શ્રી લખપત તાલુકા કડવા પાટીદાર સમાજ
ટ્રસ્ટીશ્રીઓ, હોદેદારશ્રીઓ તેમજ કારોબારી સભ્યશ્રીઓ,
આપ સૌ જાણો છો તેમ છેલ્લા બે ત્રણ દિવસથી આપણા ઉમીયા માતાજીના મંદિરમાં વિધર્મી છોકરાઓ દ્વારા આપણી ધાર્મિક લાગણીઓ દુભાય તેવું કૃત્ય કરેલ છે જેનો વિડિયો સોશ્યલ મિડીયામાં ફરી રહ્યો છે. આ બાબતે શું કાર્યવાહી કરવી જોઈએ, તેની ગંભીરતા પૂર્વક વિસ્તૃત ચર્ચા વિચારણા કરવા માટે આજે તા.15/3/2022 ને મંગળવારના રોજ બપોરના 4-00 વાગ્યે શ્રી લખપત તાલુકા કડવા પાટીદાર સમાજના ટ્રસ્ટીશ્રીઓ, હોદેદારશ્રીઓ તેમજ કારોબારી સભ્યશ્રીઓની ઝુમ મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. આજની આ ઝુમ મિટિંગમાં 38 સભ્યોએ ભાગ લીધો હતો.
આ જે ઘટનાની ઘટી છે તેની સામે પગલાં લેવા માટે, આપણી સમાજના સ્થાનિક રહેતા સામાજીક અને રાજકીય આગેવાન ભાઈઓએ જે કાર્યવાહી કરી છે તે નીચે મુજબ છે. આપણી સમાજના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અને તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની હાજરીમાં નક્કી કર્યા મુજબ, આ ઘટનામાં સંડોવાયેલા જે પરિવારના છોકરાઓ છે તે છોકરા અને તેના પરિવારના સભ્યો પોલિસ સબ ઈન્સ્પેક્ટરની હાજરીમાં લેખીતમાં માફી માંગે તેમજ ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને તેની મુસ્લિમ સમાજના આગેવાનો લેખીતમાં ખાત્રી આપે અને તેની એક કોપી પોલીસ સ્ટેશનમાં રહે, એક કોપી આપણી પાસે રહે અને એક કોપી મુસ્લિમ સમાજ પાસે રહે, એ શરતે સમાધાન કરવું. આજની ઝુમ મિટીંગમાં હાજર રહેલા સભ્યોના વિચારો જાણીને આજની કારોબારી સભામાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, અત્યારે આપણી સમાજના સ્થાનિક રહેતા આપણા ભાઈઓ દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યો છે, તે યોગ્ય છે અને એ રીતે આગળ વધવા માટે આજની કારોબારી સભામાં અનુમોદન આપવામાં આવેલ છે.
આજની ઝુમ મિટીંગમાં આપણી તાલુકા સમાજના જે 38 કારોબારી સભ્યોએ ભાગ લીધો હતો તેઓ તો માહિતગાર છે જ, પરંતુ સંજોગોવશાત બીજા જે કારોબારી સભ્યો આજની મિટિંગમાં હાજર રહી શક્યા નહોતા, તેઓને પણ માહિતી મળી રહે તે માટે આ મેસેજ કરેલ છે. જે આપ સૌની જાણકારી માટે.
શ્રી લખપત તાલુકા કડવા પાટીદાર સમાજ
પ્રમુખશ્રી કાન્તિભાઈ લીંબાણી
મહામંત્રીશ્રી નાનજીભાઈ વાડિયા