જય લક્ષ્મીનારાયણ
વિરાણી મોટી ગામ ના કલકત્તા (પશ્વિમ બંગાળ) માં વસ્તા ભાઈઓ નું પારિવારિક વાર્ષિક સ્નેમિલન ના. ૦૭/૦૧/૨૦૨૪ ના શ્રીરામપુર પાટીદાર સમાજ ની સમાજવાડી માં રાખવા માં આવેલ હતું. કુળ ૧૩ પરિવાર અને તેની કુળ જન સંખ્યા ૧૦૫ આવેલ હતાં. સવાર ના ૯.૦૦ કલાકે સર્વે આવ્યાં હતાં. સર્વે એક બીજાં ને મળ્યાં અને ચા પાણી કરી. ત્યાર બાદ સર્વે એક એક કરીને પોતાના પરિવાર નું પરિચય કરાવ્યું. ત્યાર બાદ સર્વે એક સાથે બેસી ને આપણા ગામ વિરાણી મોટી ની નવા જૂના ની ચર્ચા કરવા માં આવેલ ત્યાર બાદ નાના થી મોટા ની રમત ગમત નો આયોજન કરવામાં આવેલ હતું અને પછે બપોરના ૧.૦૦ વાગે સૌએ સાથે મળીને ભોજન લેવા માં આવેલ. ભોજન બાદ સૌએ એક બીજાં સાથે બેસી ને ગપ સપ કર્યા અને ૩.૦૦ વાગે ચા પી ને બધાંય છૂટા પડ્યાં. બધાંય ખુબજ આનંદ માણ્યો.
.