અમદાવાદથી કચ્છ જતા માર્ગ ઉપર ભારે ટ્રાફિક

અષાઢી બીજમાં કચ્છનો આપનો પ્રવાસ હોય તો મહેસાણા થઈ રાધનપુર થઈને આવજો અન્યથા અમદાવાદ થી માળિયા one way traffic માં ફસાઈ જશો કચ્છ આવતા આપના ભાઈઓ તથા સગા વાલા ને જાણ કરવા વિનંતી

સરદારધામમાં એક નવી પ્રણાલિકાની શરૂઆત

નારી તું નારાયણી” ઉક્તિને સાર્થક કરતાં આપણા સ્થાપક ટ્રસ્ટી શ્રીમતી વસંતબેન ગગજીભાઇ સુતરીયાએ પોતાનો જન્મદીવસ કોઇ હોટેલમાં ન ઉજવતાં સરદારધામ હોસ્ટેલના UPSC-GPsc કરતાં સિવિલ સર્વિસ કેન્દ્રના દીકરા-દીકરીઓ સાથે સાદાઇથી ઉજવીને વિધાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વસંતબેને તેમના પરિવાર સાથે દીકરા-દીકરીઓ સાથે સાંજનું ભોજન લીધું હતું તેમજ પોતાના હાથે વિધાર્થીઓને ભોજન પીરસ્યું હતું. એટલું જ નહીં પરંતુ જન્મદિન નિમિત્તે રૂ.૧ લાખનું દાન પણ લખાવ્યું હતું. આ દ્વારા એમણે અનોખું , ઉત્કૃષ્ટ અને અદમ્ય ઉદાહરણ
પુરું પાડ્યું હતું કે સમાજના કેળવણીપ્રેમી, સમાજપ્રેમી અને સક્ષમ લોકો પણ આવી જ રીતે પોતાની લગ્નતિથિી જન્મતિથી/ સ્વજનોની પુણ્યતિથિ હોસ્ટેલના દીકરા-દીકરીઓ સાથે ઉજવીને વિધાર્થીઓ સાથે આત્મીયતા વધારી શકે છે. તેમજ સંસ્થાની પ્રવૃતિઓથી અવગત થઇ તેને આર્થિક રીતે ઉપયોગી પણ થઇ શકે છે. આવી ઉચ્ચ ભાવના બદલ ટીમ સરદારધામ એવમ ટ્રસ્ટીગણ તેમનો સહદય આભાર વ્યકત કરે છે.

પાટીદાર લડવૈયો મયુર વાલાણી

દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે અત્યંત કઠિન લાગતી BSF (બોર્ડર સિકયોરિટી ફોર્સ)માં સેવા આપતો આપણો પાટીદાર યુવાન
મયુર રવીલાલ વાલાણી છે, ઓગણીસ નવેમ્બર ૧૯૯૨ માં પરાસિયા ગામમાં જન્મેલા મયુરભાઈનું મૂળવતન વિથોણ છે, અભ્યાસ પૂર્ણ કરી તા.૧૭-૩-૨૦૧૨માં ભારતમાતાની રક્ષા કાજે BSFમાં જોડાયા, જે આજસુધી કાર્યરત છે, તેઓ શરૂઆતના વર્ષ થી ૨૦૧૪ સુધી કિશનગંજ (બિહાર)મળે ફરજ બજાવી, વર્ષ ૨૦૧૪ થી વર્ષ ૨૦૧૭ સુધી અગરતલા (ત્રિપુરા)મળે ફરજ બજાવી, વર્ષ ૨૦૧૭ થી વર્ષ ૨૦૨ ૧ના મધ્યભાગ
સુધી ખેમકરણ (પંજાબ) મધ્યે ફરજ બજાવી, હાલમાં દેશના અતિ સંવેદનશીલ વિસ્તાર એવા ગુરેજ, બાંદીપુરા (કાશ્મીર)માં દેશની રક્ષા કાજે ખડે પગે ફરજ બજાવે છે. બોર્ડર સિક્યોરિટીની સાથોસાથ ઇન્ટરનલ સેવામાં પણ તેઓ વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી વખતે કાશ્મીરમાં ફરજ બજાવી, વર્ષ ૨૦૧૭માં હિમાચલ પ્રદેશ એસેમ્બલી ચૂંટણી વખતે ફરજ બજાવી અને વર્ષ ૨૦૧૯માં ધારા ૩૭૦ વખતે વિશેષ સિક્યોરિટી સેવા પણ તેઓ બજાવી ચૂક્યા છે. તેમનામાં રહેલ દેશદાઝથી દરેક વિસ્તારમાં તેઓ પાણીદાર પાટીદારને છાજે એવી રીતે ફરજ બજાવી સમાજ અને દેશનું નામ ઉવળ કરી રહ્યા છે, હાલ તેઓ અપરણીત છે અને યોગ્ય પાત્રની શોધમાં છે. આપણે પ્રાર્થના કરીએ કે માં ઉમિયા એમને દિર્ધાયુ બક્ષે અને તેઓ ભારતમાતાની સેવા કાજે
સદાય તત્પર રહે.
જય હિંદ, જય જય ભારત..

