ધવડા મોટા પાટીદાર યુવક મંડળ અને મહિલા મંડળે સનાતન શતાબ્દી કાર્યક્રમ માટે પોતાની સેવા આપી

ધાવડા મોટા

સનાતની શતાબ્દી મહોત્સવ

ધાવડા મોટા પાટીદાર યુવક મંડળ એવમ મહિલા મંડળ ના સનાતની સૈનિકો..

મિત્રો વિગતવાર અહેવાલ આપુ તો આપડા ગામ ની મહોત્સવમાં જવાબદારી એ હતી કે ભોજનાલયમાં બધાં જ કાઉન્ટર પર ગણતરી કરીને ડીશ,વાટકી,અને ચમચી પૂરી પાડવી અને જમણવાર એક ટાઈમ નો પૂરો થયા બાદ બધા જ કાઉન્ટર પર કેટલી ડીસ વધી છે તેની ગણતરી કરીને મુખ્ય સમિતિ ને આપવી અને આ ગણતરી પરથી નક્કી થાય કે ક્યાં દિવસે કેટલા લોકોએ મહાપ્રસાદ નો લાભ લીધો છે.
મિત્રો ખુબજ ઉત્સાહ અને જવાબદારી થી યુવક મંડળ અને મહિલા મંડળે ચાર દિવસ કોઈ ફરીયાદ વગર સુચારુ રીતે સરસ રીતે કામ પાડીયું હતું અને સાથે આપડા યુવક મંડળ ના 2સભ્યો કેશ કાઉન્ટર ની જવાબદારી માં પણ જોડાયેલા હતા…

|| જય શ્રી લક્ષ્મીનારાયણ ||
|| જય સનાતન ||

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમની યાદી 10મી મે

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ
સનાતનનો શતાબ્દી મહોત્સવ – 2023
નખત્રાણા કચ્છ

10/05/2023 ના આખા દિવસના કાર્યક્રમની યાદી મોકલવામાં આવી છે જેમાં સનતના જ્ઞાતિજનોનું શ્રીસમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવે છે, સમગ્ર ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો સવારે 10 વાગ્યાથી ઉપસ્થિત રહે અને ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લે તેવી અપેક્ષા છે, જય સનાતન*

નખત્રાણામાં ચાલી રહેલા સનાતની શતાબ્દી મહોત્સવની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી

સનાતની શતાબ્દી મહોત્સવની દિવસીય ચહલ પહલ..

પાટીદાર સંસદ ભવન (બોર્ડિંગ ) નખત્રાણા મધ્યે સનાતની શતાબ્દી મહોત્સવ ના ચેરમેન શ્રી ગોપાલભાઈ ભાવાણીના અધ્યક્ષ સ્થાનેથી 40પ્લસ સમિતિના કાર્ય અંગેની સમીક્ષા મિટિંગ હાલ ચાલી રહી છે. દરેક સમિતિના કન્વીનર, સહ – કન્વીનર, સમિતિ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિતી જોવા મળી રહી છે.. ભારત ભર માંથી પધારેલ શ્રી સમાજ , ઝોન સમાજ અને યુવાસંઘના કર્ણધારોની પણ મોટી હાજરી સમીક્ષા મિટિંગમાં જોવા મળી રહી છે.

સનાતની શતાબ્દી મહોત્સવની આગોતરા અત્યાર સુધીના *કાર્ય અંગેના રિપોર્ટ* દરેક સમિતિ રજૂ કરી રહી છે..

..

આગામી શતાબ્દી મહોત્સવની ચર્ચા માટે નખત્રાણામાં ચારેય યુવક મંડળની બેઠક મળી હતી.

 

શ્રી નખત્રાણા પાટીદાર સમાજના ચારેય યુવક મંડળની સંયુક્ત જનરલ મીટીંગ (સામાન્ય સભા) આજ રોજ તારીખ 2/5/2023 મંગળવારે રાત્રે 9:30 વાગ્યે “શ્રી પાટીદાર કન્યા છાત્રાલય ” , બસ સ્ટેશન પાછળ રાખેલ છે.*
આ મિટિંગમાં નખત્રાણા ની ચારે સમાજના યુવક મંડળના સર્વે સભ્યોને ખાસ ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી છે.

એજન્ડા:-
આગામી સનાતનની શતાબ્દી મહોત્સવ ની કામગીરીની માહિતી અને આયોજનની ચર્ચા....

