સાબરકાંઠાના રૂપાલકંપા ગામે ગુજરાતમાં
સૌપ્રથમ હળદરની કોન્ટેક્ટ ફાર્મિગ ખેતી પ્રોજેક્ટ
રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતરનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે ત્યારે ખેડૂતો અન્ય ચાલુ ખેતી પાકોમાં પરિવર્તન લાવી વધુ આવક અને ઊપજ આપતા બાગાયતી પાકો તરફ વળ્યા છે. સાબરકાંઠા જિલ્લાના તાલુકાના રૂપાલ કંપા ગામે યુવા પ્રગતિશીલ ખેડૂત ચંદ્રકાંતભાઈ પ્રેમજીભાઈ પટેલે ઇઝરાયેલ ટેકનોલોજી મુજબ ખેતી કરવા પ્રથમ
એ.એસ.એ ગ્રી. એન્ડ એક્તા એલ.એલ.પી.ની મુંબઈ સ્થિત કંપનીના સી.એમ.ડી. ડૉ. પ્રશાંત ઝડેનો સંપર્ક કરી હળદર | ખેતીપાકનું માર્ગદર્શન લઇ પોતાના ચાર એકરના ખેતરમાં આયુર્વેદિક ઔષધમાં સ્વાથ્ય વર્ધક માનવદવા અને સૌંદર્ય પ્રસાધનોની બનાવટના ઉપયોગમાં લેવાતી મસાલા પાક વર્ગની હળદર કંદમૂળની ખેતીને ઇઝરાયેલ ટેકનોલોજી મુજબ કોન્ટેકટ ફાર્મિગ ખેતી હેઠળ પોતાની ખેત જમીનમાં ગ્રીનહાઉસ ઊભું કરી
જમીનથી ઉપર સ્ટીલના સ્ટ્રક્ટર બનાવી ગેલ્વેનાઈઝ લાંબી ટ્રેસિસ્ટમમાં ફળદ્રુપ માટી નાખી હળદર પાકનું વાવેતર કરેલ છે. તાજેતરમાં સાબરકાંઠાના પ્રભારી | અને રાજ્યકક્ષાના સહકારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને સાબરકાંઠા જિલ્લાના ભાજપા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર તેમજ ખેડૂત અગ્રણી ધનરાજસિંહ રહેવર વગેરે રૂપાલકંપા ગામે હળદર | કોન્ટેકટ ફાર્મની મુલાકાત લઇ ખેડૂત દ્વારા હળદર ખેતી પાકમાં અપનાવેલ અધ્યતન ટેકનોલોજી નિહાળી પ્રભાવિત થયા હતા અને ખેડૂતોને ખેતીક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂત ચંદ્રકાંતભાઈ પટેલ, પ્રેમજીભાઈ પટેલ,પ્રહલાદભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ તથા રાજેશભાઈ પટેલે તેમણે અપનાવેલા આ અધતન ખેતી ટેકનોલોજી અંગે માહિતી આપતા જણાવેલ કે ગુજરાતમાં ખેતીક્ષેત્રે કોન્ટ્રકટ ફાર્મિંગ ખેતીનો આ પ્રથમ પ્રોજેક્ટ છે. આ હળદર ખેતીપાકની આધુનિક ઢબે ખેતી કરવામાં આવે તો એક એકર જમીનમાં ૫૦૦થી ૮00 ટન થી વધુ ઉત્પાદન ખેડૂત મેળવી શકે છે. ખેડૂતને એક એકરે રૂપિયા ત્રણથી સાડા ત્રણ કરોડન આવક મળી રહેતી હોય છે. આ હળદર ખેતી પાકનું વાવેતર મેં-જુલાઈ માસ દરમિયાન કરવામાં આવે
છે. નવ માસની આ ખેતીમાં પિયત પાણીની સૌથી વધુ બચત થાય છે. દવા અને ખાતરના નહીવત ખર્ચ સાથે ઉત્પાદન આપતી આ હળદર પાકની ખેતીમાં ઓછી ખેત જમીનમાં વધુ ઉત્પાદન અને આવક લઈ શકાય છે. ખેતરમાં એકવાર તૈયાર કરેલ ગ્રીનહાઉસના હેઠળ સળંગ ૨૪ વર્ષ સુધી પાકનું ઉત્પાદન લઈ શકાય છે. ગુજરાતમાં આ કંદમુળની
ગણાતી ખેતી માટે હવામાન અનુકુળ હોઈ ખેડૂતવર્ગ માટે આ આધુનિક ટેકનોલોજી દ્વારા થતી ખેતી ફાયદાકારક બની રહેશે. નવી ટેક્નોલોજી હેઠળ ખેતી કરતા ખેડૂતોને સરકારે સબસીડીનો લાભ આપી પ્રોત્સાહિત કરવા જોઈએ.