આથી સર્વે સભ્યો ને જણાવતાં હર્ષ થાય છે કે સને ૨૦૨૪ ના શ્રાવણ માસે મંદિર ના અમૃત મહોત્સવ ની ઉજવણી કરવાનું ઠરાવેલ છે
આ અનુસંધાને અમૃત મહોત્સવ ને રંગે ચંગે ખુશખુશાલ વાતાવરણ માં ઉજવવા અને પ્રોગ્રામ ને આખરી ઓપ આપવા નેત્રા – કચ્છ ખાતે વિશેષ સામાન્ય સભા નું આયોજન ઉમા ભવન નેત્રા – કચ્છ ખાતે કરવામાં આવેલ છે
તારીખ૧૬/૦૪/૨૦૨૩કારોબારી સમિતિ • સલાહકારશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓ ની મીટિંગ બપોરે ૩:૦૦ કલાકે
તારીખ૧૭/૦૪/૨૦૨૩ તારીખ૧૮/૦૪/૨૦૨૩ ના રોજ સવારે ૯:૦૦ કલાકે વિશેષ સામાન્ય સભા
↪️ ૧ પ્રસંગ માટે ની રૂપરેખા ↪️ ૨ ચડાવા લેવા ↪️ ૩ નિયાણીઓને આપવા ની ભેટ નક્કી કરવી ↪️ ૪ નાણાંકીય આયોજન ↪️ ૫ આયોજન સમિતિ ની રચના ↪️ ૬ સભ્યો ના સુચનો વગેરે પ્રોગ્રામ ને આખરી ઓપ આપવાનો છે
ખાસ વિશેષ નોંધ
૧ ચુલાદીઠ એક જવાબદાર સભ્ય એ ફરજિયાત હાજર રહેવાનું છે ૨ આજુબાજુ વસતા આપણી સમાજ ના સભ્યો ને જાણ કરવા વિનંતિ ૩ જે કાર્યકર ભાઇઓ એ નોખ મુજબ નિયાણી નું લીસ્ટ તૈયાર કરી સમાજ માં આપેલ છે તેઓને વિનંતી છે કે તેઓ પોતાની નોખ ના ચુલા દીઠ આગામી મીટિંગ ની જાણ કરે ૪ તારીખ૧૬/૦૪/૨૦૨૩થી જમણવાર ની વ્યવસ્થા કરેલ છે
એજ સહકાર ની આશા સહ આપના સેવક પ્રમુખશ્રી શ્રી મનુભાઈ ભાવાણી અમદાવાદ મહામંત્રીશ્રી શ્રી દેવજીભાઈ નાકરાણી નેત્રા – કચ્છ
સમસ્ત નેત્રા ગ્રામજનો ને જય ઉમિયા માતાજી અને જય લક્ષ્મીનારાયણ
કોટડા જડોદર (તા-નખત્રાણા) ખાતે આગામી તારીખ 22/04/2023 થી શ્રી ત્રિકમ સાહેબ મંદિર, સિંહ ટેકરી મધ્યે શરૂ થનાર પૂજ્ય શ્રી મોરારીબાપુના વ્યાસપીઠે રામકથાના આયોજન માટેની પૂર્વ તૈયારીઓ સંદર્ભે કોટડા તાલુકા પંચાયત સીટમાં આવતા ગામોની અગત્ય બેઠક યોજવામાં આવી આ બેઠકમાં કથાના મુખ્ય યજમાન શ્રી વિનોદભાઈ ચાવડા (સાંસદશ્રી કચ્છ) ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા. પુજય સુરેશદાસબાપુ રવીભાણ આશ્રમ રામજીમંદિર વિરાણી મોટી.રામજી ભાઇ નાકરાણી.ભરતભાઇ સોમજીયાણી.નારણબાપા માનાણી.તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
તારીખ 09.04.23 ને રવિવારના ઉડપી સમાજ ની સામાન્ય સભા મળી હતી તેમાં અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી પણ મહત્વ ના બે કુ રિવાજો ઉપર ગંભીર વિચાર વિમર્શ બાદ ત્રણેય પાંખ સાથે મળીને એક નિર્ણય ઉપર આવ્યા કે હવેથી આપણી સમાજ નો દિકરો કે દિકરી લગ્ન પહેલાં પ્રિ – વેડિંગ સુટીંગ કરશે નહીં અને કરાવશે પણ નહીં પ્રિ વેડિંગ સુટીંગ માટે દિકરી ને મૂકશે નહીં અને જમાઈ ને તેડાવશે નહીં આવો નિયમ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. અને બીજો