નખત્રાણા પાટીદાર યુવક મંડળ દ્વારા સ્નેહ મિલન યોજાશે

જય શ્રી ઉમિયા માં ….
જય શ્રી લક્ષ્મીનારાયણ…..

 *શ્રી નખત્રાણા પાટીદાર યુવક મંડળની વાર્ષિક સામાન્ય સભા સ્નેહ મિલન સ્વરૂપે*

તારીખ 23/7/2023 રવિવાર ના સાંજે 6:30 કલાકે શ્રી રામદેવપીર મંદિર ,ચૈતન્ય સ્વરૂપ આશ્રમ, રામેશ્વર ખાતે રાખવામાં આવેલ છે. આ મિટિંગમાં મંડળના સર્વે સામાન્ય સભ્યોએ હાજરી આપવા અને રાત્રી ભોજન સાથે લેવાનું હાર્દિક આમંત્રણ છે.

મીટીંગ શરૂ કર્યા પહેલા મંડળની જે જગ્યા આશ્રમના પાછળના ભાગમાં આવેલી છે ત્યાં વૃક્ષારોપણ કરવાનું હોય સર્વે સભ્યોએ ખાસ હાજરી આપવાની છે

મુખ્ય એજન્ડા

1 – આવકાર સ્વાગત

2 – ગત મિનિટ્સ બુકનું વાંચન અને બહાલી

3- આવેલ પત્રોનું વાંચન

4 – વાર્ષિક હિસાબોની રજૂઆત અને બહાલી

5 – મંડળને લગતા અન્ય મુદ્દાઓ ઉપર ચર્ચા અને ખુલ્લો મંચ

6 – પ્રમુખ સ્થાનેથી રજૂઆત

7 – આભાર વિધિ

મીટીંગ પૂર્ણ થયે સર્વે સભ્યો સાથે ભોજન લઈશું.

સાંગલી પાટીદાર સમાજ શિવમહાપુરાણ કથાનું આયોજન કરશે

જય લક્ષ્મી નારાયણ
જય ભોલેનાથ
જગત જનની મા કુળદેવી શ્રી ઉમિયા માતાજીની પ્રેરણા તથા પરમકૃપાળુ પરમાત્મા શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના આશીર્વાદ,પૂર્વજોની પ્રેરણા,માનનીય વડીલોના શુભ આશિષથી નિજ આત્મસ્વરૂપી સમાજજનોના એક સુરે ગામ સાંગલી નગરી મુકામે સર્વ કલ્યાણાર્થે ” શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞ “નું તા.18-07-2023 થી તા.26-07-2023 સુધી આયોજન કરેલ છે.
આ શિવ મહાપુરાણ કથા પાવનકારી પ્રસંગે શ્રી શિવ મહાપુરાણ કથાનો શ્રવણ લાભ લેવા,વિશાળ શોભાયાત્રા તેમજ પ્રભુ પ્રત્યેના અનન્ય ભાવ દર્શન, ભક્તિ અને સંસ્કારોના સિંચનનો અવસર,પરસ્પર પ્રેમ સ્નેહ અને આત્મીયતાનો સોરભ,ઉત્કૃષ્ટ આતિથ્ય, વિવિઘ ઉત્સવ દર્શનનો લ્હાવો વગેરેના ભક્તિમય વાતાવરણનો સહિયારો પરમ આનંદ પ્રાપ્ત કરવા આપશ્રીને સહ પરિવાર સહભાગી થવા સાંગલી પાટીદાર સમાજ સ્નેહભર્યુ આમંત્રણ પાઠવે છે.


શ્રી શિવ મહાપુરાણ કથા ના વકતા પરમ પૂજ્ય શ્રી જયશ્રીદેવી એમની આગવી શૈલીથી અમૃતવાણીમાં કથાનું રસપાન કરાવશે.
કથા સ્થળ
શ્રી કૈલાસધામ,ઈન્દ્રપ્રસ્થ નગર,
પાટીદાર ભવનની પાછળ, માધવનગર રોડ,
સાંગલી- 416416
સાંગલી પાટીદાર સમાજ
સાંગલી પાટીદાર યુવક મંડળ
સાંગલી પાટીદાર મહિલા મંડળ

શ્રી ઉમાનંદન મહિલા મંડળ નડિયાદ (પાર્થ નગર) ની નવી કારોબારીની રચના

શ્રી ઉમાનંદન મહિલા મંડળ.નડિયાદ
(પાર્થ નગર)
નવી કારોબારીની રચના આ પ્રમાણે છે.

