પાટીદાર યુવા સંઘ દ્વારા વડોદરા વિભાગ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રી અ.ભા.ક.પા.યુવા સંઘ

નર્મદા કાઉન્સિલ
સરદાર પટેલ રીજીયન
વડોદરા વિભાગ

       *હેલ્થ ચેકઅપ કેમ્પ*

જય લક્ષ્મીનારાયણ
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ, ન્યુ વીઆઇપી રોડ ખાતે દશેરાના દિવસે *ASHIRWAD HOSPITAL & ICU * Dr. Prakashbhai Rasadiyaના માર્ગદર્શન હેઠળ હેલ્થ ચેકઅપ કેમ્પ* નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હેલ્થ એન્ડ ડિઝાસ્ટર ના કન્વીનર દીપકભાઈ કાલરીયા અને યુવક મંડળના સહમંત્રી જીતુભાઈ કાલરીયા એ ટીમ સાથે હતા જેમાં દરેકનું બ્લડપ્રેસર અને સુગર ચેક કરવામાં આવ્યું હતું, સાથે સાથે જરૂર મુજબ અમુક સભ્યોનો ઇસીજી ટેસ્ટ અને બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો . સભ્યોએ પણ વિવિધ પ્રશ્નો પર માહિતી મેળવીને મૂંઝવણો દૂર કરી હતી. આ કેમ્પમાં સમાજના પુરુષો અને મહિલાઓ મળીને કુલ 86 જેટલા સભ્યોએ આ કેમ્પનો લાભ લીધો હતો.

કરાડ ગ્રામીણ સમાજ માં માતાજી ના નવમે નોરતે મેડિકલ ચેકઅપ નો કાર્યક્રમ આયોજિત કરવા માં આવ્યો હતો.

કરાડ ગ્રામીણ સમાજ માં માતાજી ના નવમે નોરતે મેડિકલ ચેકઅપ નો કાર્યક્રમ આયોજિત કરવા માં આવ્યો હતો.
જેમાં વિશાળ સંખ્યા માં સમાજ ના ભાઈ બહેનો એ લાભ લીધો હતો.
સચિન હોસ્પિટલ કોલ્હાપુર ના ડોકટરો અને ગ્રામીણ સમાજ કરાડ ના ડોક્ટર અરવિંદ ભાઈ સાંખલા એ સેવા આપી હતી.
આ નિમિતે મિશન રાજકીય થીમ હેઠળ ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્ર રાજ્ય ના ઉપપ્રમુખ શ્રી
“વિનાયકરાવજી પાવસકર” ને આમંત્રિત કરવા માં આવ્યાં હતા. તેઓ શ્રી એ કોઈ પણ કામ પડે તો પૂર્ણ “સહકાર” ની ખાત્રી આપી હતી.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા “કરાડ ગ્રામીણ” સમાજ ના યુવક મંડળે ખુબ મહેનત કરી હતી જેની સમાજે નોંધ લઈ ને ધન્યવાદ આપ્યા હતા.

માતૃ મહિમા રથયાત્રા 21મી ઓક્ટોબરે મથલથી વાંઢાય

પાટીદાર સમાજ સંચાલિત દરેક નવરાત્રી મંડળ દ્વારા “માતૃ મહિમા રથયાત્રા” ના ભવ્ય આયોજન ની જાહેરાત દરરોજ તેવી વ્યવસ્થા કરવા તેમજ કડવા પાટીદાર સમાજ દ્વારા કુળદેવી માં ઉમિયાની આસ્થા ની અભિવ્યક્તિ ના આ રૂડા અવસર ને યાદગાર બનાવવા દરેક માઇ ભકતો એ કાર, બાઈક તેમજ અન્ય વાહનો દ્વારા આ રથયાત્રા માં જોડાવવા ભાવભર્યું આમંત્રણ ની સુંદર જાહેરાત કરવા નમ્ર વિનંતી..