મોરબી જિલ્લામાં નેશનલ હાઇવે 27, ઓપરેશન પૂર્ણ થાય ત્યાં સુધી વન સાઇડ રોડ રિપેરિંગ ટ્રાફિક માટે બંધ છે

પ્રેસનોટમોરબી જીલ્લામાં નેશનલ હાઇવે 27 પર માળીયા તાલુકાના હરીપર ગામ નજીકરેલ્વે ઓવરબ્રીજ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે જેથી એક બાજૂનો રોડ રિપેરીંગકામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રાફિક માટે બંધ છે.મોરબી જીલ્લાના નાગરીકોને જણાવવાનું કે મોરબી જીલ્લામાંથી નેશનલ હાઇવે 27પસાર થાય છે જે નેશનલ હાઇવે પર માળીયા તાલુકાના હરીપર ગામ નજીક રેલ્વે ઓવરબ્રીજ ક્ષતિગ્રસ્તથઈ ગયો છે જેથી ઓવરબ્રીજ ઉપરનો એક બાજૂનો રોડ રિપેરીંગ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રાફિક માટેબંધ કરેલ છે.> પવનચક્કી, ઓવર ડાયમેન્શનલ કન્સાઈનમેન્ટ (ઓડીસી), ઓવર લોડ વાહનો (40 ટનથી વધુ) જેવામોટા વાહનોને આ માર્ગ પર ચાલવાની મંજૂરી નથી આવા વાહનોને સુરેન્દ્રનગર, અમદાવાદ /પાલનપુર/ રાધનપુરથી વૈકલ્પિક માર્ગ લેવાની સલાહ આપવામાં આવે છે.અન્ય ટ્રાફિક માટે, માલિયા અને સામખિયાળી વચ્ચે અમુક ભાગમાં સીંગલ રસ્તો ખુલ્લો રાખેલ હોઇ જેથીવાહન વ્યવહાર ધીમો ચાલશે. જેથી ટ્રાફિક નિયમન અને નિયંત્રણમાં સહકાર આપવા મોરબી જીલ્લાપોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે.ટ્રાફિક સરળ બનાવવા માટે સ્થાનિક પોલીસ, જિલ્લા ટ્રાફિક તથા અન્ય પો.સ્ટે.નાતથા પોલીસ હેડ કવાર્ટરના પોલીસ અધિકારી/કર્મચારીઓ તથા નેશનલ હાઇવેના માર્શલ વાહનો સાથે ટ્રાફિકનિયંત્રણ માટે રાખેલ છે. તેમજ વધારાની ફ્રેન્સ, એબ્યુલન્સ, રૂટ પેટ્રોલિંગ વાહનો, હાઇડ્રા, જેસીબીનીવ્યવસ્થા કરવામાં આવી છે.

વિરોધ:નખત્રાણા તાલુકાના સાંગનારામાં પવનચક્કી કંપનીના અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે વિવાદ

પંદર દિવસથી પવનચક્કી કં. દ્વારા ગૌચર જમીન પર ટાવર ઉભા કરવાનો વિરોધ લોકો કરી રહ્યા છે
નખત્રાણા તાલુકામાં પવનચક્કીના આગમન બાદ રાષ્ટ્રીય પક્ષી મોરના મરણ થવાના બનાવ બનાવ રોજિંદા બની જવા પામ્યા છે. તો હવે તેના વિસ્તાર વિકાસના પગલે પશુઓ માટેની રક્ષિત ગૌચર જમીન બચાવવા ગ્રામજનોને આગળ આવવું પડી રહ્યું છે. અને પોતાના કામ ધંધા બંધ રાખી સખ્ત ગરમી વચ્ચે આંતરરાષ્ટ્રીય કંપનીઓ વિરુદ્ધ સ્થાનિકો લોહી પસીનો એક કરવો પડી રહ્યો છે. પરંતુ સરકારી નિયમોની અવગળના કરતી કંપનીઓ પોલીસ રક્ષણ મારફત ધરાર પોતાની મનમાની કરવા પવનચક્કીના ટાવર લગાડવા પશુઓના ચરિયાણ દૂર કરી રહી છે. જેનો વિરોધ ગ્રામજનોને કરવો પડી રહ્યો છે.