પદાધિકારી:~
પ્રમુખ:ભગવતીબેન અશ્વિનભાઈ પોકાર
ઉપ પ્રમુખ:નર્મદાબેન હરિભાઈ પજવાણી
મહામંત્રી:ચંદ્રિકા કિશોર ભાઈ ચૌધરી
સહમંત્રી:વાસંતી પ્રકાશભાઈ પોકાર
ખજાનચી:હંસાબેન અરવિંદભાઈ રવાણી
સહખજાનચી:ભગવતી પ્રદીપભાઇ લીંબાણી

સદસ્યો:~
હંસાબેન ગોરધનભાઈ માંકાંણી
વનીતાબેન કાંતિભાઈ પોકાર
રચના રસિકભાઈ ભાવાણી
કલ્પીતા મહેન્દ્રભાઈ સેઘાણી
પુષ્પાબેન રમેશભાઈ લીંબાણી
ગીતાબેન પરસોતમભાઈ રંગાણી
શાંતાબેન કિશોરભાઈ રંગાણી
રાધિકા પ્રફુલભાઈ જબવાણી
રાધા પ્રફુલભાઈ લીંબાણી
પ્રીતિ સતીષભાઈ લીંબાણી
કાશ્મીરા પરેશભાઈ પોકાર

શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર યુવક મંડળ નેલમંગલા (બેંગ્લોર) 2023-2025 માટે નવા ચૂંટાયેલા પદાધિકારીઓ

શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર યુવક મંડળ

     *નેલમંગલા - બેંગલોર* 

2023-2025 ના નવા વરાયલા હોદેદારો

૧) પ્રમુખ શ્રી – ભરત ભાઇ રતનસીભાઈ હળપાણી

૨) તત્કાલીન પ્રમુખ શ્રી – મનોજ ભાઇ ખીમજી ભાઇ પોકાર

૩) ઉપ પ્રમુખ શ્રી – દિનેશ ભાઈ વિશ્રામભાઈ ભગત

૪) મહામંત્રી શ્રી – વિજય જવેરિલાલ ગોરાણી

૫) સહમંત્રી શ્રી – તરુણ નરસીભાઈ નાકરાણી

૬) ખજાનચી શ્રી – કિરીટ માધવજી ભાઇ ચોધરી

      *-  કારોબારી સભ્યો  -* 

૧) પુરુષોત્તમ લખમસી ભાઇ પોકાર
૨) નિતેશ નરસીભાઇ હળપાણી
૩) ભરત રામજીભાઈ ભગત
૪)પ્રવીણ ખીમજીભાઈ પોકાર
૫) યોગેશ છગનભાઇ ભગત
૬) અરવિંદ નારણભાઈ પોકાર
૭) જેન્તીલાલ ગોપાલભાઇ પોકાર
૮) હરેશ ખેતાલાલ ચોધરી
૯) ભાવેશ ઈશ્વરભાઈ ધોળુ
૧૦) જયંત મગનલાલ છાભૈયા
૧૧)પંકજ કેશવલાલ ભગત
૧૨) તુલસીદાસ માવજી અખીયાણી
૧૩) પ્રદીપ શંકરલાલ લીંબાણી
૧૪) રસીક તુલસીદાસ હળપાણી
૧૫) પૂર્ણેશ બાબુલાલ રામાણી
૧૬) દિલીપ રમેશભાઈ ધોળુ