તા:-21/10/2023, શનિવારે
બપોરના :-2:00કલાકે
મથલ ઉમિયા માતાજી મંદિર થી વાંઢાય ઉમિયા માતાજી મંદિર

શ્રી પાટીદાર સમાજ, ધાત્રોડ, નાગપુર દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રી પાટીદાર સમાજ, ધાટરોડ,નાગપુર માં આયોજિત નવરાત્રિ મહોત્સવ માં હમેશા ની માફક આજે પણ બીજા નવરાત્રિ દરમિયાન મહારાષ્ટ્ર રાજ્ય ના ઉપમુખ્યમંત્રી માનનીય શ્રી દેવેન્દ્ર ફડળવીસજી ઉપસ્થિત રહીને માં અંબે નો આશીર્વાદ મેળવીને ગરબા નો આનંદ લીધો હતો.
શ્રી દેવેન્દ્રજી નું શ્રી પાટીદાર સમાજ ધાટરોડ ના પ્રમુખશ્રી ભવાનજી ભાઇ ઠાકરાણી દ્વારા પુષ્પગુચ્છ આપ્યા બાદ માતાજી નો દુપટ્ટો પહેરાવી ને સ્વાગત કરેલ .
તેમને શ્રી પાટીદાર સમાજ દ્વારા નાગપુર થી અહમદાબાદ તક ની પ્રેરણા એક્સપ્રેસ ને કચ્છ ભૂજ તક લઇ જવા માટે નું જ્ઞાપન આપેલ, જેમાં તેમના દ્વારા યથાયોગ્ય પ્રયત્ન કરવાની અને ટુંક સમય માં જ આગળ તક લઇ જવા માટે ની રેલ મંત્રાલય ને સુચન આપવાની બાંયધરી આપેલ.
મહામંત્રી,
કાન્તીભાઈ છાભૈયા
શ્રી પાટીદાર સમાજ
ધાટરોડ
નાગપુર

શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નખત્રાણા, અબડાસા, લખપત તાલુકા દ્વારા 16/10/2023 ના રોજ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જય ઉમિયા.
જય લક્ષ્મીનારાયણ.

 *શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન

શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના ભાઈઓ અને બહેનોની સંયુક્ત મીટીંગ *નખત્રાણા, અબડાસા, લખપત તાલુકા સંગઠન
તારીખ:-16/10/2023 પાટીદાર ભવન, નખત્રાણા ખાતે
તાલુકાના અધ્યક્ષ શ્રી શાંતિલાલ પ્રેમજીભાઈ નાકરાણી.
મહિલા મંડળના અધ્યક્ષ શ્રી ઉર્મિલાબેન દયાણી દ્વારા સ્વાગત પ્રવચન સાથે સભાનો પ્રારંભ થયો હતો.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની ગ્રામ્ય કક્ષાએ સંસ્થાની રચના અંગેની માહિતી સંગઠન મંત્રી શ્રી ઈશ્વરભાઈ છાભૈયા દ્વારા આપવામાં આવી હતી.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નખત્રાણા, અબડાસા લખપત તાલુકા યુવા સંગઠન યુવા સંઘ કચ્છ પ્રદેશ *અધ્યક્ષ શ્રી રમેશભાઈ દડગા* દ્વારા યુવા સંગઠનના અધ્યક્ષ ઝવેરભાઈ કેશરાણી નખત્રાણા, મહામંત્રી હિતેશકુમાર મેઘાણી નાના અંગિયા, આ બે મિત્રોએ આપેલી સંપૂર્ણ માહિતી. બેઠક દ્વારા. તેમજ યુવા ટીમના બાકી રહેલા સભ્યોને વહેલી તકે પૂર્ણ કરવા જણાવ્યું હતું.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા યુથ ઓલિમ્પિયાડનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, સંસ્થાની સંપૂર્ણ માહિતી તેમજ સંસ્થાના દરેક કાર્યક્રમની વિગતો અને સંસ્થાના મુખ્ય હેતુ અને કાર્યની માહિતી જિલ્લા સંગઠનના સંગઠન મંત્રી દ્વારા આપવામાં આવી હતી. શ્રી છગનભાઈ ખેતાભાઈ ધાનાણી.
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા તારીખ:-31/10/2023 ના રોજ સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે* જિલ્લા સંગઠન મહામંત્રીશ્રી ઈશ્વરભાઈ સાખલા દ્વારા આપવામાં આવેલ સંપૂર્ણ માહિતી તેમજ વધુ અને વધુ તાલુકા સંગઠનોને આ મહાસંમેલન કાર રેલીમાં ભાગ લેવા આમંત્રણ છે.
(31/10/23 ના રોજ સવારે 6:00 વાગ્યે ભચાઉથી નીકળશે)* કારની નોંધણીમાં જોડાવા માટે ઓનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે તેથી કૃપા કરીને વહેલા નોંધણી કરાવો.
તાલુકા એસોસિએશનના અધ્યક્ષ શ્રી શાંતિલાલ નાકરાણી દ્વારા આપવામાં આવેલ “માત્રી મહિમા રથયાત્રા” વિશેની માહિતી ગત વર્ષની જેમ આ વર્ષે પણ તા.21/10/2023, શનિવાર બપોરે:-2:00 મથલ ઉમિયા માતાજી મંદિરથી વાંધે ઉમિયા માતાજી સુધી મંદિર સુધી ભવ્ય બાઇક અને કાર રેલી કાઢવામાં આવશે ત્યારબાદ દરેક ગામડાના સમાજ/યુવા સમાજ/મહિલા સમાજના ભાઈઓ/બહેનોને મોટી સંખ્યામાં જોડાઈને ઉમિયાની આસ્થા પ્રગટ કરવા આમંત્રણ છે.
“માતૃ મહિમા રથયાત્રા” ને સફળ બનાવવા માટે જિલ્લા કો.ચેરમેન શ્રી શાંતિલાલ નાકરાણી, કોટડા (જ) તરફથી સંપૂર્ણ સહકારની ખાતરી.