ગત 20 જૂનથી નખત્રાણા તાલુકાના સાંગનારા ગામની રક્ષીત ગૌચર જમીન પર પવનચક્કી લગાડવા આવી ચડેલા કંપનીના કર્મીઓને ગ્રામજનોએ ટાવર લગાડતા રોક્યા હતા. જેના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ થાળે પાડવા કોશિશ કરી હતી. જેના પંદર દિવસ બાદ પણ પરિસ્થિતિ થાળે પડવાના સ્થાને વધુ વણસી રહી છે. સૂઝલોન કંપની દ્વારા હવે સૂકા કચ્છ મલકમાંથી વૃક્ષો દૂર કરવામાં આવી રહ્યા છે. જેના વિરોધમાં સાંગનારા ગામના પુરુષો સાથે મહિલાઓ અને બાળકોઓએ પણ જોતરવું પડી રહ્યું છે.

પવનચક્કી લગાડવા મુદ્દે થઈ રહેલા અન્યાય પ્રત્યે કચ્છની ચિંતા કરતા પર્યાવરણ પ્રેમીઓએ પણ સાંગનારા વિવાદને વખોડી ગ્રામજનોના સહકારમાં પોતાનો ટેકો આપ્યો છે. તેમ છતાં પોલીસ કુમક સાથે એસઆરપી ટુકડીના સંગાથે કંપનીઓ પવનચક્કી લગાડવા દાદગીરી કરી રહ્યાના આક્ષેપો ગ્રામજનો દ્વારા ઉઠી રહ્યા છે અને પંદર દિવસથી વધુ સમય થવા છતાં રક્ષિત જમીન પર થતા અતિક્રમણના પ્રયાસના વિરોધનો મામલો સમવાનું નામ નથી લઈ રહ્યો.

ગડશીશામાં માર્ગ બાંધકામ અંગે ઝઘડો

ગઢશીશાના ઉમિયાનગર ની શેરી માં રોડ બનાવવા મામલે જૂથ મારામારીની ઘટના બની હતી તે ઘટના મુદ્દે આજે ધારાસભ્ય, પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ સહિત ના પદાધિકારીઓ ગઢશીશા દોડી ગયા હતા ,

પરેશ જોશી
માં આશાપુરા ન્યુઝ ચેનલ
માંડવી કચ્છ
9725206135
8980844543

શ્રી દિવાણી,દડગા,ચૌધરી,નાકરાણી પાટીદાર સનાતન પરિવાર – કૃપયા નોંધો

આદરણીય પરિવારજનો,

*🙏જય શ્રી લક્ષ્મીનારાયણ🙏

સુરધનબાપા ની કૃપાથી સર્વે ક્ષેમ કુશળ હશો એવી અપેક્ષા,

સવિનય જણાવવાનું કે વિરાણી(મોટી) ખાતે સુરધનબાપાના સ્થાનકે આપણે પરિવારજનો અષાઢી બીજના શુભ દિવસે પૂજ્ય બાપાના પૂજન અર્ચનનો કાર્યક્રમ દર વર્ષે ઉજવીએ છીએ જેની આપ સૌને જાણ હશેજ,

સંજોગોવસાત ગયા વર્ષે અષાઢી બીજના કાર્યક્રમનું આયોજન કરી શકાયેલ નહીં અને હાલની કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાનમાં લેતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકાર ની ગાઇડ લાઇન મુજબ અષાઢી બીજની ઉજવણી નો કાર્યક્રમ છે.પરંતુ સમૂહ પ્રસાદ રાખેલ નથી.

