ઘાટકોપર સમાજ વાડી ખાતે સાતમ-આથમ ઉજવાશે, નોંધણી શરૂ થઈ

શ્રી ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ (મુંબઇ)*
સહયોગી
*ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ
ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ
*આયોજિત આઠમ નો કાર્યક્રમ
*આપણે આ વખતે નાના પાયે સાતમ-આઠમનો તહેવાર ઉજવવા જઈ રહ્યા છીએ.

  • કોરોના મહામારી ના કારણે આપણે ફક્ત જન્માષ્ટમી એટલે આઠમ જ કરશું અને તે પણ મર્યાદિત સંખ્યામાં. જેમાં આપણે દર વર્ષની જેમ જે દીકરી પિયર સાતમ રમવા આવી હોય અને જે નવવધૂની પહેલી સાતમ સાસરે હોય તેમનું સન્માન કરવામાં આવે છે. તો તે કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ. જેમાં ગયા વર્ષની ગોયણી અને નવ વધુ અને આ વરસ ની ગોયાણી અને નવ વધુ ને આમંત્રણ છે. માર્યાદિત સંખ્યા હોવાના કારણે નીચે આપેલ બહેનો પાસે નામ લખાવા વિનંતી. 🙏
  • કાર્યક્રમની તારીખ:૩૦/૮/૨૧
    સમય સાંજે ૪:૦૦
    *સ્થળ ઘાટકોપર પાટીદાર વાડી
    નામ નોંધાવા ની છેલ્લી તારીખ ૨૫/૮/૨૧ છે.
    પ્રભાબેન ડાયાણી: ૯૦૨૨૫૬૦૬૩૬
    *સુશીલાબેન ધોળું: ૯૬૬૨૯૨૨૨૩૧
    રીટાબેન માવાણી: ૭૩૦૩૦૪૪૯૪૪
    *ભાદુરી લીંબાણી: ૯૭૬૮૪૦૦૯૯૦
    તમે આ બહેનોને ફોનથી પિયર પક્ષનું પૂરું નામ, સાસરા પક્ષ પુરુ નામ,ગામ, હાલમાં ક્યાં રહો છો, ઘાટકોપર ફેમિલી આઈડી નંબર, ફોન નંબર આટલું લખવું જરૂરી છે.
    અલ્પાહાર ની વ્યવસ્થા રાખવામાં આવી છે.
    ખાસ નોંધ: આ જાહેર આમંત્રણ નથી તેની જાણ લેવી.
    *ગોયણી અને નવપરણિત પુત્રવધુ સાથે એક વ્યક્તિને જ આમંત્રણ છે. 🙏

સ્વતંત્રતા દિવસ પર શ્રી જયાબેન ચોપડાનુ સન્માન

શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન સંસ્કારધામ દેશલપર ખાતે માનનીય શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તથા કચ્છ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તથા કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા તથા કચ્છ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી જયાબેન બાબુભાઈ ચોપડા એ શુભેચ્છા મુલાકાત લીધી અને તેમનું સંસ્થાના હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું..

નખત્રાણા સમાજ ખાતે ધ્વજવંદન

નખત્રણા
પાટીદાર વિધાર્થિ ભવન
75 મો સ્વતંત્ર દિન નિમિતે ધ્વજ વંદન કાર્યક્રમ
,,,,,,,,, ,,,,,,,,, ,,,,,,,,,, ,,,,,,,,
શ્રી સમાજ ના પ્રમુખ શ્રી અબજી ભઈ કાનાણી ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામા આવે લ
પ્રેરક પ્રવચન ,
ગોપાલ ભાઈ ભવાની
ઉપપ્રમુખ
છગન ભાઈ રામજીયાની
ટ્રસ્ટી શ્રી
સુરેસ ભાઈ કાનજીયની
ઝોન પ્રમુખ
છગન ભાઈ ધનાણી
રિઝિયન પ્રમુખ
મહિલા પોલિસ અધિકારી શ્રી
લીલાબેન પાચણી
નખત્રણા સરપંચ શ્રી
નયના બેન સેઠિયા
જિલ્લા પંચયત સડસય
દેવસંકર ધનાણી
……….
વિસેસ ઉપસ્થિતિ
રવજી ભાઈ લિબાણી
મોહન ભાઈ લિંબાણી
લાલજી ભાઈ રામાણી
ડાયાં ભાઈ સેગાણી
વિસનજી ભાઈ પાંચાની
ધનજી ભાઈ લિંબાણી
Chandu ભાઈ લિંબાણી
ધનજી ભાઈ લિંબાણી
હરિ ભાઈ ધોળું
તુલસી ભાઈ પોકાર
પ્રવિણ ભાઈ ધનાણી
ભીમજી ભાઈ રૈયાણી
કેસૂ ભાઈ લિંબાણી
ગંગાબેન ધોળુ
ગંગાબેન રૈયાણી

