.દાના કરસન પાંચાણી નખત્રાણા.
. હરજી રામાણી લુડવા
(આ હતી દયાપર ના શ્રી સત્યનારાયણ મંદિર અને સૌથી પહેલા શ્રી સત્યનારાયણ ભગવાનની મૂર્તિ ની ટુંકી માહિતી)
આજે પણ વૈશાખ વદ અગિયારસ નો પવિત્ર દિવસ છે.
ગુજરાતના કચ્છમાં પુંઅરેશ્વર શિવ મંદિરના નવીનીકરણ માટે 1 કરોડ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં કચ્છના નખત્રાણા તાલુકાના મંજલ પાસેના પુંઅરેશ્વર મંદિર સહિત રાજય રક્ષિત પાંચ સ્મારકોના પુરારક્ષણ તેમજ રિસ્ટોરેશન માટે કુલ પાંચ કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકારના પૂરાતત્વ અને સંગ્રહાલય નિયામક હસ્તકના આ રાજ્ય રક્ષિત સ્મારકોના જિર્ણોદ્ધાર તેમજ અન્ય માળખાકીય સવલતોના કામો આ રકમમાંથી હાથ ધરવામાં આવશે. મુખ્યપ્રધાને રાજ્યના ઐતિહાસિક, પૂરાતત્વીય અને ધાર્મિક-સાંસ્કૃતિક મહત્વ ધરાવતા જે પાંચ રાજ્ય રક્ષિત સ્મારકોમાં કોન્ઝરવેશન-રિસ્ટોરેશનના કામોની મંજૂરી આપી છે તેમાં કલેશ્વરી સ્મારક સમૂહ ગામ: લવાણા તા.લુણાવાડા જિ: મહિસાગર-પુંઅરેશ્વર મંદિર (પંઅુરાગઢ નજીક) ગામ: મંજલ તા: નખત્રાણા જિ. કચ્છ-તરણેતર મંદિર ગામ:થાન તા: ચોટીલા જિ: સુરેન્દ્રનગર-પ્રાચીન જૈન મંદિર (સંગ્રહાલયનું મકાન) ગામ:પ્રભાસ પાટણ તા: વેરાવળ પાટણ જિ: જુનાગઢ- ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ ગામ:ખંભાલીડા તા:ગોંડલ જિ:રાજકોટનો સમાવેશ થાય છે. મુખ્યપ્રધાને આપેલી આ મંજૂરી અનુસાર આ પાંચ સ્મારકોમાં પ્રત્યેક સ્મારક દીઠ રૂ. 1-1 કરોડનો ખર્ચ કરીને સ્મારકોનું સંરક્ષણ, જિર્ણોદ્ધાર, પરિસર વિકાસ તેમજ વૃક્ષારોપણ, બ્યૂટીફિકેશનના કામો અને પર્યટક સુવિધા વૃદ્ધિની કામગીરીને આવરી લેવામાં આવશે. રાજ્ય સરકારે 2021-22ના બજેટમાં આ હેતુસર પાંચ કરોડ રૂપિયા ફાળવેલા છે. – રજૂઆત ગ્રાહય રહી : અહીં એ નોંધનીય છે કે કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદીએ ગયા વર્ષે પુંઅરેશ્વર શિવમંદિરના પુન: મજબૂતીકરણ અને વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી રૂપાણીને રજૂઆત કરી હતી. એ પછી કોવિડની સ્થિતિને લઈને બાબત સ્થગિત રહી ગઈ હતી. શ્રી ત્રિવેદીએ આજની જાહેરાતને આવકારતા કહ્યું હતું કે, સંવેદનશીલ મુખ્યમંત્રીનો આ નિર્ણય સંસ્કૃતિના પૂજકોને ગમશે. – સંક્ષિપ્ત ઇતિહાસ : પુંઅરેશ્વર મંદિર, (પંઅુરાગઢ નજીક), જામ લાખા ફૂલાણીનો ભત્રીજો પુંઅરો હતો તેણે પાદરગઢ/પુઅરાગઢનો કિલ્લો તૈયાર કરાવ્યો આ કિલ્લા નજીક આવેલ પ્રાચિન શિવમંદિર રા.પુંઅરાના નામ ઉપરથી પુઅરેશ્વર મંદિર તરીકે જાણીતું થયું છે. આ મંદિર કચ્છનું પ્રાચિનતમ મંદિર હોવાનું પુરાતત્વ દ્રષ્ટિએ જણાય છે. ઓરીસ્સાના કોણાર્ક સૂર્યમંદિરના જગ મંડપની જેમ જાલકભાત અને નાગર અને દ્રાવીડ શૈલીના સમન્વય ધરાવતું બેસરા પ્રકારનું આ મંદિર ઇ.સ. ની 9મી 10મી સદીનું હોય તેમ જણાય છે.’
ઉમિયા માતાજી નો પ્રાગટ્ય દિવાસ
🙏 *જય ઉમિયા માતાજી*🙏 *આજે તા.૨૬.૦૫.૨૦૨૧, બુધવાર, વૈશાખ સુદ પૂનમ, એટલે આપણાં આરાધ્ય શ્રી કુળદેવી ઉમિયા મા નો પ્રાઘટ્ય દિવસ.**તો ચાલો આપણે, મા ઉમિયાના સંતાનો, આજે પોત પોતાના ઘરેજ આજ સાંજે ૭ વાગ્યા દરમ્યાન શ્રી ઉમિયા માતાના નામનો દિવો કરી🪔 ભજન, પ્રાર્થના👏 , આરતી કરી આ વિક્ટ પરિસ્થિતિ માં શ્રી ઉમિયા મા ને ભાવનાંજલી આપી ઉજવણી કરીયે.*🙏🙏🙏🙏🙏🙏🙏