અષાઢી બીજે ગદાણી ખાતે પોકાર પરિવારનો જોગ યોજાશે

પોકાર પરિવાર જોગ..
ઘડાણી

શ્રી અખિલ ભારતીય અત્રિ ગોત્રિય પરબત બાપા પોકાર ઘડાણી પરિવાર દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘડાણી મુકામે સુરધનબાપા સ્થાનકે અષાઢી બીજ નિમિત્તે યોજાનાર કાર્યક્રમ..

કાર્યક્રમની રૂપરેખા :

તા. 06/07/2024 શનિવારે બપોરે 4:00 કલાકે પરિવારના સભ્યોની જાહેર સભા મળશે જેમાં વિવિધ ચડાવા તેમજ અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.. તેમજ પરિવારનું એક સભ્ય પરિવાર પૂજ્ય પરબત બાપા પરિવારને જમીનદાન આપવા માટે તૈયાર છે જે બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવશે,આ સમય દરમિયાન બાપાનો પ્રસાદ બનશે..
અષાઢી બીજ તા.07/07/2024 રવિવારે સવારે 8:00 કલાકે ધાર્મિક વિધિમાં બાપાના વાઘા, નાળિયેર તેમજ ધજા બદલવામાં આવશે ત્યારબાદ બાપાની મહા-આરતી-થાળ વિધિ પૂર્ણ કરી સમૂહ પ્રસાદ વિતરણ કરવામાં આવશે.. સવારે 9:30 કલાકે સંગીતના સથવારે દાંડીયારાસ..
11:00 કલાકે દાતાઓનું સન્માન..
11:30 કલાકે પરિવારની નિયાણીઓને પ્રસાદ જમાડી ભેટ આપવામાં આવશે..
ત્યારબાદ પરિવારના સર્વે સભ્યો મહેમાનો સાથે પ્રસાદ ગ્રહણ કરશે એ દરમિયાન પરિવાર ભેટ તેમજ નિયાણી ભેટ લેવાનું ચાલુ રહેશે..
આ વર્ષે સભા બહુ મહત્વની હોવાથી બહોળી સંખ્યામાં સમયસર હાજર રહેવા તમામ સભ્યોને આદરસહ નમ્ર વિનંતી

           ધન્યવાદ.... 

નિમંત્રક :
શ્રી અખિલ ભારતીય અત્રિ ગોત્રીય પરબતબાપા પોકાર પરિવાર..
ઘડાણી

સંપર્ક :
ચંદુભાઈ : 9879645450
રમેશભાઈ : 9825288065 બાબુભાઈ : 9974049412
મગનભાઈ : 9427760199

પ્રતિશાદ આપો