કચ્છમાં ગામ મંગવાણા માં મહાયજ્ઞ નું જાહેર આમંત્રણ

આપણું મનુષ્ય જીવન જે પ્રકૃતિ માતા ના ખોળા માં પ્રાણ વાયુ,જળ,અન્ન, ઔષધિઓ,થી પોષણ મેળવી ને તથા સૂર્ય, ચંદ્ર વગેરે નક્ષત્ર અને ગ્રહોના ઉપકાર થી ચાલી રહ્યું છે.
જે પંચમહાભૂત અને જડ દેવતાઓ આપણા જીવન નો મુખ્ય આધાર છે. આવા પ્રકૃતિ માતા ના અનેક ઋણ આપણા પર ચડેલા છે.તેમનું જતન , સંવર્ધન અને સંરક્ષણ આપણું નૈતિક કર્તવ્ય છે.તેના પાલન થી જ એ ઋણ ઉતારી શકાય.
.આપણા જાણવા ન જાણવા થી એ માં થી મુક્તિ ન મળે!!!! અને આ કર્તવ્ય નું શ્રેષ્ઠ પ્રકારે પાલન કરવા નું સાધન યજ્ઞ છે

જો ‌આ યજ્ઞ પણ મોટા મહાયજ્ઞ સમાન હોય તો પછી તો વાત જ અનોખી છે

પધારો મંગવાણા મહાયજ્ઞમાં અને યજમાનપદે નિમણૂંક કરી પોતાની પાંચ આંગળીઓ થી યજ્ઞ દેવતા ને આહુતિ આપી આપણે સૌ પોતાનું કર્તવ્ય નિભાવીએ તેમજ પુણ્ય પ્રાપ્ત કરીએ

સમય:- ૬ જુલાઈ 2023 થી ૧૧ જુલાઈ 2023
મહાયજ્ઞ સવારે ૯ થી સાંજે ૫ઃ૩૦
યજ્ઞ બ્રમ્હા .. વેદાચાર્ય ડો. કમલ નારાયણજી ( Phd.) રાયપુર
યજ્ઞ વૈજ્ઞાનિક .. સ્વામી યજ્ઞદેવજી મહારાજ
પતંજલિ યોગ પીઠ , હરીદ્વાર
મહાયજ્ઞ સ્થાન .. વૃંદાવન નગર, મંગવાણા , કચ્છ

વિશેષ:- તારીખ ૫ જુલાઈ બપોર બાદ ૪:૦૦ કલાકે સેંકડો કિલો અનેક આયુર્વેદિક ઔષધીઓ ને યજ્ઞ મંડપ માં હવન સામગ્રી સ્વરૂપ આપણી સૌની નજર સમક્ષ તૈયાર કરવામાં આવશે. જેનો લ્હાવો અવશ્ય લેશોજી.

આયોજન સમિતિ

મો. 98676 97743

કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ મહુવા કરચેલિયા વાલોડ વિભાગની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

*શ્રી ક.ક.પા.સનાતન યુવક મંડળ મહુવા કરચેલિયા વાલોડ વિભાગ

*વાર્ષિક સામાન્ય સભા

ગત તારીખ 01/07/2023 ના રોજ પાટીદાર ફાર્મ મહુવા મુકામે શ્રી ક.ક.પા.યુ મંડળની વાર્ષિક સામાન્ય સભા પ્રમુખ હસમુખભાઈ પોકાર અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં યુવક મંડળના હોદ્દેદારો,સલાહકારશ્રીઓ અને યુવક સભ્યો હાજર રહ્યા હતા.
સૌ પ્રથમ સભાની શરૂઆત *સમુહ પ્રાર્થના,સ્થાન ગ્રહણ અને દિપ પ્રાગટયથી કરવામા આવેલ.

ત્યારબાદ પ્રમુખ હસમુખ ભાઈ
એ સભામાં ઉપસ્થિત સર્વે સભ્યોને શબ્દરૂપી પુષ્પો થી સ્વાગત કરેલ.

ત્યારબાદ મહામંત્રી હેમંત ભાઈ માવાણીએ વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૩ દરમિયાન વિવિધ સમિતિ દ્વારા થયેલ કાર્યો નો અહેવાલ સમિતિના સભ્યોને સાથે રાખી આપેલ .
ત્યારબાદ ખજાનચી મોહનભાઈ રૂદાણી દ્વારા ૩ વર્ષના આવક-જાવકના હિસાબોની રજૂઆત કરવામાં આવી જેને હાજર સભ્યોએ બહાલી આપી હતી.
ત્યારબાદ વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૩ ની ટર્મ પૂર્ણ થતી હોય અને આગામી વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ ની ટીમની રચના કરવા હેતુ સર્વ સંમતિથી પસંદગી સમિતિની રચના કરવામા આવેલ જેમા મંડળના સલાહકાર તરીકે કાર્યરત પરસોતમભાઈ રૂડાણી. હસમુખ ભાઈ પોકાર. હેમંત ભાઈ માવાણી.