જેથી આ વર્ષે પણ પરિવારના સભ્યો એમની અનુકુળતા અને સંજોગો પ્રમાણે સુરધનબાપાની પૂજા આરતી કરી પ્રસાદ ધરાવસે અને તમામ પરિવારજનો માટે પણ આશીર્વાદ મેળવશે,

કોરોના મહામારીથી સુરધન બાપા સૌનું રક્ષણ કરે અને આપણો પરિવાર આ સંક્રમિત મહામારીથી રક્ષાયેલો રહે એવી પૂજ્ય બાપા સમક્ષ હાર્દિક પ્રાર્થના,

સૌને નમ્ર વિનંતિ છે કે
સરકારના આદેશોનું પાલન કરજો, વેકસીન જરૂરથી મુકાવજો, સાવચેતી અને તકેદારી રાખજો તેમજ બાળકો અને વડીલોની સારસંભાળ રાખજો,શક્ય તેટલી મુસાફરી ઓછી કરજો, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળજો,

આપણે સૌ એ સમય અને સંજોગોને ધ્યાનમાં રાખી હિંમતપૂર્વક, સમજદારીપૂર્વક, આવડત અને સુજબૂઝથી ભવિષ્યનું આયોજન કરી આગળ વધવાનું છે,

ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને સુરધનબાપા ની કૃપા દૃષ્ટિથી આપણો પરિવાર સુખ, સમૃદ્ધિ સાથે પ્રગતિશીલ બની રહેશે અને આ નબળો સમય પણ પસાર થઈ જશે એવી શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ,

લિ.
દિવાણી, દડગા, ચૌધરી, નાકરાણી
પાટીદાર સનાતન પરિવાર વતી,*

*હરેશભાઈ દડગા,
(ચકાર કોટડા) પ્રમુખશ્રી,
9725025901

*પરસોતમભાઇ દિવાણી
મંત્રીશ્રી,9427566048

🙏અષાઢી બીજની શુભકામનાઓ🙏

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💐💐💐💐💐💐💐💐

શ્રી ખોંભડી પાટીદાર સનાતન સમાજ
————————————

જય શ્રી લક્ષ્મીનારાયણ,

શ્રી ખોંભડી પાટીદાર સનાતન સમાજના સૌ સમાજજનોને આવનારી અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ,

મા ઉમિયા, ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને ભગવાન શ્રી જગન્નાથજીની કૃપા દૃષ્ટિ સૌ સમાજજનો ઉપર હર હંમેશ વરસતી રહે અને ક્ષેમકુશળતા સાથે તંદુરસ્ત બની રહીએ એવી અંતઃકરણ પૂર્વકની પ્રાર્થના,

આગામી ભવિષ્યનો સમય નવા વિચારો, નવી આશાઓ અને નવા સંકલ્પોની સાથે સમાજજનોને તંદુરસ્તી સાથે શક્તિ, સફળતા, સમૃદ્ધિ, સુખ, શાંતિ સાથે સુસંસ્કારની પ્રાપ્તિ થાય એવી ઉજજવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ,
આ તહેવારો મા આપણી સમાજ ના બહાર ગામ થી ખોંભડી આવતા ભાઇ ઔ ખાસ સરકારી નિયમો નુ દયાન રાખ શો , મંદિર મા કે સમાજ વાડી મા કે અન્ય જગ્યાએ સોશિયલ ડિસ્ટનટનુ અચૂક પાલન કરવું
જેના થી સ્થાનિક ભાઈઓ ને તકલીફ ના પડે કારણ કે કૌરોના હજી આપણી વચચે છે તેનુ દયાન રાખશો

ખાસ નોધ:-
બહાર ગામ થી ખોંભડી આવતા ભાઇ ઓ
માટે અપનાધર મા પ્રથમ ચાર દિવસ માટે
ભાઇ ઔ ને ટીફીન થી જમવા નુ અપાશે જે પૌતા ની રીતે લઇ જવાનુ રહેશે
અપના ઘર ની સ્થાનિક સમિતિના ભાઈઓના નિયમોને સહયોગ આપવા વિનંતી
ખાસ ભાઈઓને નમ્ર વિનંતી તે ગામના મંદિરોમાં દર્શન માટે જાઓ ત્યારે સોશિયલ ડિસટનટ નું અચૂક પાલન કરવા વિનંતી

આશા કરીએ છીએ કે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની કૃપા દૃષ્ટિ સર્વે સમાજજનો ઉપર હર હંમેશ બની રહે અને જીવનમાં ખુશહાલી રહે એવી અષાઢી બીજના પર્વ નિમિત્તે શુભકામનાઓ સાથે,

લિ. આપના સ્નેહાધીન
શ્રી ખોંભડી પાટીદાર સનાતન સમાજ વતી,

કાંતિલાલ લાલજીભાઇ રવાણી, (અમદાવાદ) પ્રમુખશ્રી,

હંસરાજ કેશરાભાઈ રવાણી, (વાપી) મહામંત્રીશ્રી,

ચંદ્રેશ ચૌહાણ ( અમદાવાદ) મંત્રી

🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

કચ્છના રામપર (સરવા) ગામના લોકોની water storage માટેની અનોખી મિશન

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના રામપર (સરવા) વિસ્તારમાં 25 જેટલા તળાવ અને ચેકડેમનું પાટીદાર સમાજે નવનિર્માણ કરાવ્યું છે. જેથી વરસાદી પાણીનો સંગ્રહ કરી પાણીને લઈને ગામ આત્મનિર્ભર (self Independent) બન્યું છે.

