ધવડા મોટા લક્ષ્મીનારાયણ મંદિરે રામનવમી નિમિત્તે ભજન અને કીર્તનનું આયોજન

ધાવડા મોટા

|| જય શ્રી રામ ||

આજે રામનવમી ના તહેવાર નિમિત્તે ધાવડા મોટા ના લક્ષ્મીનારાયણ મંદિર માં ભગવાન શ્રી રામ ની પૂજા અર્ચના કરવામાં આવી હતી આજની ભગવાન શ્રી રામ ની પૂજા શ્રી રતનશી રુડા પોકાર દંપતીના કરકમલો દ્રારા કરવામાં આવી હતી પુજા વિધિ મંદિર ના મહારાજ શ્રી એ તમામ ભક્તો ની હાજરી માં ધાર્મિક વિધિ કરાવી હતી
આ પ્રસંગે સ્થાનિક સમાજ ના ભજનીકો એ ભજન કીર્તન ની રમઝટ બોલાવી હતી સમાજ ના પ્રમુખ શ્રી એ મર્યાદા પુરુષોત્તમ રામ ના જીવનમાં થી આજનું યુવાધન કાંઈક શિખ લે અને સૌનો આદર કરતાં શિખે એવાત ઉપર ભાર મૂક્યો હતો બાર વાગ્યે ભગવાન ની આરતી કરવામાં આવી હતી અને પ્રસાદ લઈ સૌ છુટાં પડ્યાં હતાં…

|| જય શ્રી લક્ષ્મીનારાયણ ||

પ્રતિશાદ આપો