શ્રી આણંદપર (યક્ષ ) સનાતન પાટીદાર સમાજ આયોજિત
અમૃત મહોત્સવ – 2023
તા.27/08/2023 થી 31/08/2023
ભગવાનશ્રી લક્ષ્મીનારાયણ મંદિર સ્થાપનાને 78 વર્ષ પૂર્ણ થયેલ તેમજ સમાજ વાડી સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થયેલ તેમજ શ્રી ઉમિયા માતાજીની મૂર્તિને 25 વર્ષ પૂર્ણ થયેલ હોય જેનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ નૂતન સમાજ ભવનનો અનાવરણ સમારોહ તેમજ આણંદપર ગામનું તોરણ બંધાયુ તેને પણ 150 વર્ષ પૂર્ણ થયાં હોવાથી ભવ્યથી ભવ્ય અમૃત મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે. વિશેષ નિમંત્રણ :: ગામની નિયાણી અને નિયાણાઓને આ શુભ પ્રસંગે પધારવા આગોતરું ભાવભીનું આમંત્રણ પત્રિકા પહોંચાડવામાં આવી છે.
નિમંત્રક :: પ્રમુખશ્રી ખીમજીભાઈ દાનાભાઈ પોકાર
મહામંત્રી શ્રી શંકરલાલ બાબુભાઈ ભીમાણી
શ્રી આણંદપર (યક્ષ ) સનાતન પાટીદાર સમાજ,
મુ.પો. આણંદપર (યક્ષ) તા. નખત્રાણા -કચ્છ