અમારા વડીલોએ અમારા સનાતન ધર્મને ચરમસીમાએ લીધો

ઋણાનુબંધ કાર્યક્રમ

પરમપૂજય સંતશ્રી ઓધવરામજી મહારાજ ની પ્રેરણાથી અને આદરણીય વડીલ શ્રી રતનસી ખીમજી ખેતાણી ના અથાગ પ્રયત્ન થી આપણો સમાજ સતપંથ ધર્મના પિરાણા ની પક્કડ માંથી સનાતન ધર્મમાં લઈને આપણી સમાજને મુસ્લિમ ધર્મના બંધનથી છોડાવવામાં નારાયણ બાપા ની સાથે રતનસી બાપાએ અથાગ પ્રયત્ન કરેલ. તેની સાથે આપણા બીજા પણ વડીલોએ સાથ આપેલ.

વડીલોએ આપણી સમાજ માટે જે કરેલ છે એમનું ઋણ ચુકાવવાનું આપણાથી શકય નથી પણ બની શકે એટલા પ્રયત્ન આપણે કરીએ છીએ.

જુના લક્ષ્મી નારાયણ મંદિરમાં પાનમૂર્તિ ની સ્થાપના કારતક વિદ ૬ અને ઈ.સ. ૧૯૩૦ ના રોજ કરવામાં આવેલ.

પ્રતિશાદ આપો