નિયમ આપણી સમાજ નો દિકરો માંડવામાં તથા લગ્ન મંડપમાં દાઢી વગરનો હોવો જોઈએ અને જમાઈ આપણી સમાજ મા જાન લઈ આવે ત્યારે લગ્ન મંડપમાં દાઢી વગર નો હોવો જોઈએ એક દિવસ વરરાજા લગ્ન મંડપ પૂરતો કડક નિયમ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો અને આનું ઉલ્લંઘન કરનાર પરિવાર ઉપર સમાજ કાંઈ પણ પગલાં લઈ શકે છે માટે આપણે સૌએ ધ્યાન રાખવું છે અને નિયમનું પાલન કરવાનું છે
આ બે કુ રિવાજો ને અમારી ઉડપી સમાજે આના ઉપર પ્રતિબંધ લગાવ્યો છે
કચ્છ કડવા પાટીદારો ના ઇતિહાસ માં પહેલીવાર શાયદ ક. ક. પાટીદાર ની દીકરીએ એવરેસ્ટ ની બેસ કેમ્પ સુધી પહોંચી રેકોર્ડ સ્થાપ્યો છે. આપડા માટે ગર્વની વાત છે કે આ દીકરી આપડા રામપર-સરવા ગામ ના ભીમજીભાઈ કાનજીભાઈ દિવાણી ની પૌત્રી અને ચંદનભાઈ ની પુત્રી પ્રિયાચંદન દિવાણી હાલે નાગપુર રહે છે. 17 માર્ચ 2023 ના રોજ તે પ્રખ્યાત મોટિવટર સ્નેહ દેસાઈ ની ટીમ જોડે અમદાવાદ થઈ મુંબઇ અને ત્યાંથી નેપાલ ના કાઠમંડુ પહોંચ્યા.કાઠમંડુ થી બીજી એક નાની ફ્લાઈટ થી લૂકલા પહોંચી ત્યાંથી સતત 12 દિવસ 139 કિલોમીટર માઇનસ 17 ડિગ્રી માં ચાલી ને એવરેસ્ટ બેસ કેમ્પ પહોંચી હર્ષ ની સાથે ઈશ્વર ને ધન્યવાદ આપી સૌએ ઉત્સવ મનાવ્યો. ત્યાર બાદ 31 માર્ચ ના સકુશલ ફરી લૂકલા થી કાઠમંડુ પહોંચ્યા અને કાઠમંડુ થી દિલ્લી થઈ અમદાવાદ પહોંચી પુરી ટીમ. ધન્યવાદ એમના સાહસ ઉદમ અને ઉત્સાહ ને….
રામનવમીની ઉજવણી દરમિયાન મંદિરમાં કૂવાના ઢાંકણનો ફ્લોર ડૂબી જવાથી ઈન્દોરમાં અમારા સમુદાયના 11 લોકોના મોત થયા છે. આ ઘટના શહેરના સ્નેહ નગર વિસ્તારમાં આવેલા શ્રી બેલેશ્વર મંદિરમાં બની હતી. ઉમિયા માતાજીને પ્રાર્થના કે સૌના આત્માને શાંતિ મળે અને ભગવાન તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
આજે રામનવમી ના તહેવાર નિમિત્તે ધાવડા મોટા ના લક્ષ્મીનારાયણ મંદિર માં ભગવાન શ્રી રામ ની પૂજા અર્ચના કરવામાં આવી હતી આજની ભગવાન શ્રી રામ ની પૂજા શ્રી રતનશી રુડા પોકાર દંપતીના કરકમલો દ્રારા કરવામાં આવી હતી પુજા વિધિ મંદિર ના મહારાજ શ્રી એ તમામ ભક્તો ની હાજરી માં ધાર્મિક વિધિ કરાવી હતી આ પ્રસંગે સ્થાનિક સમાજ ના ભજનીકો એ ભજન કીર્તન ની રમઝટ બોલાવી હતી સમાજ ના પ્રમુખ શ્રી એ મર્યાદા પુરુષોત્તમ રામ ના જીવનમાં થી આજનું યુવાધન કાંઈક શિખ લે અને સૌનો આદર કરતાં શિખે એવાત ઉપર ભાર મૂક્યો હતો બાર વાગ્યે ભગવાન ની આરતી કરવામાં આવી હતી અને પ્રસાદ લઈ સૌ છુટાં પડ્યાં હતાં…
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજયુવાસંઘ મહિલા સંઘ
વિષય: સનત શતાબ્દી મહોત્સવમાં મહેમાનોની રહેવાની સુવિધા માટે નોંધણીની બાબત.