ગામના લોકોની water storageની અનોખી મિશાલચાલુ વર્ષે 300 એકર જમીનમાં પાણી એકત્ર કરી શકાય તેવું આયોજનગામમાં 25 જેટલા તળાવ અને ડેમનું સ્વખર્ચે નિર્માણ કરવામાં આવ્યુંગામના લોકોએ water storageનું અભિયાન ચાર વર્ષથી શરૂ કર્યું
કચ્છ : જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી છે. જિલ્લામાં વરસાદ આધારિત ખેડૂતો ખેતી કરે છે. છેલ્લા થોડા વર્ષોથી અનિયમિત અને ઓછો વરસાદ કે વધુ પડતો વરસાદ પડતા પાણીની સમસ્યા વિકટ બનતી બની છે. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે કચ્છના નખત્રાણા તાલુકાના રામપર (સરવા ) ગામના લોકોએ જળસંચય (water storage)નું અભિયાન ચાર વર્ષથી શરુ કર્યું છે. સરકારની કોઇપણ જાતની મદદ વગર ગ્રામજનો દ્વારા ગામમાં ચેકડેમ બાંધવામાં આવ્યા છે. સાથે જ ગત વર્ષે વરસાદી પાણીને જૂના કુવા અને બોરમાં ઠાલવવા માટેની વ્યવસ્થા ઉભી કરી છે. ગ્રામજનો દ્વારા શરુ કરવામાં આવેલા જળક્રાંતિ અભિયાનને ખુબ જ સારી સફળતા મળી છે.સરવા ગામના લોકો દ્વારા પાણીનો સંગ્રહ કરવાનો અનોખો દાખલોઆ પણ વાંચો : માલેશ્રી નદીની એક કરોડ રૂપિયાના ખર્ચે થઈ રહી છે સાફસફાઈગામના સીમાડામાં 25 જેટલા તળાવ અને ડેમનું સ્વખર્ચે નિર્માણ કરવામાં આવ્યુંરામપર (સરવા) ગામના પાટીદાર ભાઈઓ દ્વારા છેલ્લા ચાર વર્ષ દરમિયાન રામપરના સીમાડામાં 25 જેટલા તળાવ અને ડેમનું સ્વખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે સાથે પાણીનો વધુને વધુ જળસંગ્રહ (water storage) થાય તે માટે સમયાંતરે તળાવોને ઊંડા ઉતારવાનું કાર્ય પણ પૂરજોશમાં કરવામાં આવી રહ્યા છે.રામપર (સરવા)રામપર (સરવા)આ પણ વાંચો : તકેદારી સાથે જામનગર જિલ્લામાં જળસંચયની કામગીરી પૂરજોશમાં શરુ થઈમાતૃભૂમિનું ઋણ અદા કરવા માટે water storageના કાર્યો કરાઇ રહ્યા છેગામના અગ્રણી હાલે સુરત રહેતા કરસન પટેલે જણાવ્યું હતું કે, ધંધાર્થે તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા વિવિધ રાજ્યોની મુલાકાત લેવી પડે છે, પરંતુ માતૃભૂમિનું ઋણ અદા કરવા માટે જળસંચય (water storage)ના કાર્યો કરાઇ રહ્યા છે. પાણીના સંગ્રહ માટે તળાવ કે ડેમ બનાવવામાં આવ્યા તેના કારણે ભૂગર્ભ જળનું સ્તર વધ્યું છે. કચ્છમા ખેતી પર નભતા પરિવારોની સંખ્યા વિશેષ છે. આવી પરિસ્થિતિમાં ખેતી માટે પાણી મળી રહે તો કચ્છ નંદનવન બની શકે.રામપર (સરવા)રામપર (સરવા)આ વર્ષે 300 એકર જમીનમાં જળ સંગ્રહ થશેચાલુ વર્ષે પણ ચેકડેમ અને તળાવો બનાવવાની કામગીરી શરૂ છે. સ્વખર્ચે જળસંચય (water storage) અભિયાનના કાર્યક્રમ અંતર્ગત ભૂગર્ભ જળસંચય (water storage) હેઠળ આ વર્ષે 300 એકર જમીનમાં જળસંગ્રહ (water storage) થશે. અત્યાર સુધી 30 લાખનો ખર્ચ કરાયો છે, જેમાં બહાર વસતા મૂળ કચ્છી વતન પ્રેમીઓનો આ ઝુંબેશમાં સિંહફાળો છે.વરસાદી પાણીનો સંગ્રહ કરી પાણીને લઈને ગામ આત્મનિર્ભરવરસાદી પાણીનો સંગ્રહ કરી પાણીને લઈને ગામ આત્મનિર્ભરજળ સમસ્યા સામે લડવા આ પ્રકારના ઉપાયો દેશ વિદેશ માટે પણ પ્રેરણાદાયીદરેક સમાજ અને દરેક ગામના લોકો દ્વારા આ રીતે જળસંચય (water storage) કરવામાં આવે તો આવનારા સમયમાં પાણીની સમસ્યાથી છુટકારો મળી શકે તેમ છે. આવનારા સમયમાં “ ખાલીખમ કચ્છ કે દુષ્કાળિયા કચ્છ “ને બદલે “હરિયાળા કચ્છ “તરીકેની નામના મેળવી શકે તેમ છે. ગામના તમામ ખેડૂતો, ગૌસેવા સમિતિ, સરપંચ તેમજ અન્ય અગ્રણીઓ જહેમત ઊઠાવી રહ્યા છે અને બહાર વસતા મૂળ ગામના સ્વજનો આ જળ સંગ્રહ અભિયાન (water storage campaign) માટે દાતાઓ દ્વારા અપાયેલા સહકારથી ચાલતી આ પ્રવૃત્તિ સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તાર માટે મિશાલ રૂપ છે. જળ સમસ્યા સામે લડવા આ પ્રકારના ઉપાયો દેશ-વિદેશ માટે પણ પ્રેરણાદાયી છે.

