પુણે યુવક મંડળ અને સામાજિક/આધ્યાત્મિક ટીમ દ્વારા 1 દિવસીય તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

🙏🏻જય લક્ષ્મી નારાયણ 🙏🏻
CSR રીજીયન
કોંઢવા( પુના ) સમાજ અંતગૅત ગત રોજ તારીખ ૧૩-૮-૨૦૨૩ રવિવારે કોંઢવા યુવામંડળ તેમજ સામાજિક અને આધ્યાત્મિક ટીમ દ્વારા આયોજિત અધિક માસ નિમિત્તે સમાજ માં વય મર્યાદા ૪૦ ઉપર ના ભાઈ બહેનો તેમજ વય મર્યાદા ૫૫ ઉપર ના વડીલો અને માતાઓ માટે ૧ દિવસ ની યાત્રા પ્રવાસ નું આયોજન કરવામાં આવેલ જેમાં સવારે ૯ કલાકે હાડશી ટેમ્પલ પરિસરની મુલાકાત લીધેલ. બપોરે ૧૨ કલાકે ગુરુ ધામ- હિમગીરી આશ્રમ ( પાવના ડેમ) ની મુલાકાત તેમજ ભોજન લીધેલ . ત્યારબાદ સત્ય સાંઈ બાબા મંદિર ના દર્શન તેમજ લોહગઢ ધબધબા નો આનંદ માણેલ. ત્યારબાદ સાંજના ભોજન ની વ્યવસ્થા હરિધામ આશ્રમ ભુકુમ મુકામે રાખવામાં આવેલ. પ્રવાસ દરમ્યાન વડીલો માતાઓ નો ખુબ સારો પ્રતિસાદ મળેલ અને ૧ દિવસીય પ્રવાસ નિર્વિઘ્ને પુર્ણ થયેલ. વડીલો ના આશિર્વાદ મેળવવા નો નાનકડો પ્રયાસ સફળ થયો. 🙏🏻

✳️ટીમ આધ્યાત્મિક અને સામાજિક :-
૧) નીતાબેન સેંઘાણી
૨) કલા બેન ધોળુ
૩) હિતેશ ભાઈ સુરાણી

✳️ટીમ યુવા મંડળ:-

પ્રમુખ શ્રી સુરેશ ભાઈ પોકાર
મહામંત્રી શ્રી કૈલાસ ભાઈ સેંઘાણી.
ધન્યવાદ 🙏🏻

નેત્રા પાટીદાર સમાજના સભ્યોએ 31 ઓગસ્ટ સુધીમાં લોનની રકમ અથવા લીધેલી રકમ પરનું વ્યાજ ચૂકવવાનું રહેશે.

શ્રી નેત્રા પાટીદાર સમાજ
નેત્રા – કચ્છ

પરમાત્મા ની અસીમ કૃપા થી આપ સહુ કુશળ હશો

વિશેષ માં સર્વે ને જણાવવા નું કે અગાઉ નક્કી થયા મુજબ જે સભ્યો એ સમાજ તેમજ અપનાઘર માં થી નાણાકીય સહયોગ લીધેલ હોય તેઓ એ વાર્ષિક વ્યાજ ની રકમ તમારા ઝોન ના કારોબારી સભ્ય ને
અથવા
નેત્રા સમાજ કાર્યાલય ખાતે તારીખ ૩૧/૦૮/૨૦૨૩ સુધી પહોંચતા કરવાની છે

જે સભ્યો ને મુળ રકમ પરત આપવાની હોય તો તેઓ પરત આપી શકશે

વિશેષ માં જણાવવા નું કે આપની સુચારુ વ્યવસ્થા માટે અપનાઘર તેમજ અતિથિગૃહ નો લાભ લેવા માટે ટાઇમસર નોંધ કરાવવા વિનંતિ છે
અને
કારોબારી સભ્યો ને વિનંતિ કે આ મેસેજ ને તમારા ઝોન વિસ્તાર ના વોટ્સઅપ ગ્રુપ માં મોકલવા વિનંતી

