શ્રી પાટીદાર સમાજ, ધાત્રોડ, નાગપુર દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રી પાટીદાર સમાજ, ધાટરોડ,નાગપુર માં આયોજિત નવરાત્રિ મહોત્સવ માં હમેશા ની માફક આજે પણ બીજા નવરાત્રિ દરમિયાન મહારાષ્ટ્ર રાજ્ય ના ઉપમુખ્યમંત્રી માનનીય શ્રી દેવેન્દ્ર ફડળવીસજી ઉપસ્થિત રહીને માં અંબે નો આશીર્વાદ મેળવીને ગરબા નો આનંદ લીધો હતો.
શ્રી દેવેન્દ્રજી નું શ્રી પાટીદાર સમાજ ધાટરોડ ના પ્રમુખશ્રી ભવાનજી ભાઇ ઠાકરાણી દ્વારા પુષ્પગુચ્છ આપ્યા બાદ માતાજી નો દુપટ્ટો પહેરાવી ને સ્વાગત કરેલ .
તેમને શ્રી પાટીદાર સમાજ દ્વારા નાગપુર થી અહમદાબાદ તક ની પ્રેરણા એક્સપ્રેસ ને કચ્છ ભૂજ તક લઇ જવા માટે નું જ્ઞાપન આપેલ, જેમાં તેમના દ્વારા યથાયોગ્ય પ્રયત્ન કરવાની અને ટુંક સમય માં જ આગળ તક લઇ જવા માટે ની રેલ મંત્રાલય ને સુચન આપવાની બાંયધરી આપેલ.
મહામંત્રી,
કાન્તીભાઈ છાભૈયા
શ્રી પાટીદાર સમાજ
ધાટરોડ
નાગપુર

પ્રતિશાદ આપો