ત્યારબાદ પ્રમુખ સ્થાનેથી રજુઆત કરતા હસમુખભાઈ પોકારએ સમગ્ર ટર્મ દરમિયાન મળેલ સહયોગ બદલ કારોબારી સભ્યો,સલાહકારશ્રીઓ અને યુવા મિત્રો તેમજ દરેક સમિતિના સભ્યોનો અંતઃકરણ પૂર્વક આભાર માની ધન્યવાદ પાઠવેલ અને પોતાની ટીમનો કાર્યકાળ પૂર્ણ થતો હોય તો જેનુ વિસર્જન કરી આગળની કાર્યવાહી પસંદગી સમિતિને સોંપવામા આવેલ…

ત્યારબાદ આગમી વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ ની ટર્મ માટે નવી કારોબારી ટીમ બનાવવા માટે પસંદગી સમિતિ દ્વારા હાજર સભ્યો માંથી નામ મંગાવવામાં આવેલ હતા.જેમાં નીચે મુજબના સભ્યોને આગામી વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ ની ટર્મ ની સુકાન સોંપવામા આવેલ હતી.

ટર્મ ૨૦૨૩-૨૫ ના નવનિયુક્ત હોદ્દેદારો
*પ્રમુખ -હેમંતભાઈ પ્રેમજીભાઈ માવાણી
*ઉપપ્રમુખ – ભરતભાઈ વિશ્રામભાઈ પોકાર
*મહામંત્રી – ભરતભાઈ નાનજીભાઈ માવાણી
*સહમંત્રી – રાકેશભાઈ ચંદુભાઈ ઉકાણી
*ખજાનચી -ચંદુભાઈ રામજીભાઈ રૂડાણી
*P R O – શાંતિલાલ વિરજીભાઈ માવાણી

  સલાહકારશ્રીઓ* 

*પરશોતમ ભાઈ રામજીભાઈ રૂડાણી
*હસમુખભાઈ કાંતિભાઈ પોકાર
*જગદીશ ભાઈ ભાણજીભાઈ માવાણી દ્વારા
*ઉપસ્થિત સર્વે સભ્યોએ નવી વરાયેલ કારોબારી ટીમને હષઁભેર વધાવી અને આગામી ટર્મ દરમિયાન સુંદર કાર્ય કરી યુવક મંડળને ગૌરવવંતુ બનાવશો એવી શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવેલ.*
અંતમા નવા વરાયેલ મહામંત્રી ભરતભાઈ માવાણી એ આભાર વિધિ કરી ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કરેલ અને ત્યારબાદ સૌ રાષ્ટ્રગાન કરી ભગવાન લક્ષ્મીનારાયણ તથા માં ઉમિયાનો જયઘોષ કરી છુટા પડેલ.

શ્રી કોટડા (જ) લક્ષ્મી નારાયણ મંદિરમાં સુમહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું

શ્રી કોટડા(જ.) લક્ષ્મી નારાયણ મંદિર મધ્યે માસિક તિથિ સુદ 13 ને શનિવાર ના સતત 23મું સમુહ પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ પ્રથમ સંઘ્યા આરતી બાદ બહોળી સંખ્યામાં દર્શનાર્થે આવેલ ભાવિકો દ્વારા મંદિર મધ્યે પ્રભુ વંદના તથા ભજન કરવા માં આવેલ ત્યાર બાદ મંદિર ના ઓપન પ્લોટ માં સૌં ભાવિકો દ્વારા સમૂહ પ્રસાદ લેવામાં આવેલ
આજના પ્રસાદના દાતા
કાંતિલાલ મનજી લીંબાણી પરિવાર
હાલે થાણા તરફ થી
આપવામાં આવેલ
પરસોતમ માસ સુદ 13ના દાતા શ્રી ભાણજી રામજી લીંબાણી નંદેસરી વડોદરા વાળા તરફ઼ થી આપવામાં આવશે
“”જય લક્ષ્મી નારાયણ “”

