પાટીદાર છોકરી મહેક પોકર મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર -19 ટીમમાં પસંદગી પામી

(થાણા)માં રહેતા કચ્છી કડવા
પાટીદાર સમાજના અને મૂળ મોટા રતડિયાના વિનોદ પોકારની પુત્રી
મહેક પોકાર જે હાલમાં થાણામાં મા વિદ્યાલયમાં એફ.વાય.જેસી કોમર્સમાં અભ્યાસ કરી રહી છે, જેની રાજકોટ ખાતે ૨૮મી સપ્ટેમ્બરથી યોજાનાર એક દિવસીય વૂમેન અન્ડર-૧૯ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે મુંબઇ ક્રિકેટ એસોસિએશનની ટીમમાં પસંદગી થઇ છે. પસંદગી સમિતિના ચેરમેન સંગીતા કરવાર તથા સભ્યો અર્પણા ચૌહાણ, સુષ્યા માધવી, શીતલ શકોરુ અને શ્રદ્ધા ચૌહાણ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મહેક બીજી વખત અન્ડર-૧૯ માટે પસંદગી પામી છે. આ અગાઉ ગુવાહાટી ખાતેની ટૂર્નામેન્ટમાં પણ પસંદગી મેળવી હતી. મહેક ઓપનિંગ બેટ્સ વૂમન તથા વિકેટ કીપરની ભૂમિકા નિભાવશે. કોચ પ્રતિશ ભોઇર, દર્શન ભોઇર, જયેશ કુલકર્ણી, અજિત કુલકર્ણી તથા દેવચંદભાઇ છાભૈયા, સુરેશભાઇ છાભૈયાએ તેને બિરદાવી હતી.

પ્રતિશાદ આપો