એજ આપના સહકાર ની અપેક્ષા સહ આપનો સેવક

મહામંત્રીશ્રી
કરમશીભાઇ કે માંકાણી

મોબાઈલ :
૯૪૨૭૪૫૨૯૩૦

*(((* _કચ્છ ન્યૂઝ_  *)))*

શ્રી લક્ષ્મીનારાયણ મહિલા મંડળ – નાના અંગિયા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

શ્રી લક્ષ્મીનારાયણ સમાજ – નાના અંગીયા NEWS…

 નાના અંગીયાનું *હોંશિલું અને જોશિલું તેમજ પ્રવૃતમય મંડળ* એવું શ્રી લક્ષ્મીનારાયણ મહિલા મંડળ - નાના અંગીયા દ્વારા *( શ્રી મદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ)* નું આયોજન તારીખ 9/08/2023 ને બુધવાર થી પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે વિવિધ કાર્યક્રમો ની રૂપરેખા *આપ સમક્ષ...*

તા. 9/08/2023 ને સવારે 9.00 કલાકે..
( પોથી યાત્રા) દિવસ -1

પોથીયાત્રા યજમાન :-
(હેમલતાબેન શંકરલાલ પારસિયા)

બપોર બાદ 3.00 થી 6.00 કલાક દરમિયાન…
વક્તા શ્રી:- સાધ્વી કલ્પનાદેવી દ્વારા કથા નું રસપાન..

………..

તા. 10/08/2023 દિવસ – 2

બપોર બાદ 3.00 થી 6.00 કલાક દરમિયાન…
વક્તા શ્રી:- સાધ્વી કલ્પનાદેવી દ્વારા કથા નું રસપાન..

તા. 11/08/2023 દિવસ – 3

બપોર બાદ 3.00 થી 6.00 કલાક દરમિયાન…
વક્તા શ્રી:- સાધ્વી કલ્પનાદેવી દ્વારા કથા નું રસપાન..

તા. 12/08/2023 દિવસ – 4

વાજતગાજત – કૃષ્ણ જન્મોત્સવ..

તા. 13/08/2023 દિવસ – 5

ગોવર્ધન પર્વત પૂજા….

તા. 14/08/2023 દિવસ – 6

રુક્ષમણી વિવાહ..

તા. 15/08/2023 દિવસ – 7

કથા વિરામ…

તા. 16/08/2023 દિવસ – 8

સવારે :- 9.00 કલાકે

( હવન કાર્યક્રમ).…

કથા સ્થળ:-
શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી
નાના અંગીયા – કચ્છ

કથા આયોજક
શ્રી લક્ષ્મીનારાયણ મહિલા મંડળ
નાના અંગીયા

નોંધ :- કથા દરમિયાન કૃષ્ણ જન્મ ઉત્સવ અને રુક્ષમણી વિવાહ પ્રશંગેના પાવન અવસર પર કોઈ દાતા પરિવાર ને ચડાવો લેવો હોય તો આવકાર્ય છે..

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન યુવક મંડળ છાણી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જય લક્ષ્મીનારાયણ

સરદાર પટેલ રીજીયન
વડોદરા વિભાગ
શ્રી ક.ક.પા સનાતન યુવક મંડળ છાણી
વૃક્ષારોપણ

🌳🌳”TREES ARE VITAL, WITHOUT THEM LIFE WOULD BE FATAL”🌳🌳

શ્રી કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ, ટીમ કૃષિ અને પર્યાવરણ પ્રેરિત સ્વ. ડૉ. વસંતભાઈ ધોળુને સમર્પિત ”MISSION GREEN INDIA” અંતર્ગત, શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન યુવક મંડળ છાણી દ્વારા વૃક્ષારોપણ ના કાર્યક્રમનું આયોજન તા : 06/08/2023 ના આશાપુરી ટિમ્બર કુ.- છાણી, મુકામે કરવામાં આવેલ. યુવક મંડળના પ્રમુખ રાજેશભાઈ પોકારના નેતૃત્વમાં સવારે 9:30 વાગે સમાજના વડીલો, યુવક મંડળના કારોબારી સભ્યો તથા નાના બાળકો એકત્રિત થયા. ભાવિ પેઢીના સારા ભવિષ્ય માટે વૃક્ષારોપણના આ ખૂબ જ સુંદર કાર્યક્રમમાં સૌએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.

