નખત્રાણામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

નખત્રાણા કન્યા હાઈસ્કૂલ : -*

કરો યોગ .. રહો નિરોગ
યોગ દિવસે નખત્રાણા બન્યું યોગમય..
નખત્રાણા ખાતે એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ ઉજવાયો
નખત્રાણા ..
નખત્રાણા ખાતે 21 જૂન ના આઠમા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કુમારી td વેલાણી કન્યા હાઈસ્કૂલના પ્રાંગણમાં કરવામાં આવી હતી નખત્રાણા તાલુકા વહીવટી તંત્ર દ્વારા આઠમા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કુમારી td વેલાણી કન્યા હાઇસ્કુલ ના પટાંગણમાં કરવામાં આવી જેમાં મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવી યોગિક ક્રિયા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે બાય સેક ના માધ્યમથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ ભારતના વડાપ્રધાન શ્રી નું પ્રવચન નું લાઇવ કવરેટ નિહાળવા માં આવેલ હતો અને ત્યારબાદ મામલતદાર ભરતભાઈ દરજી સ્વાગત પ્રવચનમાં તાલુકાના તમામ નાગરિકોને આવકારો આપ્યો હતો તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઇ પટેલ દ્વારા યોગ દિવસ અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું અને યોગના ફાયદા ઓ જણાવ્યા હતા યોગના માસ્ટર ટ્રેનર દ્વારા યોગા કરાવ્યા હતા આ કાર્યક્રમમાં નખત્રાણા પી.આઈ બી એમ ચૌધરી હરીસિંહ રાઠોડ લાલજી રામાણી દિનેશ દંડક સહિત ના તેમજ મહાનુભાવો મંચસ્થ થયા હતા કાર્યક્રમને સફળ બનાવવા કુવારી td વેલાણી કન્યા હાઇસ્કુલ વિદ્યાર્થીઓ તેમજ કેવી હાઈસ્કૂલના વિદ્યાર્થી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સંચાલન મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરીના ના નાયબ મામલતદાર રાકેશભાઈ પટેલ, ભાવેશભાઈ ધનાણી, જખરા જઈભુવા, કિરણભાઈ જેપાર, પ્રકાશ વાડીયા, કર્યું હતું

પ્રતિશાદ આપો