અમૃત મહોત્સવની ચર્ચા માટે કટરામાં બેઠક યોજાશે

શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ
નેત્રા – કચ્છ

🙏 જય લક્ષ્મીનારાયણ 🙏

આથી સર્વે સભ્યો ને જણાવતાં હર્ષ થાય છે કે સને ૨૦૨૪ ના શ્રાવણ માસે મંદિર ના અમૃત મહોત્સવ ની ઉજવણી કરવાનું ઠરાવેલ છે

આ અનુસંધાને અમૃત મહોત્સવ ને રંગે ચંગે ખુશખુશાલ વાતાવરણ માં ઉજવવા અને પ્રોગ્રામ ને આખરી ઓપ આપવા નેત્રા – કચ્છ ખાતે વિશેષ સામાન્ય સભા નું આયોજન ઉમા ભવન નેત્રા – કચ્છ ખાતે કરવામાં આવેલ છે

તારીખ ૧૬/૦૪/૨૦૨૩ કારોબારી સમિતિ • સલાહકારશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓ ની મીટિંગ બપોરે ૩:૦૦ કલાકે

તારીખ ૧૭/૦૪/૨૦૨૩
તારીખ ૧૮/૦૪/૨૦૨૩
ના રોજ સવારે ૯:૦૦ કલાકે વિશેષ સામાન્ય સભા

↪️
પ્રસંગ માટે ની રૂપરેખા
↪️
ચડાવા લેવા
↪️
નિયાણીઓને આપવા ની ભેટ નક્કી કરવી
↪️
નાણાંકીય આયોજન
↪️
આયોજન સમિતિ ની રચના
↪️
સભ્યો ના સુચનો વગેરે પ્રોગ્રામ ને આખરી ઓપ આપવાનો છે

ખાસ વિશેષ નોંધ


ચુલાદીઠ એક જવાબદાર સભ્ય એ ફરજિયાત હાજર રહેવાનું છે

આજુબાજુ વસતા આપણી સમાજ ના સભ્યો ને જાણ કરવા વિનંતિ

જે કાર્યકર ભાઇઓ એ નોખ મુજબ નિયાણી નું લીસ્ટ તૈયાર કરી સમાજ માં આપેલ છે
તેઓને વિનંતી છે કે તેઓ પોતાની નોખ ના ચુલા દીઠ આગામી મીટિંગ ની જાણ કરે

તારીખ ૧૬/૦૪/૨૦૨૩ થી જમણવાર ની વ્યવસ્થા કરેલ છે

એજ સહકાર ની આશા સહ આપના સેવક
પ્રમુખશ્રી
શ્રી મનુભાઈ ભાવાણી
અમદાવાદ
મહામંત્રીશ્રી
શ્રી દેવજીભાઈ નાકરાણી
નેત્રા – કચ્છ

સમસ્ત નેત્રા ગ્રામજનો ને જય ઉમિયા માતાજી અને જય લક્ષ્મીનારાયણ

પ્રતિશાદ આપો