અમારા સનત શતાબ્દી મહોત્સવના મુખ્ય (ભામાશા) દાતાશ્રી પુજાભાઈ શિરવી નું મીટીંગમાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના સામાજિક કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.

તાલુકા મહિલા મંડળ ચેરમેન શ્રી ઉર્મિલાબેન દયાણી એ તાલુકા ટીમની જાહેરાત કરી.

સભામાં પ્રમુખ શાંતિલાલ નાકરાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સમાજ સંસ્થામાં જોડાઈને દરેક કાર્યમાં સહકાર આપવા હાકલ કરી હતી.

મીટીંગ માટે આભારદર્શન યુવા સંગઠન પાંખના અધ્યક્ષ શ્રી ઝવેરભાઈ કેશરાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

સંસ્થા *મહામંત્રી શ્રી કિશોરભાઈ કાંતિભાઈ નાયાણી* દ્વારા સભાનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું.

શ્રી બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સમાજની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

જય શ્રી લક્ષ્મીનારાયણ
સંપ ~ સેવા ~ સહકાર

આજ રોજ શ્રી બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ ની વાર્ષિક સામાન્ય સભા (AGM) બિદડા પાટીદાર સમાજ વાડી મધ્યે સમાજના પ્રમુખશ્રી શામજીભાઈ છાભૈયા ના અધ્યક્ષ સ્થાને મળેલ.
જેમાં સમાજના બોહોડી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા.
જેમાં સમાજનો વાર્ષિક અહેવાલ અને સમાજના વિકાસ અને નીતિ નિયમો વિશે ખૂબ સારી એવી તંદુરસ્ત ચર્ચા કરેલ

અમદાવાદના ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું

તા ૨૦.૦૮.૨૦૨૩ ને રવિવાર ના રોજ બપોરે ૦૩ કલાકે અમદાવાદ ઝોન ની એ જી એમ પ્રમુખ શ્રી આર એન પટેલ ની અધ્યક્ષ તા માં ડો શ્યામા પ્રસાદ મુખરજી ઓડિટોરિયમ વસત્રરાલ ખાતે યોજાઈ ગયેલ .તેમા નરોડા સમાજ ના યુવાન કેન્દ્રીય યુવાસંધ ના પ્રમુખ તરીકે પંકજ ભાઈ પારસિયા તથા ચીફ સેકરેટરી તરીકે નરોડા સમાજ ના જ ડો . વિપુલ ભાઈ છાભૈયા ની વરણી થવા બદલ સન્માન કરવામા આવેલ હતુ સાથે સાથે નરોડા સમાજે પણ સન્માન કરેલ હતુ . સાજ ના ભોજન બાદ રાત્રે ૦૯ કલાકે સામાજીક કોમેડી નાટક વિદેશી વહુ તને શું કહુ નાટક ઝોન ના સમસ્ત સમાજજનો એ રસ પુરવરક નિહાળ્યો હતો ! સમગ્ર સભા નુ સંચાલન ઝોન મહામંત્રી તુલસી ભાઈ ધોળું એ કર્યું હતુ .

