શ્રી અ.ભા.ક.પા.યુવા સંઘ
નર્મદા કાઉન્સિલ
સરદાર પટેલ રીજીયન
વડોદરા વિભાગ
*હેલ્થ ચેકઅપ કેમ્પ*
જય લક્ષ્મીનારાયણ
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ, ન્યુ વીઆઇપી રોડ ખાતે દશેરાના દિવસે *ASHIRWAD HOSPITAL & ICU * Dr. Prakashbhai Rasadiyaના માર્ગદર્શન હેઠળ હેલ્થ ચેકઅપ કેમ્પ* નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હેલ્થ એન્ડ ડિઝાસ્ટર ના કન્વીનર દીપકભાઈ કાલરીયા અને યુવક મંડળના સહમંત્રી જીતુભાઈ કાલરીયા એ ટીમ સાથે હતા જેમાં દરેકનું બ્લડપ્રેસર અને સુગર ચેક કરવામાં આવ્યું હતું, સાથે સાથે જરૂર મુજબ અમુક સભ્યોનો ઇસીજી ટેસ્ટ અને બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો . સભ્યોએ પણ વિવિધ પ્રશ્નો પર માહિતી મેળવીને મૂંઝવણો દૂર કરી હતી. આ કેમ્પમાં સમાજના પુરુષો અને મહિલાઓ મળીને કુલ 86 જેટલા સભ્યોએ આ કેમ્પનો લાભ લીધો હતો.