PRO
છાણી યુવક મંડળ

શ્રી અખિલ ભારતીય અગસ્ત્ય ઋષિ (ડાકોતર), સેંઘાણી પરિવારના સ્નેહ મિલન

શ્રી અખીલ ભારતીય અગસ્ત્ય ઋષિ (ડાકોતર) સમસ્ત સનાતન સેંઘાણી પરિવાર

   *આદરણીય પરિવારજનો,*

આગામી તા. ૬-૮-૨૦૨૩/રવિવારે સવારે ૯:૦૦ વાગ્યાથી બપોરે ૩:૦૦ વાગ્યા દરમિયાન પાટીદાર વાડી- ઘાટકોપર (પ.) મધ્યે પ્રમુખ શ્રી કાંતિલાલ નારણ સેંઘાણીના અધ્યક્ષ સ્થાને શ્રી અખીલ ભારતીય અગસ્ત્ય ઋષિ (ડાકોતર) સમસ્ત સનાતન સેંઘાણી પરિવારનું સમાન્ય સભા સાથે સ્નેહમિલન યોજવામાં આવેલ છે.
જેમાં નીચે મુજબના એજંડા પર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

                 *_🔹 એજંડા 🔹_*

૧. આવેલ પરિવારજનોનું સ્વાગત અને કારોબારી હોદ્દેદારોને મંચસ્થ કરવા.
૨. ગત સભાની મીટિંગની મિનિટ્સનું વાંચન અને બહાલી.
૩. ગઢશીશા મધ્યે અગસ્ત્ય ઋષિનો આશ્રમ બનાવવા માટે જમીન સંપાદન કરવા વિષે ચર્ચા અને સ્વીકૃત્તિ.
૪. શ્રી અગસ્ત્ય ગોત્રીય ડાકોતર હિરજી દાદા સનાતન સેંઘાણી પરિવાર તરફથી આવેલ (તા. ૧-૮-૨૦૨૩ ના લખાયેલ) પત્રનું વાંચન અને ચર્ચા.
૫. ખૂલ્લો મંચ-સભ્યોના મંતવ્યો.
૬. પ્રમુખશ્રી તરફથી જે કંઈ રજૂ કરવામાં આવે તે બાબત.
૭. આ ભા ર દ ર્શ ન.

                   *_નમ્ર નિવેદન_*

આ સમૂહ મિલનમાં પરિવારજનોને વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી મહાપ્રસાદ લેવા વિનમ્ર પ્રાર્થના છે….તેમજ આપના નિવાસ/વિસ્તારની આસપાસ વસતા આપણા સમગ્ર પરિવારજનોને આ સંદેશાની જાણ કરવા માટે નમ્ર વિનંત્તિ છે….

                  *📝 લી. 📝*

પ્રમુખ : શ્રી કાંતિલાલ નારણ સેંઘાણી
મહામંત્રી : શ્રી નરસી સામજી સેંઘાણી

શ્રી આનંદપર (યક્ષ) સનાતન પાટીદાર સમાજ, અમૃત મહોત્સવ – 2023

શ્રી આણંદપર (યક્ષ ) સનાતન પાટીદાર સમાજ આયોજિત
અમૃત મહોત્સવ – 2023
તા.27/08/2023 થી 31/08/2023
ભગવાનશ્રી લક્ષ્મીનારાયણ મંદિર સ્થાપનાને 78 વર્ષ પૂર્ણ થયેલ તેમજ સમાજ વાડી સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થયેલ તેમજ શ્રી ઉમિયા માતાજીની મૂર્તિને 25 વર્ષ પૂર્ણ થયેલ હોય જેનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ નૂતન સમાજ ભવનનો અનાવરણ સમારોહ તેમજ આણંદપર ગામનું તોરણ બંધાયુ તેને પણ 150 વર્ષ પૂર્ણ થયાં હોવાથી ભવ્યથી ભવ્ય અમૃત મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે. વિશેષ નિમંત્રણ :: ગામની નિયાણી અને નિયાણાઓને આ શુભ પ્રસંગે પધારવા આગોતરું ભાવભીનું આમંત્રણ પત્રિકા પહોંચાડવામાં આવી છે.
નિમંત્રક :: પ્રમુખશ્રી ખીમજીભાઈ દાનાભાઈ પોકાર
મહામંત્રી શ્રી શંકરલાલ બાબુભાઈ ભીમાણી
શ્રી આણંદપર (યક્ષ ) સનાતન પાટીદાર સમાજ,
મુ.પો. આણંદપર (યક્ષ) તા. નખત્રાણા -કચ્છ

