ફોર્ચ્યુન ઈન્ડિયા મેગેઝીનમાં યુવાનની પસંદગી
શાશ્વત નાકરાણી દિલ્હીમાં ભારત પે નામની ડિજિટલ પેમેન્ટ કંપની ચલાવી રહ્યો છે
શહેર અને સમગ્ર ગુજરાતની ગૌરવપ્રદ એક ઘટનામાં ફોર્ચ્યુન ઈન્ડિયા મેગેઝીનના 40 ઉદ્યોગ સાહસિકો કે જેઓ 40 વર્ષની નીચેના હોય અને પોતાના ક્ષેત્રમાં સફળ થયા હોય તેમાં શાશ્વત નાકરાણીને સ્થાન મળ્યું છે. શાશ્વતની ઉંમર માત્ર 22 વર્ષ છે અને હાલ દિલ્હીમાં હેડ ક્વાર્ટર બનાવીને ગૂગલ પે જેવી કંપનીને ટક્કર આપતી ભારત પે ડિજિટલ પેમેન્ટ કંપની ચલાવી રહ્યો છે.
હાલમાં ફોર્ચ્યુન ઇન્ડિયા દ્વારા આ ઉદ્યોગ સાહસિકોના નામ જાહેર કરવામાં આવ્યા છે.કંપનીનું હેડ ક્વાર્ટર દિલ્હીમાં છે અને પૂરા દેશના 130 કરતા પણ વધુ શહેરોમાં કામ કરે છે.અમેરિકા, સિંગાપોર સહિતની નામાંકિત કંપનીઓએ નાણાં રોક્યા છે. 3 પૈકી 2 ફાઉન્ડર ભાવનગર શહેરના છે તેમજ મોટાભાગની ટેક ટીમ પણ જ્ઞનમાંજરી એન્જિનિયરિંગ કોલેજ, ભાવનગરના વિદ્યાર્થીઓથી બનેલી છે.ડિજિટલ પેમેન્ટ, ડિપોઝિટ અને લોન એ મુખ્ય છે. પેટીએમ, ગૂગલ પે, ફોન પે જેવી ડિજિટલ પેમેન્ટ કંપનીઓની જેમ ભાવનગરના આ દિકરાની કંપની પણ સમગ્ર દેશમાં 3 વર્ષ દરમિયાન સ્પર્ધામાં ટકી રહી છે અને પોતાની મહેનતના જોરે સફળતા પ્રાપ્ત કરી છે