સંભારણાંરૂપી ગાર માટીનાં લીપણથી બનેલાં આરોગ્ય માટે ઉત્તમ. દેશી નળિયાંવાળાં મકાનો ધોમધખતા ઉનાળામાં કુદરતી ઠંડક આપે છે.
પરિવર્તન એ સંસારનો નિયમ છે, એ સમયે દેશી નળિયાંવાળાં મકાનો થી શોભતાં ગામડાઓમાં પણ વિકાસની હવા લાગતાં દેશી નળિયાંના બદલે ઠેરઠેર ધાબાવાળાં મકાનો અને બિલ્ડીંગો જોવા મળે છે. ગામડું પણ હવે શહેરી અનુકરણમાં ભળતું જાય છે. પરંતુ હજુ ઘણાં ગામડાઓમાં દેશી નળિયાંના છાપરાવાળાં મકાનો આજે પણ એ.સી.ની ગરજ સારી રહ્યાં
છે. કચ્છમાં ગામડાઓ પણ હવે હાઈટેક બની રહ્યા છે પરંતુ હજુ પણ ઘણાં ગામોમાં દેશી નળિયાંવાળાં મકાનો નજરે પડે છે. જે જુનવાણી પરંપરા હજુ સાચવીને બેઠાં છે અને પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરે છે.
સિમેન્ટ-કોંક્રિટથી છત ભરેલાં તેમજ વિલાયતી નળિયાંવાળાં મકાનોમાં ઉનાળાની ગરમી અને બળબળતી ‘લૂની ભારે અસર વર્તાય છે. જ્યારે દેશી નળિયાંવાળાં મકાનો ધોમધખતા ઉનાળામાં કુદરતી ઠંડક આપે છે, જેનાથી જિલ્લાના ઘણા ગ્રામ્ય વિસ્તારો માં દેશી નળિયાંવાળાં મકાનો નજરે પડે છે. જો કે દેશી નળિયાંવાળાં મકાનો દર વર્ષે સાફ કરવાં પડે છે. મતલબ નળિયાં સંચાળવાં પડે છે. સિમેન્ટ-કોંક્રિટથી બનેલા બંગલામાં એ.સી.-કૂલર વગર રહેવું મુશ્કેલીભર્યું હોય છે, ત્યારે દેશી નળિયાવાળાં મકાનોમાં પંખા કે એ.સી. વિના શિતળતા પ્રસરતી હોય છે. નવાઈની વાત તો એ છે કે શિયાળામાં દેશી નળિયાંવાળાં મકાનો,સુશોભીત બંગલાઓ વચ્ચે પણ હજુયે કેટલાંક ગામડાઓ એવા છે કે જ્યાં હજુ સુધી પુરાતન સંસ્કૃતિસભર સંભારણારૂપી ગાર-માટીનાં લીંપણથી બનાવેલાં એ મકાનો ખંડેર હાલતમાં ઊભાં છે. એક નળીયું અવળું એક સવળું આ અવળાં-સવળાં નળિયાંવાળાં મકાનો નખત્રાણા તાલુકાના નેત્રા (માતાજીના) આ ગામ ઉપરાંત અન્ય ગામોમાં પણ સંભારણાંરૂપે ખડેર હાલતમાં ઊભાં છે.
સંકલનઃ દિનેશભાઇ ડાયાણી, નખત્રાણા.