કચ્છ કડવા પાટીદાર સનાતન યુવક મંડળ બેલગામ, કર્ણાટકની સામાન્ય સભા યોજાઈ

✨ ✨ શ્રી. ક . ક.પાટીદાર સનાતન યુવા મંડળ બેલગામ , કર્ણાટક ની સામાન્ય સભા 16 જુલાઈ 2023 ના રોજ પાટીદાર ભવન બેલગામ મધ્ય રાખેલ જેમાં આગામી વર્ષ 2023-25 માટે નવી કારોબારીની રચના કરવામાં આવેલ જે નીચે મુજબ છે ✨✨

🔸 પ્રમુખ
શ્રી મહેન્દ્ર હિરાલાલ દીવાણી

🔸 IPP
શ્રી મહેન્દ્ર મગનલાલ પોકાર

🔸 ઉપપ્રમુખ
શ્રી મનસુખ પુરુષોત્તમ દીવાણી

🔸 મહામંત્રી
શ્રી અરુણ જવેરીલાલ દીવાણી

🔸 મંત્રી
શ્રી વિજય દેવચંદ સાંખલા
શ્રી સચિન કાંતિલાલ પોકાર

🔸 ખજાનજી
શ્રી હિતેશ ચંદુલાલ લીંબાણી

🔸 સહખજાનજી
શ્રી હિતેશ પુરષોત્તમ સાંખલા

🔸 ઓડિટર
શ્રી મોહનલાલ પરબત ભાવાણી

🔸 ખેલ મંત્રી
શ્રી ઉમેશ હિરાલાલ પોકાર
શ્રી દીપક વસંત પોકાર
શ્રી ચિતેશ નરેન્દ્ર પોકાર

🔸 સાંસ્કૃતિક મંત્રી
શ્રી ધીરેન જાદવજી સાંખલા
શ્રી અમિત વિનોદ પોકાર

🔸 પર્યટન મંત્રી
શ્રી મહેશ મનજી પોકાર
શ્રી નરેન્દ્ર હિમ્મતલાલ પોકાર

🔸 શિક્ષણ / આરોગ્ય મંત્રી
શ્રી ચેતન ખીમજી પોકાર
શ્રી રાહુલ વાલજી પોકાર

🔸 કારોબારી સભ્ય

શ્રી હરેશ રમેશ હલપાણી
શ્રી જીગ્નેશ રતનશી હલપાણી
શ્રી નિતેશ અમૃતલાલ પોકાર
શ્રી દીપક શાંતિલાલ રંગાણી

કેન્દ્રીય પસંદગી સમિતિ દ્વારા વર્ષ 23-25 માટે સૌરાષ્ટ્રની નવી ટીમની નિમણૂક કરી.

➡️ ચેરમેન તરુણ વાગડિયા – ઉના
➡️ મિશન ચેરમેન ગિરીશ નાકરાણી – હળવદ
➡️ ચીફ સેક્રેટરી દિનેશ લીંબાણી – રાજકોટ
➡️ જોઈન્ટ સેક્રેટરી ધવલ ભોજાણી – હળવદ
➡️ રાજકોટ ડિવિઝન ચેરમેન કલ્પેશ પોકાર – મોરબી
➡️ ઝાલાવાડ ડિવિઝન ચેરમેન નિખિલ વાસાણી – જોરાવરનગર
➡️ સોમનાથ ડિવિઝન ચેરમેન નીરવ નાયાણી – ઉના
➡️ P.R.O જયેશ ઠાકરાણી – રાજકોટ
➡️ ટ્રેઝરર કૌશિક હરપાણી – મોરબી
➡️ જોઈન્ટ ટ્રેઝરર પિયુષ વાડીયા – જામનગ
➡️ CCM દિલીપ સાંખલા – રાજકોટ
➡️ CCM ડો. અમિતા ભગત – રાજકોટ વેસ્ટ
➡️ CCM હિરેન વાડીયા – વાંકાનેર

