શ્રી પાટીદાર સમાજ મૈસૂર રોડ, બેંગ્લોર દ્વારા 22મી જાન્યુઆરીએ ઉમિયા ભવન શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ખાતે શ્રી રામના સન્માનમાં આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

બેંગ્લોર : –

જય શ્રી લક્ષ્મીનારાયણ
જય શ્રી રામ,સીતારામ

શ્રી પાટીદાર પરિવાર સમાજ, મૈસુર રોડ, બેંગ્લોર,

તારીખ 22/01/2024 સોમવારે અયોધ્યા ધામે શ્રી ભગવાન રામજી ની પ્રાણ પ્રતિષ્ઠા થશે તે દિવસે દેશ વિદેશમાં સનાતનીઓ માટે એક અનેરો ઉમંગ છે અને આ દિવસ ને યાદગાર બનાવવા….
શ્રી પાટીદાર પરીવાર સમાજ મૈસુર રોડ, બેગ્લોર,
ઉમિયા ભવન શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં ભવ્યાતિભવ્ય આયોજન કરવાનુ નક્કી કરેલ છે….
જેમા 11000 (અગીયાર હજાર)દિપ પ્રગટાવી દિપોત્સ મનાવવામાં આવશે સાથે સવાર ના 9/00 થી 10/00 વાગ્યા સુધીમાં હનુમાન ચાલીશા,10/00 થી12/15 સુધી રામ ઘુન, ભજન કિતઁન,12/30 મહા આરતી, ત્યારબાદ મહાપ્રસાદ અને સાંજે 6/00વાગ્યે ફરીથી મંદિરમાં અને પુરી સમાજવાડીમાં દિપક પ્રગટાવી ઝળહળતુ કરીશું…..

વિશેષ : –
શ્રીરામ પધાર્યા ની ખુશી મા તે દિવસે જાહેર રજા રાખવામાં આવશે…

પ્રતિશાદ આપો