વ્યારામાં સ્વ.ડો.વસંતભાઈ ધોળુને સમર્પિત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

🙏 જય લક્ષ્મીનારાયણ 🙏

ક.ક.પા. યુવા મંડળ, વ્યારા


*🌳વૃક્ષરોપણ ૨૦૨૩🌳*


 *वृक्षारोपण कार्य महान,*
      *एक वृक्ष सौ पुत्र समान ।*

આ સુવિચાર ને સાર્થક કરવા હેતુ મિશન ગ્રીન ઇન્ડિયા અંતર્ગત સ્વ. ડૉ. વસંતભાઈ ધોળુને સમર્પિત વૃક્ષા રોપણ કાર્યક્રમ ૨૦૨૩ નું આયોજન તારીખ ૧૭/૦૮/૨૦૨૩ ગુરુવાર ના દિને કરવામાં આવ્યું હતું.
સમાજના સભ્યો, યુવક, યવતીઓ, મહિલાઓ અને ભૂલકાઓ સવારના ૯.૦૦ કલાકે શ્રી મહાલક્ષ્મી ટીમ્બર કોર્પોરેશન , વ્યારા ખાતે ભેગા થયા હતા. ત્યાં સમાજના સૌ સભ્યો દ્વારા આંબો, લીમડો, જાંબુ, બદામ જેવા અલગ અલગ ૫૦ થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતાં. વડીલો દ્વારા આવા વૃક્ષો વાવી અને સમયાંતરે વૃક્ષોની જાળવણી કરવા માટે જણાવ્યું હતું.
અંતે સૌએ સાથે મળીને અલ્પાહાર કરી છૂટા પડ્યા હતા.

🤝 #TohetherWeCan 🤝

સંકલન –
PRO મેહુલ રામાણી
ક.ક.પા. યુવા મંડળ, વ્યારા

પ્રતિશાદ આપો