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ઘાટકોપર દ્વારા રસીકરણ

💉 જય લક્ષ્મીનારાયણ 💉
શ્રી ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ (મુંબઇ)
*અને
*શ્રી કચ્છી કડવા પાટીદાર યુવક મંડળ ધાટકોપર દ્વારા આયોજીત વેક્સિનેશન કેમ્પ 18 વરસ થી ઉપર
સહર્ષ જણાવવાનું કે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ઘાટકોપર ના સભ્યો માટે રાહત દરે કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યા છીએ જેમાં સમાજ ના સભ્યોએ ફકત રૂ. ૪૦૦/- આપી રજિસ્ટર કરવાનું રહેશે તેમજ સમાજ સિવાય ના સભ્યો પાસેથી રૂ. ૭૮૦/- લઈને વેક્સિન આપવામાં આવશે
સ્થળ પાટીદાર વાડી ઘાટકોપર
*સંપર્ક સૂત્રો
*તિલક નગર
*રમેશ વિશ્રામ વાસાણી
*9819819420
રાજાવાડી
મનસુખ રણમલ શાખલા
7021352038
9892236496

ઘાટકોપર ઈસ્ટ
રાજુ ઉમરશી પોકાર
93236 40989

પટેલ ચોક
નટવરલાલ ચંદુલાલ ધોળું
9821338607

ગગાવાડી
બાબુ નારણ ધોળું
9920933850

અસલ્ફા
શાંતિલાલ મોહન ડાયાણી
9869124959

જુની માણેકલાલ
અશોક કરસન પોકાર
9321219813

નવી માણેકલાલ
પંકજ વાલજી અમૃતિયાં
9892838383

નોંધ:
૧) વેક્સિનેશનની તારિખ નક્કી થશે ત્યારે જાણ વોટ્સએપ મેસેજ દ્વારા જનરલ મેસેજ આવશે.
૨) જેટલા વેક્સિનેશનના ડોસ મળશે વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રાર પ્રમાણે આપવામાં આવશે.
3) સમાજનાં સભ્યો સાથે અન્ય સમાજના પણ સભ્યો રજીસ્ટ્રેશન થવાનું છે માટે સમાજનાં સભ્યો જલ્દી થી જલ્દી રજીસ્ટ્રેશન કરાવે
4) લી. શ્રી.ઘા.ક.ક.પા. સનાતન સમાજ (મુંબઇ)
5) શ્રી.ક.ક.પા. યુવક મંડળ ઘાટકોપર