જય શ્રી ઉમિયા માં ….
જય શ્રી લક્ષ્મીનારાયણ…..
*શ્રી નખત્રાણા પાટીદાર યુવક મંડળની વાર્ષિક સામાન્ય સભા સ્નેહ મિલન સ્વરૂપે*
તારીખ 23/7/2023 રવિવાર ના સાંજે 6:30 કલાકે શ્રી રામદેવપીર મંદિર ,ચૈતન્ય સ્વરૂપ આશ્રમ, રામેશ્વર ખાતે રાખવામાં આવેલ છે. આ મિટિંગમાં મંડળના સર્વે સામાન્ય સભ્યોએ હાજરી આપવા અને રાત્રી ભોજન સાથે લેવાનું હાર્દિક આમંત્રણ છે.
મીટીંગ શરૂ કર્યા પહેલા મંડળની જે જગ્યા આશ્રમના પાછળના ભાગમાં આવેલી છે ત્યાં વૃક્ષારોપણ કરવાનું હોય સર્વે સભ્યોએ ખાસ હાજરી આપવાની છે
મુખ્ય એજન્ડા
1 – આવકાર સ્વાગત
2 – ગત મિનિટ્સ બુકનું વાંચન અને બહાલી
3- આવેલ પત્રોનું વાંચન
4 – વાર્ષિક હિસાબોની રજૂઆત અને બહાલી
5 – મંડળને લગતા અન્ય મુદ્દાઓ ઉપર ચર્ચા અને ખુલ્લો મંચ
6 – પ્રમુખ સ્થાનેથી રજૂઆત
7 – આભાર વિધિ
મીટીંગ પૂર્ણ થયે સર્વે સભ્યો સાથે ભોજન લઈશું.