તેમજ
નખત્રણા 3 સમાજ, યુવક મંડળ , મહિલા મંડળ ,ગટક સમજો, વિધાંર્થી યુનિયન હોદેદરો ઉપસ્થિત રહેલ મહિલા પોલિસ સ્ટાફ હાજર રહેલ
પરસાદી ના દાંતા સૈલેસ ભાઈ પોકાર
આભાર વિધિ છગન ભાઈ રૈયાણી કરેલ

ભુજ નજીક રોડ દુર્ઘટના

ભુજના દેસલપર નજીક એસટી બસ અને બોલેરો કાર વચ્ચે સર્જયો અકસ્માત*

અકસ્માતમાં 6 થી 7 વ્યક્તિઓ ઘાયલ
બોલેરોમાં ફસાયેલા લોકોને જેસીબીની મદદ વડે બહાર કઢાયા
ઈજાગ્રસ્ત ને 108 અને ખાનગી વાહનો મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
અકસ્માતના કારણે નખત્રાણા ભુજ હાઇવે ઉપર ટ્રાફિકજામ સર્જાયો

કોટડા જડોદર લક્ષ્મીનારાયણ સમાજ દ્વારા સ્વાદિષ્ટ દેશી ઘી લાડુ

સર્વેને જય લક્ષ્મીનારાયણ*   💐  
   👏કોટડા જડોદર લક્ષ્મીનારાયણ સમાજ 
       પાટીદાર સમાજ
       સર્વે જ્ઞાતિજનો તેમજ ગ્રામજ નો  આપણે હર હંમેશ લીસેણી ના અમુલ દેશી ઘી ના લાડુ જન્માષ્ટમી પર્વ ઉપર બનાવી છીએ પરંતુ ગત વર્ષ કોરોનાની મહામારી ના લીધે આપણે લાડુ નહોતા બનાવેલ   પરંતુ આપની આતુરતા અને વ્યાકુળતા ને ધ્યાને રાખી ને ચાલુ વર્ષે આપણે અમુલ દેશી ઘી ના  લાડુ બનાવવા ના છીએ તે આપ સર્વેને અમો જણાવતા ઉત્સાહની લાગણી અનુભવીએ છીએ👏
          🙏🙏આપણે દર વર્ષે જે અમુલ દેશી ઘી ના લાડુ બનાવી છીએ તેવી જ કોલેટી ના *અમુલ દેશી ઘી ના લાડુ કિંમત 1 કિલો રૂપિયા 180₹રાખેલ છે જેની* નોંધ લેશો અને વહેલી તકે આપ શ્રી નીચે જણાવેલ સ્થળ ઉપર તારીખ અનુસંધાને નોંધણી કરી લેશો એવી આશા🙏🙏
     *ખાસ નોંધ લેશો*
*લાડુ દેશીઘી અમુલ ના પ્રતિ કિલો 180*
     *અમુલ દેશીઘીના લાડુ નોંધણીની
     *તારીખ 10/8/ 2021 થી 20/8/ 2021*
*વિતરણ તારીખ 25/ 8/ 2021*
૧.. નવીનભાઈ પૂજા જનરલ       સ્ટોર
૨… રાજેશ જનરલ સ્ટોર મનોજભાઈ દિવાણી
૩.. શ્રી રામ એગ્રો રમણીકભાઈ લીંબાણી
૪… શ્રી ઉમિયા એગ્રો રાજુભાઈ વેલાણી
૫ શ્રી ઉમિયા એગ્રો નખત્રાણા        હિરેનભાઈ વેલાણી
૬… ઉમિયા એગ્રો સેન્ટર પુનિતભાઈ છભૈયા
૭… શિવ શક્તિ ટી સ્ટોલ રાજુભાઈ પોકાર વિશ્વકર્મા
માર્કેટ
૮.. ગાયત્રી ઇલેક્ટ્રીક વિરાણી મોટી પ્રફુલભાઈ ખેતાણી

*ઉપરોક્ત જણાવેલ સ્થળ ઉપર આપ શ્રી સમયસર લાડુ ની નોંધણી કરાવી લેશો*
   *જય લક્ષ્મીનારાયણ જય સનાતન*

