કોટડા જરોદર સમાજ, કોલકાતા દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું

જય લક્ષ્મીનારાયણ
કોટડા જડોદર સમાજ કલકત્તા નિવાસી નું સ્નેહમિલન 7/01/ 2024 ના રાખવામાં આવેલ હતું કાશી વિશ્વનાથ આમરા ઘાંચી કુલ સંખ્યા 196 આવેલ હતા સવારના નાસ્તો કર્યા બાદ નાના થી મોટાની રમત ગમતો નો આયોજન કરવામાં આવેલ હતું અને જે રમતગમતમાં વિજેતા થયા તેમને પુરસ્કાર આપવામાં આવેલ ત્યારબાદ સહુનો પરિચય વિધિ કરવામાં આવેલ. બપોરના 1.00pm વાગે સૌએ સાથે મળીને ભોજન લેવામાં આવ્યું ભોજન બાદ મીટીંગ રાખવામાં આવેલ. મિટિંગમાં પ્રમુખશ્રી રામજી પ્રેમજી લીંબાણી ઉપપ્રમુખ શ્રી શામજી ડાયાણી અને મહામંત્રી શ્રી શિવજી દેવસી દિવાળી હેઠે આપણા કોટડા ની નવાજૂની ચર્ચા કરવામાં આવેલ અને અન્ય મેમ્બરોએ પોત પોતાના વિચારો જણાવેલ ત્યારબાદ લકી ડ્રો નો વિક્રમ કરવામાં આવેલ કુલ 25 ઇનામો રાખેલ. લકી ડ્રોમાં બધાએ ખૂબ આનંદ માણ્યો ત્યારબાદ સાંજના ચા અને નાસ્તો રાખવામાં આવેલ હતો સવારથી સાંજ સુધીના આ કાર્યક્રમમાં સૌને ખૂબ આણંદ આવ્યો અને પાંચ વાગે બધા છૂટા પાડ્યા.
   

પ્રતિશાદ આપો