સાંગલી યુવક મંડળ દ્વારા આયોજિત રકતદાન શિબિર. ૨૦૨૩ આપણા સમાજ ના સનાત આદ્યસુધારક આદરણીય પરમપૂજ્ય શ્રી નારણબાપા રામજી લીંબાણી,શ્રી કેસરાબાપા પરમેશ્વરા સાંખલા ની જન્મતિથિ તેમજ પરમપૂજ્ય સંત શ્રી લાલરામ મહારાજ ની પુણ્યતિથી નિમિત્તે યુવાસંઘ ના DMG રિજીયન માં ૩૩ યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરી સ્વ:ડૉ.વસંતભાઈ ધોળુ ને શ્રદ્ધાંજલિ ને અર્પિત કરી ઉજવણી કરી રહ્યા છીએ..ત્યારે સાંગલી યુવક મંડળ દ્વારા યુવાસંઘ ની હેલ્થ&ડિઝાસ્ટર થીમ અંતર્ગત તા:૨૫/૭/૨૦૨૩ ના પાટીદાર ભવન માં યુવક મંડળ,સમાજ,મહિલા મંડળ અને આચાર્ય શ્રી તુલસી બ્લડ સેંટર ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. જેમાં ૧૫ મહિલાઓ અને ૭૨ ભાઈઓ દ્વારા આમ ટોટલ ૮૭ યુનિટ બ્લડ ડોનેટ કરી માનવ કલ્યાણ કાર્ય માં સહયોગી થઈ ઉપરોક્ત વડીલોને પુષ્પાંજલી સમર્પિત કરી હતી..આ માનવ કલ્યાણ કાર્ય ને પ્રોત્સાહન આપવા હેતુ વિશેષ ઉપિસ્થત શ્રી શિવપુરાણ કથા ના વકતા પ.પૂ જય શ્રીદેવી ઉપસ્થિત રહી આશીર્વાદ આપેલ. તેમજ સાંગલી સમાજ ના પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ લીંબાણી,મહામંત્રી મનુભાઈ વાઘડીયા,યુવા મંડળ હેલ્થ & ડિઝાસ્ટર કન્વીનર ચેતનભાઈ પોકાર,ક્રિષ્ના વિભાગના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ વાસાણી,DMG વેબકોમ લીડર નિરવ નાકરાણી,સાંગલી યુવક મંડળ ના તુલસીભાઈ પોકાર,મહામંત્રી નિલેશભાઈ વાસાણી તેમજ સમાજ ના હોદેદારો,ભાઈઓ બહેનો બહુસંખ્યા માં ઉપિસ્થત રહી આયોજન સફળ બનાવેલ..વિશેષ માં સાંગલી યુવા મંડળ ના IPP અશોકભાઈ પોકાર એ ૫૦ મી વખત રકતદાન કરી મહાન કાર્ય કરેલ છે.