શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, મુંબઇ ઝોનમાં ગૌરવ યાત્રાની સભાનું આયોજન નીચે લખેલ તારીખોના કરવામાં આવેલ છે. ૧) પ્રથમ સભા:- તા. ૫-૩-૨૦૨૩, રવિવાર, સવારે 9.00 કલાકે ,પાટીદાર વાડી ઘાટકોપર ખાતેરાખવામાં આવેલ છે સભા સંયોજક – શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ – ઘાટકોપર
૨) બીજી સભાનું આયોજન *તા. ૬-૩-૨૦૨૩, સોમવાર, સાંજે 4.30 કલાકે * પાટીદાર ભવન ડોમ્બિવલી ખાતેરાખવામાં આવેલ છે સભા સંયોજક – શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ – ડોમ્બિવલી
૩)ગૌરવ યાત્રાની ત્રીજી સભાનું આયોજન:- *તા. ૮-૩-૨૦૨૩, બુધવાર, સાંજે ૫.૦૦ કલાકે * પાટીદાર બેંકવેટ હોલ, થાણા ખાતેરાખવામાં આવેલ છે સભા સંયોજક – શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ – થાણા
૪) ગૌરવ યાત્રાની ચોથી સભાનું આયોજન તા. ૯-૩-૨૦૨૩, ગુરૂવારે, બપોર પછી ૪-oo કલાકે, પાટીદાર વાડી, બોરીવલી ખાતે રાખવામાં આવેલ છે. સભા સંયોજક:- શ્રી બોરીવલી પાટીદાર સમાજ.
૫)ગૌરવ યાત્રાની પાંચમી સભાનું આયોજન:- તા. ૯-૩-૨૦૨૩, ગુરૂવાર ના રાત્રે, ૮-૩૦ કલાકે રાખવામાં આવેલ છે. સ્થળ – હરિઓમ કૃપા નાલાસોપારા સંયોજક:- શ્રી વસઈ, વિરાર, નાલાસોપારા સનાતન સમાજ.
લી. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, મુંબઈ ઝોન, પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી 🙏🙏🙏
જય શ્રી લક્ષ્મીનારાયણ સાથે જાણવવાનું કે આગામી સમય માં શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ સનાતની અધિવેશન ( સનાતની શતાબ્દી મહોત્સવ) આગામી તા. 11 thi 14 મે 2023 નખત્રાણા ખાતે યોજાવા જઈ રહ્યો છે તે દરમિયાન યુવાસંગ દ્વારા GOLDEN JUBILEE YOUTH CARNIVAL નું આયોજન કરેલ છે જેની અંદર વિવિધ ગેમો નું આયોજન રાખેલ છે જેમાં
5.group dance (સમૂહ નૃત્ય) 6.prince & princess of KKPS 7.Best voice of KKPS (સંગીત) એમાં ટોટલ 7 સ્પર્ધાઓ નું આયોજન છે આ સ્પર્ધા માં જે કોઈ યુવા યુવતી ઓ એ ભાગ લેવો હોય તો પોતાના નું નામ ઉંમર સ્પર્ધા (ઉંમર મુજબ) મોબાઈલ નંબર
આજે વિથોણ વિસ્તાર ના અબોલા ની સારવાર માટે વિથોણ જીવદયા સમિતિ ધ્વારા ( જીવદયા રથ ) નું લોકાર્પણ આજ ના પાવનકારીમહાશિવરાત્રી ના પર્વ ના પાવન દિવસે કથાકાર એવાજગદીશભાઈ શાસ્ત્રીજી ( ચાવડકા વાળા ) ના વરદ હસ્તે જીવદયા રથ ને લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ભગવાન શિવ ની ભવ્ય શોભાયાત્રા ના ભક્તો મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો પણ આ સેવાકીય પ્રવૃત્તિ માં સહભાગી બન્યા વિથોણ જીવદયા સમિતિના પ્રમુખશ્રી – શાંતિલાલ નાયાણી ઉપ પ્રમુખશ્રી – કાંતિલાલ મિસ્ત્રી મંત્રી શ્રી – નરૂભા જાડેજા / દર્શન સોની ખજાનચી શ્રી – ભરતભાઈ લીંબાણી / હિતેશ દરજી તેમજ 15 સભ્યો એ જહેમત ઉઠાવી હતી
બાળસંસ્કાર, મહિલા કમિટી તરફથી જે બાળકો બાળસંસ્કાર કેન્દ્ર મા આવે છે તે સર્વે બાળકોના માતા – પિતા નું માતૃ – પિતૃ વંદન નો કાર્યક્રમ તા.૧૨/૨/૨૩ રવિવાર ના બપોર પછી ૪ઃ૩૦ વાગે સમાજવાડી મા રાખવા મા આવેલ તેમની ઝલક..
