*શ્રી અખિલ ભારતીય ક.ક.પા.સમાજ ની વાર્ષિક સામાન્ય સભા*
આજ રોજ તા 12.08.22 ના શ્રી અ ભા ક ક પાટીદાર સમાજ ની સામાન્ય સભા પ્રમુખ શ્રી અબજીભાઈ કાનાણી ના પ્રમુખ સ્થાને પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે યોજાઈ.
ડો. અશોકભાઈ ભાવાણી દ્વારા સ્થાન ગ્રહણ અને મહાનુભાવો હસ્તે દીપ પ્રાગટય બાદ લક્ષ્મીનારાયણ ભગવાન અને ઉમિયા માતાજી ના જય નાદ બાદ મહામત્રી શ્રી પુરસોત્તમભાઈ ભગતે આવકાર પ્રવચન કર્યું.
એજન્ડા મુજબ આગળ વધતાં મંત્રીશ્રી ડૉ. અશોક ભાઈ ભાવાણી એ ગત મિનિટ્સ નું વાંચન કર્યું. મત્રી શ્રી વિનોદ ભાઈ ભગતે આવેલ પત્રો નું વાંચન કર્યું. સહ ખજાનચી શ્રી મણીભાઈ માવાણી એ ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો. મહા મત્રી શ્રી પરસોત્તમ ભગતે જણાવેલ કે સર્વે ને વાર્ષિક એહવાલ આપેલ છે જેનો અભ્યાસ કરસો.
શ્રી સમાજ મુખ્ય ટ્રસ્ટીશ્રી ગોપાલભાઈ ભાવાણી એ પોતાની કાવ્યાત્મક આગવી શૈલીમાં ભૂમિદાન ની પ્રત્યેક ઝોન ની માહિતી આપેલ. તેમજ સ્વ.પ્રેમજી ભાઈ કેશરણી ને ભૂમિ સંપાદન માં તેમના અમૂલ્ય યોગદાન માટે યાદ કરેલ. ત્યારબાદ પ્રમુખ શ્રી એ દિવાળી બોણી ની અપીલ કરેલ અને જણાવેલ કે આ રકમ નિરાધાર સહાય અને શૈક્ષણિક સહાય માં વપરાય છે. ન્યાય સમિતિ ના પ્રમુખ મનુભાઈ નાકારણી એ ન્યાય સમિતિ માં કોઈ કેશ ન હોવાની માહિતી આપેલ. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ ની માહિતી મહામત્રીશ્રી રમેશભાઈ પારસિયા એ આપેલ. દેવાશીષ હોસ્પિટલ
નો રિપોર્ટ મહામંત્રી મોહન ધોળુ એ આપેલ અને પ્રમુખ કીર્તિભાઈ એ ટ્રસ્ટ ના વહીવટીય કામ ની માહિતી આપેલ અને જણાવેલ કે ગરીબોની સેવા કરતી આ સંસ્થા છે.
શ્રી સમાજ પ્રમુખશ્રી અબજીભાઈ અને યુવા સંઘ મહામંત્રી શ્રી ભરતભાઇ છાભૈયા દ્વારા સયુંકત રજુઆત માં જણાવ્યું કે *કેન્દ્રીય સમાજ ના છટ્ઠા અધિવેશન પ્રસંગે 1920 ના પ્રથમ અધિવેશન નો શતાબ્દી મહોત્સવ, યુવાસંઘ નો સ્વર્ણિમ મહોત્સવ, અને મહિલા સંઘ ના રજત જયંતિ સાથે સંયુકત પણે થશે જે 2023 ના મેં માસ માં ત્રણ દિવસ રહેશે, આયોજન ખર્ચે માટે બજેટ આખા ભારત માંથી પસ્તી ભેગી કરી તેના વેચાણ થી ઉભું થશે, રદ્દી થી સમૃદ્ધિ નો કોન્સેપ્ત ભારત ભર માં પ્રચારીત થશે.*
ઉપપ્રમુખ શ્રી જયંતીભાઈ રામાણી એ વિઝન ડેવલોપમેન્ટ અને ઋષિ મંદિર પ્રોજેક્ટ ની માહિતી આપેલ.