શ્રી અખિલ ભારતીય કે.કે.પી.એ. સમાજ 11 થી 14 મે 2023 દરમિયાન સનતની ઓળખનો તહેવાર ભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યો છે.
સનાતના ઐતિહાસિક ત્રિવિધ પર્વમાં સનાતનની જ્ઞાતિ ગંગા મંદિરે કચ્છના નખત્રાણા ખાતે પરિવાર સાથે પધારવા સનાતની ગૌરવ યાત્રા વેલા પત્રિકા દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.
ઉત્સવ દરમિયાન જ્ઞાતિજનોને રહેવા માટે “અતિથિ દેવો ભવ:” ના આતિથ્ય ખર્ચ સાથે “આવાસ લિંક” માં નોંધણી કરાવવી ફરજિયાત છે.
ખાસ નોંધ : નખત્રાણાથી 10 થી 15 કિ.મી.ના અંતરે રહેતા જ્ઞાતિના લોકોએ વતનમાં પોતાના ઘરે જ રહેવું જોઈએ જેથી જે જ્ઞાતિના લોકો વતન નથી તેઓ આ અતિથિ દેવો ભવ પદ્ધતિનો વધુ લાભ મેળવી શકે.
જય માં ઉમિયા અમૃત મહોત્સવ – વાંઢાય વાંઢાય અમૃત મહોત્સવ નિમિતે આમંત્રણ પત્રિકા ઉમિયામાનો રથ મુન્દ્રા મધ્યે આવી પહોંચ્યો. તેમાં મુન્દ્રા પાટીદાર સનાતન સમાજે બહોળી સંખ્યા સમાજના સૌ લોકો એ ભવ્ય સ્વાગત કર્યું, તેમજ ઉમિયા માની આરતી કરવામાં આવી અને તેમાં અલગ અલગ ઉછામણિ દાતાઓ દ્વારા આ અમૃત મહોત્સવ નિમિત કરવામાં આવી
*શ્રી પશ્વિમ કરછ ઝોન સમાજ/મહિલાસંઘ/યુવાસંઘ કરછ રિજીયન* ના સંયુક્ત ઉપક્રમે સનાતની શતાબ્દી મહોત્સવ અંતર્ગત સંપર્ક યાત્રા *તા :-02/03/23ના* રોજ કોટડા (જ.) ખાતે રાખવામાં આવેલ.આ સંપર્ક યાત્રા માં *કોટડા (જ.) પાટીદાર સમાજ/મથલ પાટીદાર સમાજ* ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
આજની સંપર્ક યાત્રા માં સૌ મહેમાનોને સ્થાન ગ્રહણ કોટડા (જ.) સમાજ ના *મંત્રીશ્રી શાંતિલાલ નાકરાણી* દ્વારા કરવામાં આવેલ.
આજની આ સંપર્ક યાત્રા માં સ્વાગત પ્રવચન *ઝોનના ઉપપ્રમુખશ્રી/ કોટડા(જ.) સમાજ મંત્રીશ્રી કિશોરભાઈ નાયાણી* દ્વારા કરવામાં આવેલ.
આજની સંપર્ક યાત્રા નો મુખ્ય ઉદ્દેશ *ઝોનના પ્રવક્તાશ્રી શાંતિલાલ* નાકરાણી દ્વારા આપવામાં આવેલ.