થીમ લીડર્સ

YSK Yuva Surksha Kavach
Conv: કૃણાલ પારસિયા (રાજકોટ)
PDO : દિનેશ પોકાર (બોટાદ)

Agriculture & Environment (કૃષિ અને પર્યાવરણ)
Conv: દિપક સેંઘાણી (હળવદ)
PDO: હાર્દિક સામાણી (કોંઢ)

બિઝનેસ સેલ
Conv: હિતેશ ગોગારી (મોરબી)
PDO: વિજય ધોરૂ (રાજકોટ પશ્ચિમ)

એજ્યુકેશન & ટેલેન્ટ હન્ટ
Conv: ચેતન પોકાર (રાજકોટ પશ્ચિમ)
PDO: નરેશ લીંબાણી (જેતપુર)

ફંડ રાઇજિગ
Conv: જગદીશ નાકરાણી (મોરબી)
PDO: ભૂપેન્દ્ર રવાણી (જોરાવરનગર)

હેલ્થ એન્ડ ડિઝાસ્ટર
Conv: ભાવેશ લીંબાણી (જેતપુર)
PDO: ડૉ. નિલેશ વાગડિયા (ઉના )

મેટ્રીમોનિયલ (સગપણ)
Conv: સુનિતાબેન લીંબાણી (રાજકોટ)
PDO: રીના નાકરાણી (રાજકોટ)

પોલિટિકલ & લીડરસીપ
Conv: ચેતન લીંબાણી (લાઠી)
PDO : કીર્તિ પોકાર (ગોંડલ)

પ્રચાર – પ્રસાર
જયેશ ઠાકરાણી (રાજકોટ)

સામાજિક અને આધ્યાત્મિક
Conv: પ્રીતિ પોકાર (રાજકોટ)
PRO: વૃંદા લીંબાણી (રાજકોટ)

સ્પોર્ટ્સ
Conv: પૂજાબેન ધોરૂ (રાજકોટ પશ્ચિમ)
PDO: કલ્પેશ સાંખલા (રાજકોટ)

વેબકોમ
Conv: સુનિત પદમાણી (મોરબી)
PDO : ધવલ પદમાણી (મોરબી)

યુવા ઉત્કર્ષ
Conv: કિંજલ વસાણી(જોરાવરનગર)
PDO: રાધાબેન ઠાકરાણી (રાજકોટ પશ્ચિમ)

સાંગલી યુવા સંઘ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

સાંગલી યુવક મંડળ દ્વારા આયોજિત રકતદાન શિબિર. ૨૦૨૩
આપણા સમાજ ના સનાત આદ્યસુધારક આદરણીય પરમપૂજ્ય શ્રી નારણબાપા રામજી લીંબાણી,શ્રી કેસરાબાપા પરમેશ્વરા સાંખલા ની જન્મતિથિ તેમજ પરમપૂજ્ય સંત શ્રી લાલરામ મહારાજ ની પુણ્યતિથી નિમિત્તે યુવાસંઘ ના DMG રિજીયન માં ૩૩ યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરી સ્વ:ડૉ.વસંતભાઈ ધોળુ ને શ્રદ્ધાંજલિ ને અર્પિત કરી ઉજવણી કરી રહ્યા છીએ..
ત્યારે સાંગલી યુવક મંડળ દ્વારા યુવાસંઘ ની હેલ્થ&ડિઝાસ્ટર થીમ અંતર્ગત તા:૨૫/૭/૨૦૨૩ ના પાટીદાર ભવન માં યુવક મંડળ,સમાજ,મહિલા મંડળ અને આચાર્ય શ્રી તુલસી બ્લડ સેંટર ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. જેમાં ૧૫ મહિલાઓ અને ૭૨ ભાઈઓ દ્વારા આમ ટોટલ ૮૭ યુનિટ બ્લડ ડોનેટ કરી માનવ કલ્યાણ કાર્ય માં સહયોગી થઈ ઉપરોક્ત વડીલોને પુષ્પાંજલી સમર્પિત કરી હતી..
આ માનવ કલ્યાણ કાર્ય ને પ્રોત્સાહન આપવા હેતુ વિશેષ ઉપિસ્થત શ્રી શિવપુરાણ કથા ના વકતા પ.પૂ જય શ્રીદેવી ઉપસ્થિત રહી આશીર્વાદ આપેલ. તેમજ સાંગલી સમાજ ના પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ લીંબાણી,મહામંત્રી મનુભાઈ વાઘડીયા,યુવા મંડળ હેલ્થ & ડિઝાસ્ટર કન્વીનર ચેતનભાઈ પોકાર,ક્રિષ્ના વિભાગના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ વાસાણી,DMG વેબકોમ લીડર નિરવ નાકરાણી,સાંગલી યુવક મંડળ ના તુલસીભાઈ પોકાર,મહામંત્રી નિલેશભાઈ વાસાણી તેમજ સમાજ ના હોદેદારો,ભાઈઓ બહેનો બહુસંખ્યા માં ઉપિસ્થત રહી આયોજન સફળ બનાવેલ..
વિશેષ માં સાંગલી યુવા મંડળ ના IPP અશોકભાઈ પોકાર એ ૫૦ મી વખત રકતદાન કરી મહાન કાર્ય કરેલ છે.

કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ, કામરાજ દ્વારા એક દિવસીય પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું

♦️એક દિવસીય પ્રવાસ♦️

શ્રી કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ,કામરેજ દ્વારા તારીખ-૧૮|૦૭|૨૦૨૩ ના રોજ એક દિવસીય પ્રવાસનું સુંદર આયોજન કરવામા આવેલ.

પ્રવાસમાં સમાવિષ્ટ સ્થળ પ્રકાશા-શિવ મંદિર,ત્રિવેણી સંગમ ( તાપી નદી,ગોમતી નદી,પુલંદા નદી),સોનગઢ -ગૌમુખ વોટરફોલ, વ્યારા-ગાયત્રી મંદિર,નિઝર- હનુમાનજી મંદિર,બાલપુર-સાંઈબાબા મંદિર મુકામે પ્રવાસ યોજાયેલ.

પ્રવાસ તારીખ-૧૮|૦૭|૨૦૨૩ ના મંગળવારે રાત્રે ૧૨-૦૦ કલાકે કામરેજ થી રવાના થયેલ જેમાં મહિલા મંડળની ૩૯ બહેનો અને ૪ દીકરીઓએ ભાગ લીધેલ હતો.

સવારે ૫-૦૦ વાગે પ્રકાશા પહોંચી જઈ ત્યાં ફ્રેશ થઈ ત્રિવેણી સંગમ માં હાથ પગ ધોઈ કેદારેશ્વર મહાદેવની આરતી લીધી.ત્યારબાદ ચા નાસ્તો કરી સૌ નિઝર જવા રવાના થયા.હનુમાન દાદા ના દર્શન કરી સોનગઢ પહોંચીને ઘરેથી લઈ ગયેલ ટીમણ જમવાનો આનંદ માણ્યો.સૌએ એકબીજા સાથે પોત પોતાની બનાવેલી વાનગી સાથે પ્રેમ પણ પીરસ્યો.ત્યારબાદ સોનગઢ વોટરફોલ માં ન્હાવાનો આનંદ માણ્યો. ત્યારબાદ બાલપુર સાંઈબાબા ના દર્શન માટે નીકળ્યા દર્શન કર્યા પછી વ્યારા ગાયત્રી મંદિરે સાંજની આરતી લીધી અને પાછા કામરેજ રિટર્ન થવા રવાના થયા.રાત્રે ૧૦-૦૦ વાગ્યે કામરેજ આવી સમૂહ ભોજન લઈને સૌ છુટા પડ્યા. ખરેખર આ એક દિવસના પ્રવાસમાં બધા જ પોતાની ચિંતા અને જવાબદારીથી દૂર જઈ બાળપણ ફરી માણી આવ્યા અને ખૂબ આનંદ માણ્યો.

આ પ્રવાસના આયોજનમાં યુવા મંડળ પ્રવાસ કન્વીનર નરેન્દ્ર ભાઈ જાદવાણી, યોગેશભાઈ ભીમાણી,નિશાબેન દિવાણી તથા ચંદ્રિકાબેન જાદવાણી નો સહયોગ સાંપડ્યો હતો.