*શ્રી ક.ક.પા.સનાતન યુવક મંડળ મહુવા કરચેલિયા વાલોડ વિભાગ
*વાર્ષિક સામાન્ય સભા
ગત તારીખ 01/07/2023 ના રોજ પાટીદાર ફાર્મ મહુવા મુકામે શ્રી ક.ક.પા.યુ મંડળની વાર્ષિક સામાન્ય સભા પ્રમુખ હસમુખભાઈ પોકાર અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં યુવક મંડળના હોદ્દેદારો,સલાહકારશ્રીઓ અને યુવક સભ્યો હાજર રહ્યા હતા.
સૌ પ્રથમ સભાની શરૂઆત *સમુહ પ્રાર્થના,સ્થાન ગ્રહણ અને દિપ પ્રાગટયથી કરવામા આવેલ.
ત્યારબાદ પ્રમુખ હસમુખ ભાઈ
એ સભામાં ઉપસ્થિત સર્વે સભ્યોને શબ્દરૂપી પુષ્પો થી સ્વાગત કરેલ.
ત્યારબાદ મહામંત્રી હેમંત ભાઈ માવાણીએ વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૩ દરમિયાન વિવિધ સમિતિ દ્વારા થયેલ કાર્યો નો અહેવાલ સમિતિના સભ્યોને સાથે રાખી આપેલ .
ત્યારબાદ ખજાનચી મોહનભાઈ રૂદાણી દ્વારા ૩ વર્ષના આવક-જાવકના હિસાબોની રજૂઆત કરવામાં આવી જેને હાજર સભ્યોએ બહાલી આપી હતી.
ત્યારબાદ વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૩ ની ટર્મ પૂર્ણ થતી હોય અને આગામી વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ ની ટીમની રચના કરવા હેતુ સર્વ સંમતિથી પસંદગી સમિતિની રચના કરવામા આવેલ જેમા મંડળના સલાહકાર તરીકે કાર્યરત પરસોતમભાઈ રૂડાણી. હસમુખ ભાઈ પોકાર. હેમંત ભાઈ માવાણી.
ત્યારબાદ પ્રમુખ સ્થાનેથી રજુઆત કરતા હસમુખભાઈ પોકારએ સમગ્ર ટર્મ દરમિયાન મળેલ સહયોગ બદલ કારોબારી સભ્યો,સલાહકારશ્રીઓ અને યુવા મિત્રો તેમજ દરેક સમિતિના સભ્યોનો અંતઃકરણ પૂર્વક આભાર માની ધન્યવાદ પાઠવેલ અને પોતાની ટીમનો કાર્યકાળ પૂર્ણ થતો હોય તો જેનુ વિસર્જન કરી આગળની કાર્યવાહી પસંદગી સમિતિને સોંપવામા આવેલ…
ત્યારબાદ આગમી વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ ની ટર્મ માટે નવી કારોબારી ટીમ બનાવવા માટે પસંદગી સમિતિ દ્વારા હાજર સભ્યો માંથી નામ મંગાવવામાં આવેલ હતા.જેમાં નીચે મુજબના સભ્યોને આગામી વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ ની ટર્મ ની સુકાન સોંપવામા આવેલ હતી.
ટર્મ ૨૦૨૩-૨૫ ના નવનિયુક્ત હોદ્દેદારો
*પ્રમુખ -હેમંતભાઈ પ્રેમજીભાઈ માવાણી
*ઉપપ્રમુખ – ભરતભાઈ વિશ્રામભાઈ પોકાર
*મહામંત્રી – ભરતભાઈ નાનજીભાઈ માવાણી
*સહમંત્રી – રાકેશભાઈ ચંદુભાઈ ઉકાણી
*ખજાનચી -ચંદુભાઈ રામજીભાઈ રૂડાણી
*P R O – શાંતિલાલ વિરજીભાઈ માવાણી
સલાહકારશ્રીઓ*
*પરશોતમ ભાઈ રામજીભાઈ રૂડાણી
*હસમુખભાઈ કાંતિભાઈ પોકાર
*જગદીશ ભાઈ ભાણજીભાઈ માવાણી દ્વારા
*ઉપસ્થિત સર્વે સભ્યોએ નવી વરાયેલ કારોબારી ટીમને હષઁભેર વધાવી અને આગામી ટર્મ દરમિયાન સુંદર કાર્ય કરી યુવક મંડળને ગૌરવવંતુ બનાવશો એવી શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવેલ.*
અંતમા નવા વરાયેલ મહામંત્રી ભરતભાઈ માવાણી એ આભાર વિધિ કરી ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કરેલ અને ત્યારબાદ સૌ રાષ્ટ્રગાન કરી ભગવાન લક્ષ્મીનારાયણ તથા માં ઉમિયાનો જયઘોષ કરી છુટા પડેલ.