વિથોન લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજે આવનારા અમૃત મહોત્સવ માટે મહેમાનોને વ્યક્તિગત આમંત્રણ મોકલ્યા

વિથોણ : –
લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ

આપણાં આગામી અમૃત મહોત્સવ ૨૦૨૩ નાં ઉત્સવ માં પધારવા આમંત્રિત મહેમાનો અને વિવિધ અધિકારી સાહેબો ને રૂબરૂ માં આમંત્રણ પત્રિકા આપતાં આપણાં આગેવાન કાર્યકરોશ્રી…

અમૃત મહોત્સવ ૨૦૨૩ નાં ઉત્સવ માં પધારવા આમંત્રિત મહેમાનો માં માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબ, કર્મઠ શાસ્ત્રી શ્રી હંસરાજભાઇ જોશી સાહેબ અને કેન્દ્ર સ્થાન સંસ્કારધામ ખાતે રૂબરૂ માં આમંત્રણ પત્રિકા આપતાં આપણાં આગેવાન કાર્યકરોશ્રી….

વ્યારામાં સ્વ.ડો.વસંતભાઈ ધોળુને સમર્પિત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

🙏 જય લક્ષ્મીનારાયણ 🙏

ક.ક.પા. યુવા મંડળ, વ્યારા


*🌳વૃક્ષરોપણ ૨૦૨૩🌳*


 *वृक्षारोपण कार्य महान,*
      *एक वृक्ष सौ पुत्र समान ।*

આ સુવિચાર ને સાર્થક કરવા હેતુ મિશન ગ્રીન ઇન્ડિયા અંતર્ગત સ્વ. ડૉ. વસંતભાઈ ધોળુને સમર્પિત વૃક્ષા રોપણ કાર્યક્રમ ૨૦૨૩ નું આયોજન તારીખ ૧૭/૦૮/૨૦૨૩ ગુરુવાર ના દિને કરવામાં આવ્યું હતું.
સમાજના સભ્યો, યુવક, યવતીઓ, મહિલાઓ અને ભૂલકાઓ સવારના ૯.૦૦ કલાકે શ્રી મહાલક્ષ્મી ટીમ્બર કોર્પોરેશન , વ્યારા ખાતે ભેગા થયા હતા. ત્યાં સમાજના સૌ સભ્યો દ્વારા આંબો, લીમડો, જાંબુ, બદામ જેવા અલગ અલગ ૫૦ થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતાં. વડીલો દ્વારા આવા વૃક્ષો વાવી અને સમયાંતરે વૃક્ષોની જાળવણી કરવા માટે જણાવ્યું હતું.
અંતે સૌએ સાથે મળીને અલ્પાહાર કરી છૂટા પડ્યા હતા.

🤝 #TohetherWeCan 🤝

સંકલન –
PRO મેહુલ રામાણી
ક.ક.પા. યુવા મંડળ, વ્યારા

ખેતાબાપાના મંદિરમાં માત્ર હિન્દુ ધર્મના ભક્તો જ પ્રવેશ કરી શકશે, ટૂંક સમયમાં જ પોલિસી અમલમાં આવશે

જય ખેતાબાપા 🙏🏻🙏🏻

સંત શ્રી ખેતાબાપા સંસ્થાન
વિથોણ

સર્વે સમાજ્જનો ને જણાવવા નું કે આપણા સંત શ્રી ખેતાબાપા સંસ્થાન આપણુ ધાર્મિક દેવસ્થાન હોતાં પરીસર માં ધાર્મિકતા જળવાય તે હેતુ થી માત્ર હિન્દુ ધાર્મિક આસ્થા ધરાવતા ભક્તો પ્રવેશ કરી શકે તેની કાર્યવાહી ચાલુ છે અને આગામી દિવસોમાં હજુ પણ સંસ્થા માં સિસ્થ જળવાય તે બાબતે પણ અનેક પ્રકારના નીતિ નિયમો પર અમલ કરવા માં આવશે…

જેની જ્ઞાતિજનોને નોંધ લેવા અને સહકાર આપવા વિનંતી…....

સંત શ્રી ખેતાબાપા સંસ્થાન – વિથોણ