સનતના શતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી પશ્વિમ કચ્છ ઝોન સમાજ/મહિલાસંઘ/યુવાસંઘ કચ્છ પ્રદેશના સંયુક્ત ઉપક્રમે 2જી માર્ચે કોટડા (જ.) ખાતે એક યાત્રા યોજાઈ હતી.

🙏🏻જય લક્ષ્મીનારાયણ.🙏🏻

 *શ્રી પશ્વિમ કરછ ઝોન સમાજ/મહિલાસંઘ/યુવાસંઘ કરછ રિજીયન* ના સંયુક્ત ઉપક્રમે સનાતની શતાબ્દી મહોત્સવ અંતર્ગત સંપર્ક યાત્રા *તા :-02/03/23ના* રોજ કોટડા (જ.) ખાતે રાખવામાં આવેલ.આ સંપર્ક યાત્રા માં *કોટડા (જ.) પાટીદાર સમાજ/મથલ પાટીદાર સમાજ* ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
   આજની સંપર્ક યાત્રા માં સૌ મહેમાનોને સ્થાન ગ્રહણ કોટડા (જ.) સમાજ ના *મંત્રીશ્રી શાંતિલાલ નાકરાણી* દ્વારા કરવામાં આવેલ.
 આજની આ સંપર્ક યાત્રા માં સ્વાગત પ્રવચન *ઝોનના ઉપપ્રમુખશ્રી/ કોટડા(જ.) સમાજ મંત્રીશ્રી કિશોરભાઈ નાયાણી* દ્વારા કરવામાં આવેલ.
   આજની સંપર્ક યાત્રા નો મુખ્ય ઉદ્દેશ *ઝોનના પ્રવક્તાશ્રી શાંતિલાલ* નાકરાણી દ્વારા આપવામાં આવેલ.
  સનાતની શતાબ્દી મહોત્સવ અંતર્ગત સ્વયં સેવક વ્યવસ્થાપણ ની સંપૂર્ણ માહિતી કરછ રિજીયન *ઉપપ્રમુખશ્રી હસમુખભાઈ નાકરાણી* દ્વારા આપવામાં આવેલ.
  અતિ થી દેવો ભવ: ની સંપૂર્ણ માહિતી *કન્વીનરશ્રી લધારામભાઈ લિંબાણી* દ્વારા આપતા જણાવેલ કે મહોત્સવ દરમિયાન આવનાર મહેમાનોનું આપણા ઘરમાં અતિ થી દેવો ભવ: તરીકે વ્યવસ્થા થાય તે પર ભાર મુકતા નમ્ર વિનંતી કરવામાં આવેલ.
 ઉતારા વ્યવસ્થા ની માહિતી *કન્વીનરશ્રી મંગલભાઈ કેશરાણી* દ્વારા આપવામાં આવેલ.
  સનાતની ગૌરવ યાત્રા/ સ્વયં સેવક (સનાતની સૈનિક) તેમજ સનાતની શતાબ્દી મહોત્સવ ની સંપૂર્ણ માહિતી *ઝોનના મહામંત્રીશ્રી છગનભાઇ ધનાણી* દ્વારા આપવામાં આવેલ.આ મહોત્સવ ની દરેક સમિતિમાં સમપર્ણની ભાવનાથી જોડાઈ ને મહોત્સવ ને ભવ્યતિભવ્ય બનાવવા આહ્ર્વાન કરેલ

કેન્દ્રીય સમાજ ના ઉપપ્રમુખશ્રી/ કોટડા (જ.) સમાજ ના ઉપપ્રમુખશ્રી રાજેશભાઈ દિવાણી સનાતની શતાબ્દી મહોત્સવ માં તન.મન ધન થી સહયોગ આપવા અપીલ કરેલ.
કોટડા (જ‌.) લક્ષ્મીનારાયણ સમાજ ના પ્રમુખશ્રી લખમશીભાઈ છાભૈયા સનાતની શતાબ્દી મહોત્સવ દરમિયાન અતિ થી દેવો ભવ: માં આવનાર મહેમાન ને અમારુ ગામ સનાતની તીલક દ્વારા આવકારવામા આવશે.તેમજ મહોત્સવ માં સહયોગ આપવા અપીલ કરેલ.
કોટડા (જ.) પાટીદાર યુવક મંડળ ના મહામંત્રીશ્રી મનિષકુમાર ભગત સનાતની શતાબ્દી મહોત્સવ ના આયોજન તેમજ વિવિધ સમિતી ઓની કામગીરી માં અમારા યુવક મંડળ નો સંપુર્ણ સહયોગ રહેશે તેવો ભાવ વ્યક્ત કરેલ
કોટડા (જ.) પાટીદાર મહિલા મંડળ પ્રમુખશ્રી શાન્તાબેન નાયાણી જણાવેલ કે અતિ થી દેવો ભવ: તેમજ વિવિધ સમિતીમાં અમારો સહયોગ રહેશે.
મથલ પાટીદાર સમાજ મંત્રીશ્રી અંબાલાલ પારસીયા સનાતની શતાબ્દી મહોત્સવ સંપુર્ણ સહયોગ આપવા જણાવેલ.
મથલ પાટીદાર મહિલા મંડળ ના પ્રમુખશ્રી મણીબેન ભાવાણી સનાતની શતાબ્દી મહોત્સવ સંપુર્ણ સહયોગ આપવા જણાવેલ.
આજની સભાનું સંચાલન ઝોનના મંત્રીશ્રી નરશીભાઈ પોકાર દ્વારા કરવામાં આવેલ.
આજની સભાની આભાર વિધિ ઝોનના ઉપપ્રમુખશ્રી કિશોરભાઈ નાયાણી દ્વારા કરવામાં આવેલ.

આજની આ સંપર્ક યાત્રા માં પશ્વિમ કરછ ઝોન સમાજ/યુવાસંઘ ના હોદ્દેદારો તેમજ કોટડા (જ.) સમાજ / મથલ સમાજ/ યુવક મંડળ/મહિલા મંડળ ના હોદ્દેદારો, સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

પ્રતિશાદ આપો