જય શ્રી લક્ષ્મીનારાયણ
શ્રી ક ક પા સનાતન સમાજ દહેગામ વિભાગ ના નેજા હેઠળ શ્રી સનાતન સમાજ મહિલા પાંખ દહેગામ ની કમિટી તારીખ ૨૨-૭-૨૦૨૨ શુક્રવાર ના રોજ રચના કરવા માં આવી જેમાં શ્રી સમાજ તથા યુવાપાંખ ના હોદેદાર હાજર રહ્યા તથા ખૂબ જ બહોળી સંખ્યા માં મહિલા ઓ એ હાજરી આપી, *જેમાંથી સમાજ ના દરેક વિસ્તાર મુજબ એક એક કારોબારી સભ્યની વરણી કરીને સર્વે સહમતી થી અને વડીલો ના આશીર્વાદ થી નવીન હોદેદારો ની વરણી નીચે મુજબ કરવામાં આવી
*૧ પ્રમુખ : કમળાબેન રસિકભાઈ છાભૈયા (સરદાર પટેલ સોસાયટી)*
૨ ઉપપ્રમુખ : નયનાબેન રસિકભાઈ માવાણી(વૃંદાવન સોસયટી)
૩ ઉપપ્રમુખ: મનીષાબેન હર્ષદભાઈ ધોળું( વાસણા ફાર્મ)
૪ મંત્રી : મધુબેન પ્રવીણભાઈ નાકરાણી (અક્ષરધામ સોસાયટી)
૫ સહમંત્રી: વીણાબેન મહેન્દ્રભાઈ ભાવાણી(રાઘવ રેસીડેન્સી)
૬ ખજાનચી: હિરલબેન હરેશભાઈ નાકરાણી ( નહેરુ સોસાયટી)
૭ પ્રચાર પ્રસાર PRO: સારિકાબેન અરવિંદભાઈ લીંબાણી આ સર્વે મહિલાશક્તીઓ ની મુખ્ય હોદ્દેદાર તરીકે વરણી કરવા માં આવી
સભા ની શરૂઆત માં સમાજ મંત્રી અરવિંદભાઈ નાકરાણી દ્વારા શાબ્દિક સ્વાગત કરવા માં આવ્યું ત્યારબાદ શ્રી સમાજ પ્રમુખ દ્વારા સભા ને અનુરૂપ વિશ્લેષણ તથા મહિલા પાંખ કારોબારી ની રચના અંગે ની સમજ પાડી, સમસ્ત સભા નું સંચાલન નિલેશભાઈ ભવાણી તથા પ્રવીણભાઈ નાકરાણી દ્વારા કરવા માં આવ્યું અને સભા ના અંતે યુવા પાંખ પ્રમુખ નરેન્દ્રભાઇ દિવાણી દ્વારા આભાર વિધિ કરવા માં આવી ત્યારબાદ સૌ અલ્પાહાર કરી ને છુટા પડ્યા.