આગામી તારીખ 8/2/23 ના રોજ શ્રી અખીલ ભારતીય કરછ કડવા પાટીદાર વિદ્યાર્થી મંડળ – ભુજ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં આપ પધારી રક્તદાન કરો
*શ્રી નખત્રાણા પાટીદાર યુવક મંડળ આયોજીત સ્વ. રતનબેન શામજીભાઈ હરજીભાઈ ધનાણી યુવા ઓલમ્પિયાડ વર્ષ 2023 આગામી તારીખ 22 /01/ 2023 રવિવારે સવારે (7:45 ) થી આપણો યુવા ઓલમ્પિયાડ ની શુભ શરૂઆત કરવામાં આવશે ,તો નખત્રાણા ની સ્થાનિક પાટીદાર સમાજો, તેમજ યુવક મંડળો અને મહિલા મંડળ તથા આ આયોજનમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ ને સમયસર હાજરી આપવા માટે શ્રી નખત્રાણા પાટીદાર યુવક મંડળ હાર્દિક આમંત્રણ પાઠવે છે.*
નોંઘ: સ્થાનિક પાટીદાર સમાજના દરેક સભ્યો બપોરનું ભોજન સાથે લઈશુ
તારીખ 13/1/2023 કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ હરદા (M.P.) શનિવારનો દરવાજો દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની કડકડતી ઠંડીમાં ધાબળા વિતરણના કાર્યક્રમ માટે સમાજના ભાઈઓ સવારે 7 વાગે એકત્ર થયા હતા. . 700 ધાબળા, પુસ્તકો અને પેન, અનાજ જેવી જરૂરિયાતની વસ્તુઓ સાથે 11 ગાડીઓ આદિવાસી વિસ્તારોમાં વહેંચવા ગઈ હતી. સમાજના પ્રમુખ શ્રી વિનેશભાઈ સોમજીયાણી, મંત્રી શ્રી રવિલાલ ભગત અને સમાજના કારોબારી સભ્યો દ્વારા વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સૌપ્રથમ તેમાગાંવની એક ગૌશાળામાં વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ નાના બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું. બોથીના બીજા ગામમાં ધાબળા અને પુસ્તકો, પેન. વન વિભાગની મદદથી ગાડીઓને જંગલમાંથી આગળના ગામમાં લઈ જવામાં આવી હતી. તે પછી, તેઓ મન્નાસા, રાવરી, ડોગ, જાવર્દા, મુર્ગી છોટી ગામોમાં જઈને પુસ્તકો અને પેનનું વિતરણ કર્યું. કામ પૂરું કરીને તેઓ હરદા ગયા. મકરસંક્રાંતિના દિવસે તેઓ નર્મદા કિનારે જઈને સમાજના જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરતા હતા, આ પ્રકારનું ધાર્મિક કાર્ય સતત કરતા રહે છે.
*આજરોજ ૨૫ ડિસેમ્બર નાં દિવસે શ્રી લક્ષ્મીનારાયણ બાળ સંસ્કાર કેન્દ્ર દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું.* *લક્ષ્મીનારાયણ ની આરતી અને રાષ્ટ્રીય ગીત બોલવા માં* *આવ્યું.આજે તુલસી પુજા હોવાથી બાળકો અને .સંચાલકો દ્વારા તુલસી માં નાં છોડનું વાવેતર કરવામાં આવ્યું.પછી આનંદ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો.*
સમાજ ની સૌ બહેનોએ મેળામાં હાજરી આપી બાળકો નો ઉત્સાહ વધાર્યો