અંડસર ગામમાં તળાવ છલકાયું, સ્થાનિકોએ વડીલોનું સન્માન કરીને ઉજવણી કરી

આજ રોજ તારીખ 1/7/2023 શનિવારે આણંદસર ગામ નું તળાવ(આઝાદ સરોવર) ઓગની જતા આણંદસર ગામ ના પ્રથમ નાગરિક સરપંચ શ્રી શાંતિલાલ હરજી ભાવાણી તેમજ ગામ ના વડીલો દરેક સમાજ ના આગેવાનો વાજતેગાજતે વધામણાં કરવા માટે એકત્ર થઈને પહોંચ્યા હતા આ વખતે ગામના વડીલો એટલે સિનિયર સીટીઝન દ્વરા 75 વર્ષ થી ઉપર ના વડીલો એતળાવ ના વધામણાં કરેલ જેમાં આગેવાનો પૂર્વ ઉપ સરપંચ અરજણ ભાઈ, પ્રેમજી નારણ ભાવાણી કાંતિદેવજી,બાબુભાઇ દેવસી નાનાલાલ ભગત ત્રિભુવન દેવજી યુવકમંડલ ના પ્રમુખશ્રી પ્રકાશ ચૌહાણ શાંતિલાલ અરજણ દિનેશ લીમાંણી ઉમેશ ભાવાણી મનીષ મહીલા મંડળ પંચાયત સદસ્ય ભૂદેવ ઉમેશ માંરાજ ના હસ્તે સસ્તોક્ત વિધિ થી વધામણાં કરવા માં આવેલ

ગડસીસાના રંગાણી પરિવારે આસાદી બીજની ભવ્ય ઉજવણી કરી હતી

🚩 શ્રી રાજાદાદાય નમઃ 🙏🏻
શ્રી ગઢસીસા રંગાણી પરિવાર દ્વારા તા. ૨૦/૦૬/૨૦૨૩ ને મંગળવારનાં અષાઢી બીજનો પ્રસંગ શ્રી રાજાદાદા અને શ્રી સૌનકઋષિનાં આશીર્વાદથી હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો.
ઉત્સવમાં ગઢશીશા સ્થાનિક, મુંબઈથી તેમજ આજુબાજુના ગામેથી આપણા રંગાણી પરિવારના ભાઈ બહેનો વડીલો સાથે મળીને ૭૦૦ જણ સૌએ હર્ષ ઉલ્લાસથી જોડાયા હતા. જેમાં બપોરનાં ૧૩૪ નિયાણીઓને પ્રેમથી પાંગતમાં બેસાડી જમાડ્યા હતા. પરિવાર દ્વારા અને દાતાશ્રી દ્વારા દક્ષિણા ભેટ આપી નિયાણીઓનાં આશીર્વાદ મેળવ્યા હતા.
🥘 ભોજનનાં દાતાશ્રી.
સ્વ. ધનજીભાઇ હીરજીભાઈ રંગાણી પરિવાર
🚩 શ્રી રાજાદાદાની ધજાનનો ચડાવો. દાતાશ્રી વેલજીભાઈ હંસરાજભાઇ વિશ્રામભાઈ રંગાણી પરિવાર.
🚩 શ્રી સૌનકઋષિની ધજાના ચડાવો. દાતાશ્રી મણિલાલ નારણભાઇ પેથાભાઈ રંગાણી પરિવાર.

લેવા પટેલ હોસ્પિટલ, ભુજ દ્વારા 24મી જૂને દરેક વ્યક્તિ માટે મફત આંખના ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

લેવા પટેલ હોસ્પિટલ ભુજમાં તારીખ. 24 .6 .2023 ને શનિવારના રોજ મોતીયો, વેલ નો ફ્રી ઓપરેશન નું કેમ્પ છે .જેમાં કોઈપણ વર્ગના લોકો લાભ લઈ શકશે. અને સારી ગુણવત્તા વાળો નેત્રમણી બેસાડી આપવામાં આવશે .નામ નોંધાવવા માટે મોબાઈલ નંબર 97 238 89297 અને 02832 230 132 પર સંપર્ક કરવો.