સ્થળ: શ્રી પાટીદાર કન્યા છાત્રાલય
સમય : રાત્રે 9:30 વાગ્યે

🙏🏻🙏🏻🙏🏻🙏🏻

સતપંથ વિચારધારાને અનુસરતા નાના અંગિયાના પરિવારો સનાતનમાં જોડાયા

જય લક્ષ્મીનારાયણ


નાના અંગીયા લક્ષ્મીનારાયણ સનાતન સમાજ માં પ્રવેશ આપાયો
(૧)રતનશીભાઈ જેઠાભાઈ રૂડાણી
(૨)કાન્તિલાલ માવજીભાઈ રૂડાણી
(૩)પરસોત્તમ અરજણ વાલજીયાણી
સતપંથ સમાજનું સભ્ય પદ ધરાવતા આ ત્રણ પરિવાર સતપંથ વિચારધારા છોડી સનાતની વિચારધાર માં જોડાવા અંગે ની સપતવિધિ મંદિરના પૂજારી કૌશિક મારાજ દ્વારા લેવડવામાં આવેલ જેમાં પરિવાર ના દરેક સભ્યો સાથે સ્થાનિક સમાજ ના પ્રમુખશ્રી નવીનભાઈ પારશિયા,ઉપપ્રમુખ મણીભાઈ મેઘાણી,મહામંત્રી નરશીભાઈ પોકાર, ખજાનચી ચંદુભાઈ ચોપડા,નાગપુર વિભાગ ના પ્રમુખશ્રી નરશીભાઈ પારશિયા, યુવામંડળ મંત્રી હિતેશભાઈ મેઘાણી,મંત્રી ખીમજીભાઈ પારશિયા, સાથે છગનભાઈ પારશિયા,છગનભાઈ કેશરાણી,હંસરાજભાઈ કેશરાણી,હિતેશભાઈ. મેઘાણી,મોહનભાઇ પુંજાણી,ઈશ્વરભાઈ વાલજીયાની,દિનેશભાઈ કેશરાણી,ધીરજભાઇ કેશરાણી,મહિલા મંડળ ના ઉપપ્રમુખ ઉર્મિલાબેન ચોપડા,મહામંત્રી સંગીતાબેન મેઘાણી,મંત્રી ભગવતીબેન પારશિયા તેમજ અન્ય સદસ્યો ઉપસ્થિત રહેલ….

મથલમાં નવી હોસ્પિટલ માટે ડોક્ટરની જરૂર છે

*ડોકટર ની જરુર છે…*..

*જણાવવાનું કે કચ્છમાં મથલ ગૌશાળામાં* માણસોનું દવાખાનુ *ચાલુ કરવું છે.* તેમાટે યોગ્ય *ડોકટર* ની જરુર છે. તો મહેરબાની કરીને ઈચ્છુક ડૉકટરે સંપર્ક કરવો..

 *સંપર્ક મોબાઈલ નં.;-* 9820402242, 

9822026321.

કડોદરા દ્વારા 23/04/2023 ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે

સ્થળ – પાટીદાર ભવન – કડોદરા
તા.૨૩/૦૪/૨૦૨૩, રવિવાર
સમય : સવારે ૮:૦૦ થી ૨:૦૦

શ્રી ઉમિયા માતાજી મંદિર દ્વારા પસાર કરાયેલ ઉપયોગી (સામાજિક પરિવર્તન બંધારણ) ઠરાવો

કડવા પાટીદારોના દેખાદેખીમાં કરવામાં આવતા ખોટા અને મસમોટા બીનજરુરી ખર્ચાઓમાં કંઈક અંશે સ્વૈચ્છિક અંકુશ મુકવા શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસર, લીલીયા તથા અમરેલી જીલ્લા કડવા પાટીદાર સમિતિ દ્વારા કરવામાં આવેલા ઉપયોગી (સામાજિક પરિવર્તન બંધારણ) ઠરાવો🙏🏽

શ્રી મુરારી બાપુ દ્વારા રામ કથાની ચર્ચા માટે વિથોણમાં 16મી એપ્રિલે બેઠક યોજાશે

22-4-2023 થી 30-4-2023 દરમિયાન શ્રી ત્રિકમ સાહેબ મંદિર મધ્યે મોરારીબાપુની રામકથા યોજાશે
એક મહત્વની મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે જેમાં તમામ સમાજના આગેવાનો, સામાજીક સંસ્થાઓ, ગરબી મંડળો, ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.
આ બેઠકમાં કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે.
તો તમામ ધર્મપ્રેમી ભાઈ-બહેનોને હાજર રહેવા વિનંતી છે.

તા. 16-4-2023, રવિવાર સાંજે 5-00 વાગ્યે.
*સ્થળ:
શ્રી પાટીદાર સમાજવાડી
બસ સ્ટેશન પાસે, મ્યુ. પી.ઓ. વિથોણ, નખત્રાણા-કચ્છ.