પાટીદાર સમાજ અને શ્રી ઉમા બેંક દ્વારા 17મી જુલાઈના રોજ બેલગામમાં માતા-પિતાના વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ બેલગામ,શ્રી ઉમા સોસાયટી બેન્ક દ્વારા,વરસ 2021/22ની વાર્ષિક સામાન્ય સભા, તથા બેલગામ યુવા મંડળ
દ્વારા, માત્રુ – પિત્રુ વંદના કાર્યક્રમ નું આયોજન.

આજે તા.17/07/2022 ના રોજ સવાર ના 9 વાગે શ્રી ઉમા ક્રેડિટ સૌહાર્દ સહકારી નિયમિત, બેન્ક ની, 20 મી, વાર્ષીક સામાન્ય સભા, શ્રી પાટીદાર ભવન બેલગામ ખાતે રાખવામાં આવેલ. જેમાં સમગ્ર સમાજ ના સભ્યો તથા શેરહોલ્ડર એ સારી એવી સંખ્યામાં હાજરી આપેલ. સભા ની શરૂઆત કરતા પહેલા, સમાજ ના પૃમુખ શ્રી જેઠાભાઈ પોકાર, મહામંત્રી શ્રી રતનશીભાઈ હળપાણી, શ્રી ઉમા બેન્ક ના, ચેરમેન શ્રી બાબુભાઈ પોકાર, તથા સર્વે, ઉમા બેન્ક બોડૅ ઓફ ડાયરેક્ટર ને મંચસ્થ કરવામાં આવેલ. શ્રી ઉમા બેન્ક ના,વરસ,2021/22 ના હિસાબો, શ્રી જવેરીલાલ દિવાણી એ વિગતવાર વાંચી સંભળાવેલ. તથા શ્રી સમાજ ના પૃમુખ શ્રી જેઠાભાઈ પોકાર, મહામંત્રી શ્રી રતનશીભાઈ હળપાણી, એ પોતાના મંતવ્યો જણાવેલ, સભા નાં અંતમાં, ઉમા બેન્ક, ચેરમેન શ્રી બાબુભાઈ પોકારે,વરસ 2021/22 ના, શેરહોલ્ડર માટે,25% ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું, જે સૌ એ વધાવી લીધું. અને સભા પૂરી થયેલ જાહેર કરેલ. માઈક સંચાલન, શ્રી અશ્વિનભાઈ દિવાણી સંભાળેલ.
ત્યાર બાદ 10/30 વાગે, યુવા મંડળ દ્વારા, માત્રુ પિત્રુ વંદના નો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં સમાજના યજમાન પદે, વડિલ શ્રી નાનજીભાઈ, તથા માતાજી જેઠીબાઈ, મળી ને 38 માતાજી ઓ તથા વડીલો નું, મહારાજ શ્રી વિશાલ જોષી દ્વારા, શાસ્ત્રોક્ત વિધિ અનુસાર, માતાઓ અને વડિલોને,પોત પોતાના,પુત્ર નેં પુત્રવધૂ દ્વારા,પુજા અર્ચના કરવામાં આવેલ. શ્રી સમાજ ના માણસો એ સારી એવી સંખ્યામાં હાજરી આપી, કાર્યક્રમ ને માણ્યો હતો. તથા યુવા મંડળ દ્વારા, માતાઓ અને વડિલોને, યાદગીરી રૂપે, મોમેન્ટો આપેલ. ત્યાર બાદ, બપોર નું ભોજન,ઉમા બેન્ક દ્વારા રાખવામાં આવેલ. ભોજન બાદ,સૌ હળી મળીને છુટા પડ્યા. માત્રુ પિત્રુ વંદના કાર્યક્રમ નું માઈક સંચાલન શ્રી હર્ષા જીગ્નેશ હળપાણી, તથા મીનલ ભરત પોકાર સંભાળેલ….

પ્રતિશાદ આપો