સનાતની શતાબ્દી મહોત્સવ અંતર્ગત સ્વયં સેવક વ્યવસ્થાપણ ની સંપૂર્ણ માહિતી કરછ રિજીયન *ઉપપ્રમુખશ્રી હસમુખભાઈ નાકરાણી* દ્વારા આપવામાં આવેલ.
અતિ થી દેવો ભવ: ની સંપૂર્ણ માહિતી *કન્વીનરશ્રી લધારામભાઈ લિંબાણી* દ્વારા આપતા જણાવેલ કે મહોત્સવ દરમિયાન આવનાર મહેમાનોનું આપણા ઘરમાં અતિ થી દેવો ભવ: તરીકે વ્યવસ્થા થાય તે પર ભાર મુકતા નમ્ર વિનંતી કરવામાં આવેલ.
ઉતારા વ્યવસ્થા ની માહિતી *કન્વીનરશ્રી મંગલભાઈ કેશરાણી* દ્વારા આપવામાં આવેલ.
સનાતની ગૌરવ યાત્રા/ સ્વયં સેવક (સનાતની સૈનિક) તેમજ સનાતની શતાબ્દી મહોત્સવ ની સંપૂર્ણ માહિતી *ઝોનના મહામંત્રીશ્રી છગનભાઇ ધનાણી* દ્વારા આપવામાં આવેલ.આ મહોત્સવ ની દરેક સમિતિમાં સમપર્ણની ભાવનાથી જોડાઈ ને મહોત્સવ ને ભવ્યતિભવ્ય બનાવવા આહ્ર્વાન કરેલ
કેન્દ્રીય સમાજ ના ઉપપ્રમુખશ્રી/ કોટડા (જ.) સમાજ ના ઉપપ્રમુખશ્રી રાજેશભાઈ દિવાણી સનાતની શતાબ્દી મહોત્સવ માં તન.મન ધન થી સહયોગ આપવા અપીલ કરેલ. કોટડા (જ.) લક્ષ્મીનારાયણ સમાજ ના પ્રમુખશ્રી લખમશીભાઈ છાભૈયા સનાતની શતાબ્દી મહોત્સવ દરમિયાન અતિ થી દેવો ભવ: માં આવનાર મહેમાન ને અમારુ ગામ સનાતની તીલક દ્વારા આવકારવામા આવશે.તેમજ મહોત્સવ માં સહયોગ આપવા અપીલ કરેલ. કોટડા (જ.) પાટીદાર યુવક મંડળ ના મહામંત્રીશ્રી મનિષકુમાર ભગત સનાતની શતાબ્દી મહોત્સવ ના આયોજન તેમજ વિવિધ સમિતી ઓની કામગીરી માં અમારા યુવક મંડળ નો સંપુર્ણ સહયોગ રહેશે તેવો ભાવ વ્યક્ત કરેલ કોટડા (જ.) પાટીદાર મહિલા મંડળ પ્રમુખશ્રી શાન્તાબેન નાયાણી જણાવેલ કે અતિ થી દેવો ભવ: તેમજ વિવિધ સમિતીમાં અમારો સહયોગ રહેશે. મથલ પાટીદાર સમાજ મંત્રીશ્રી અંબાલાલ પારસીયા સનાતની શતાબ્દી મહોત્સવ સંપુર્ણ સહયોગ આપવા જણાવેલ. મથલ પાટીદાર મહિલા મંડળ ના પ્રમુખશ્રી મણીબેન ભાવાણી સનાતની શતાબ્દી મહોત્સવ સંપુર્ણ સહયોગ આપવા જણાવેલ. આજની સભાનું સંચાલન ઝોનના મંત્રીશ્રી નરશીભાઈ પોકાર દ્વારા કરવામાં આવેલ. આજની સભાની આભાર વિધિ ઝોનના ઉપપ્રમુખશ્રી કિશોરભાઈ નાયાણી દ્વારા કરવામાં આવેલ.
આજની આ સંપર્ક યાત્રા માં પશ્વિમ કરછ ઝોન સમાજ/યુવાસંઘ ના હોદ્દેદારો તેમજ કોટડા (જ.) સમાજ / મથલ સમાજ/ યુવક મંડળ/મહિલા મંડળ ના હોદ્દેદારો, સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા