કચ્છ કડવા પાટીદારો ના ઇતિહાસ માં પહેલીવાર શાયદ ક. ક. પાટીદાર ની દીકરીએ એવરેસ્ટ ની બેસ કેમ્પ સુધી પહોંચી રેકોર્ડ સ્થાપ્યો છે.
આપડા માટે ગર્વની વાત છે કે આ દીકરી આપડા રામપર-સરવા ગામ ના ભીમજીભાઈ કાનજીભાઈ દિવાણી ની પૌત્રી અને ચંદનભાઈ ની પુત્રી પ્રિયા ચંદન દિવાણી હાલે નાગપુર રહે છે.
17 માર્ચ 2023 ના રોજ તે પ્રખ્યાત મોટિવટર સ્નેહ દેસાઈ ની ટીમ જોડે અમદાવાદ થઈ મુંબઇ અને ત્યાંથી નેપાલ ના કાઠમંડુ પહોંચ્યા.કાઠમંડુ થી બીજી એક નાની ફ્લાઈટ થી લૂકલા પહોંચી ત્યાંથી સતત 12 દિવસ 139 કિલોમીટર માઇનસ 17 ડિગ્રી માં ચાલી ને એવરેસ્ટ બેસ કેમ્પ પહોંચી હર્ષ ની સાથે ઈશ્વર ને ધન્યવાદ આપી સૌએ ઉત્સવ મનાવ્યો.
ત્યાર બાદ 31 માર્ચ ના સકુશલ ફરી લૂકલા થી કાઠમંડુ પહોંચ્યા અને કાઠમંડુ થી દિલ્લી થઈ અમદાવાદ પહોંચી પુરી ટીમ.
ધન્યવાદ એમના સાહસ ઉદમ અને ઉત્સાહ ને….