નખત્રાણા, તા. ૧ ૨ : , અ.ભા. ભૃગુ ગોત્રીય સનાતન લીંબાણી પરિવારના હરદાસબાપાની ૩૩૦મી નિર્વાણતિથિ તા. ૨૮/૪ અને ૨૯/૪ના બે દિવસ ઊજવાશે. ચૈત્ર વદ-૧૩ ગુરુવાર તા. ૨૮/૪-૨૨ના સવારે ૭.૩૦ કલાકે યજ્ઞ-હવન કાર્યક્રમ યોજાશે. જેમાં મહોત્સવના મુખ્ય યજમાન તથા અન્ય સહયોગી યજમાનો બેસશે. સહયોગી યજમાન થવા ઇચ્છુકોએ રૂા. ૫૧૦૦ દાન નોંધાવી તા. ૨૦/૪/૨૨ સુધીમાં મહામંત્રીના મો.નં. ૯૪૦૮૨ ૦૩૩૬૬, ૭૦૧૬૩ ૭૭૩૨૦. ઉપર વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવી શકશે. એ જ દિવસે બપોર પછી ૩.૩૦ કલાકે પરિવારની કારોબારી સભા મળશે. બીજા દિવસે ચૈત્ર વદ-૧૪ ને શુક્રવાર તા. ૨૯/૪/૨૨ના સવારે પૂ. દાદાના સ્થાનકે પૂજા, અર્ચના, આરતી, પ્રસાદ અને નૂતન ધજારોહણ, પ્રથમ નિયાણીઓને ભોજન પ્રસાદ, દાન-ભેટ અર્પણવિધિ થશે તેવું સંસ્થાના મહામંત્રી ચીમનલાલ જેઠાલાલ લીંબાણીની યાદીમાં જણાવાયું હતું.