કચ્છમાં સાતમ આઠમ તૈયારી ઉચ્ચ સ્તરે

સાતમ – આઠમ….….

પાટીદાર ની સાતમ આઠમ એટલે વરસાદી માહોલ ની દિવાળી….

અત્યારે નાના મોટા પાટીદારો ના ગામોમાં ખુશીનો માહોલ છે આ વખતે બહાર વસતા આપણા પાટીદાર પરિવારો કચ્છ માં સાતમ આઠમના તહેવાર ઉજવવામાં માટે ખૂબ મોટી સંખ્યામાં કચ્છ માં આવી રહ્યા છે…

કચ્છ માં રહેતા પરિવારોમાં જન્માષ્ટમી ને લઈને બમણો જોષ દેખાઈ રહ્યો છે

સ્થાનિક યુવકો દ્વારા સ્વાગત માટે પાથરણા પથરાઈ રહ્યા છે

કચ્છ ના પાટીદારોના ગામો ગામ માં સાતમ-આઠમની અનેરી ઉજવણી માટે ફૂલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે

નખત્રાણા થી ભુજ તરફ નખત્રાણા થી છ કિલોમીટર માં આવેલું ધાવડા મોટા ગામ ની શેરીઓ તેમજ ગામના મુખ્ય ચોક ને લાઈટીંગ થી સ્થાનિક યુવકો દ્વારા સજાવાઈ રહું છે

આ વખતે પ્રથમ વર્ષાએ તળાવો અને ડેમો છલકાઈ જતાં ધરતીપુત્રો આનંદમાં હોતા તહેવાર માણવાની મજા જ કઈક અલગ રહેશે.

પ્રતિશાદ આપો