છત્તીસગઢમાં રાજનાદગાવ મધ્યે સર્વે ભાવિકજનો નો સંયુક્ત લક્ષ્મીનારાયણ સત્સંગ કેન્દ્ર
તા.18/6/23
સમય -4:00-5:00pm
સ્થાન_ શ્રી પાટીદાર ભવન
આજે અમારા સર્વે માટે ખૂબ જ હર્ષની વાત છે કે સમાજના સર્વે ભાઈ બહેનો યુવાનો વગેરેની સાથે સંયુક્ત સત્સંગ કેન્દ્ર ની પહેલ કરવામાં આવી ,
જેમાં સૌ પ્રથમ નારાયણ ઉપનીષદ નો પાઠ કરવા માં આવેલ, ત્યારબાદ છ. ગ. યુવાસંઘ ના ઉપપ્રમુખ પવનભાઈ દીવાણી દ્વારા શ્રીમદ્ ભગવદ ગીતા ઉપર નો યથાર્થ સાર ખુબજ સરલતા સમજાવવા મા આવેલ અને સરળ શેલી માં સમજાવવા માં આવેલ કે જીવન ની પ્રત્યેક સમસ્યાનું સમાધાન શ્રીમદ ભગવદ ગીતા માં મળશે, ત્યારબાદ
શ્રીમતી ભાવનાબેન ભાવાણી દ્વારા આધ્યાત્મિક જ્ઞાન સાથેની સમજ સાથે આપણા સનાતન ધર્મની નીવ કેટલી ઊંડી છે ,અને આપણા વડવાઓ તેને કેવી રીતે મજબૂતીથી પકડીને રાખી, તેવી જ રીતે આજે આપણને સનાતન ધર્મને કેવી રીતે સાચવવાનું છે, તેમની ખૂબ જ સચોટ પણે ઊંડી સમજ આપી, અંતે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની આરતી કરીને સત્સંગ પૂર્ણ કરવામાં આવ્યો.🙏🏻
સંયોજક_શ્રીમતી નર્મદાબેન દિવાણી