બપોર પછી ના સેસન ની શરૂઆત માં મહિલા સંઘ મહામત્રી શ્રીમતી રમીલાબેન રવાણી દ્વારા મહિલા સંઘની ગતિવિધિઓ ની માહિતી આપતાં જણાવ્યું કે ગત ટર્મ ની કારોબારી ટિમ ને ફરી આગામી ટર્મ માટે રિપીટ કરાઈ છે. વિરપસલી ની ભેટ માં *સનાતન ધર્મ પત્રિકા નું લવાજમ આપવું* એવી બહેનો ની લાગણી વ્યક્ત કરી. ત્યારબાદ મત્રી શ્રી અશોકભાઈ એ *મા દીકરીઓના દિલ ની વાત* કાર્યક્રમ ની વિસ્તૃત માહિતી આપેલ. સનાતન ધર્મ પત્રિકા ના કન્વીનર ડો.વિઠ્ઠલભાઇ એ સનાતન ધર્મ પત્રિકા ની વિગતવાર માહિતી આપેલ અને *દરેક ઝોનને વર્ષ ના ઓછામાં ઓછા સો આજીવન સભ્ય અને દર મહિને એક પેજ વિજ્ઞાપન આપવાની અપીલ કારેલ*
પ્રમુખ શ્રી અબજીભાઈ એ સંયુક્ત કાર્યક્રમો અધિવેશન, યુવા સ્વર્ણિમ અને મહિલા રજત કાર્યક્રમ ના ચેરમેન તરીકે ટ્રસ્ટી શ્રી ગોપાલભાઈ ભાવણી ની નિયુક્તિ જાહેર કરી.
વિવિધ સમિતિ ના કન્વીનરો, શૌર્ય સંસ્કરણ વતી મહેન્દ્ર ભાઈ સેઘાણી, સનાતન જાગરણ વતી રમેશભાઈ વાઘડિયા, અદ્યતન સંકુલ અને આર્થિક ઉપાર્જન સહ કન્વીનર નીતિનભાઈ તથા આર્થિક સમિતિ અરુણભાઈ, જૂની ઉઘરાણી બાબતે ટ્રસ્ટીરામજીબાપા એ રજુઆત કરેલ.
ઓપન મન્ચ માં સમાજ ના બૌદ્ધિક વર્ગ દ્વારા વિવિધ રજુઆતો થઈ, જેમકે
સમાજ ના રીતરિવાજો અને ઠરાવો નું પાલન કરીએ. નખત્રાણા કોલેજ નો પ્રશ્ન જલ્દી થી સોલ્વ કરવો. સનાતન ના લેભાગુ ફિરકા, બાબા સાઈ માં ન જતાં આપણા મૂળ સનાતન માં વળિયે. નર્મદા ના નીર મધ્ય કચ્છ સુધી આવે તેવા પ્રયત્ન માં શ્રી સમાજ સાથ આપે,
સ્વેત પત્ર નું ચુસ્ત પાલન થાય તે જરૂરી છે વગેરે.
વિઝન ડેવલોપમેન્ટ છઠા અધિવેશન પછી સ્પષ્ટ સમજાશે. કોટડા કોમી પ્રકરણ માં કાયદાકીય લડત માટે કોટડા ગામ ના દરેક શહેર ના વતનીઓ એ બજેટ આપ્યું. આવા પ્રકારની ઘટનાઓ નો સામનો કરવા ક્રાંતિદળ જેવી સમિતિની જરૂરિયાત છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ થી ડરવાની જરૂર નથી એકજુથ થઈએ. છૂટાછેડા માં રકમ ની લેવડ દેવડ તોજ કરવી જો દિકરી બીજું ઘર ના કરે અન્યથા ના થવી જોઈએ. પોતાની કચ્છ ની મિલકત સર્વે માં તપાસ કરી લેજો. બહેનો ને આત્મ નિર્ભર કરીએ, સામાજિક પ્રસંગ પોતાની હેસિયત પ્રમાણે કરવા દેખા દેખી ન કરવી. સ્પન્દન સનાતન કલાકારો નો નૃત્ય નાટક અને કલાકારી નો સમાજ માં ઉપયોગ કરીએ. પ્રખર સનાતની હિમ્મતભાઈ એ જણાવેલ કે હવે મવાળો ની સમાજ માં જરૂર નથી વગેરે સૂચનો આવ્યાં.
અંત માં પ્રમુખ શ્રી અબજીભાઈ એ પ્રમુખ સ્થાને થી સ્વર્ણિમ અધિવેશન પોગ્રામ ની ઉજવણી ગ્રીન ઇન્ડિયા વૃક્ષા રોપણ ની નોંધ લીધી. ઋષિ મંદિર અને આધ્યાત્મિક પરિસર ની માહિતી આપેલ અને દરેક સમિતિ ના કાર્યો ને બિરદાવેલ. મહામત્રી શ્રી પરસોત્તમભાઈ એ જણાવેલ આગામી કારોબારી મીટિંગ 6 અને 7 જાન્યુઆરી 2023 ના બેંગ્લોર ખાતે રહશે.