નખત્રાણામાં “ઓક્સિજન પ્રોડક્શન પ્લોટ” અને “25 ઓક્સિજન સપ્લાય રૂમ” શરૂ કર્યું

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ સંચાલિત “પાટીદાર કોવિડ કેર સેન્ટર”, નખત્રાણા ખાતે કરછ કલેકટરશ્રી પ્રવિણા.ડી ,અને નખત્રાણા ડેપ્યુટી કલેક્ટશ્રી મેહુલ બરાસરા પ્રયત્ન થી ઉભુ કરવામાં આવેલ “ઓક્સિજન ઉત્પાદન પ્લાટ”, અને “25 ઓક્સિજન સપ્લાય રૂમ” નુ આજરોજ અબડાસા વિસ્તાર ના ધારાસભ્યશ્રી પ્રધ્ધુમનસિહ જાડેજા નાં વદ્દહસ્તે રેબીન કાપીને ખુલ્લો મુકવામાં આવેલ.આ પ્રસંગે ડેપ્યુટી કલેક્ટશ્રી મેહુલ બરાસરા , નખત્રાણા મામલતદારશ્રી સોલંકી સાહેબ, નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જયસુખભાઇ ડાયાણી, કેન્દ્રીય સમાજ ના ટ્રસ્ટીશ્રી રામજીભાઈ નાકરાણી, ટ્રસ્ટીશ્રી ધનજીભાઈ છાભૈયા, કેન્દ્રીય સમાજ ઉપપ્રમુખશ્રી ર્ડા. શાંતિલાલ સેધાણી, ખજાનચીશ્રી છગનભાઇ રૈયાણી, મંત્રીશ્રી પ્રવિણભાઇ ધોળુ, નખત્રાણા ઝોન મહામંત્રીશ્રી હિરાભાઇ ધનાણી, ખજાનચી અરજણભાઇ તેજાણી, નખત્રાણા ઝોન ન્યાય સમિતિ ના પ્રમુખશ્રી રતનશીભાઈ ભીમાણી, યુવાસંઘ કરછ રિજીયન ઉપપ્રમુખશ્રી શાંતિલાલ નાકરાણી, મહિલાસંધ ના ઉપપ્રમુખ શ્રીમતિ ગંગાબેન રામાણી, મંત્રી શ્રીમતી અનુરાધાબેન સેધાણી , નખત્રાણા વેપારી મંડળ ના પ્રમુખશ્રી બાબુભાઇ ધનાણી, નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખશ્રી દિલિપભાઈ નરસિગાણી, જિલ્લા પંચાયત સદસ્ય નયનાબેન પટેલ, નખત્રાણા નવાવાસ ના ઉપપ્રમુખશ્રી મંગલભાઇ કેશરાણી,મધ્ય વિભાગ ના પ્રમુખશ્રી ચંદુભાઈ વાલાણી,પ્રશ્ચિમ વિભાગ ના પ્રમુખશ્રી લાલજીભાઈ રામાણી, પાટીદાર કોવિડ કેર સેન્ટર ની વિવિધ સમિતિના સભ્યોશ્રીઓમા કરછ રિજીયન પૂર્વ પ્રમુખશ્રી શૈલેષભાઈ પોકાર, શ્રી ભરતભાઈ રૈયાણી, શ્રી ભાણજીભાઈ જબુઆણી, શ્રી કાંતિભાઈ નાથાણી, શ્રી કરશનભાઇ લિંબાણી તેમજ વિવિધ સમાજીક સંસ્થા/ રાજકીય સંસ્થા ના અગ્રણીઓ હાજર રહ્યા.
* આ પ્રસંગે ર્ડા. શાંતિલાલ સેધાણી પાટીદાર કોવિડ સેન્ટર ની પ્રાથમિક માહિતી આપેલ અને જણાવેલ કે સરકારશ્રી/ દાતાશ્રીઓ અને કાર્યકર્તાઓ ના સાથ સહકાર થી આ સેન્ટર ઉભુ કરવામાં આવે છે .આ વિસ્તારના લોકોને સમયસર સારવાર મળી રહે અને દર્દીઓ ને વિનામૂલ્યે સારવાર મળે એ હેતુથી પાટીદાર સમાજ દ્વારા આ કોવિક સેન્ટર સગવડ ઉભી કરવામાં આવેલ છે. ડેપ્યુટી કલેક્ટશ્રી મેહુલ બરાસરા પાટીદાર કોવિડ સેન્ટર કામગીરી ની પ્રસંશા કરી અને કપરા કાળમાં આ સંસ્થા ખૂબ આશિર્વાદરૂપ બની રહી આવા નેક કાર્ય કરવા બદલ ધન્યવાદ પાઠવે. નખત્રાણા તાલુકા મામલતદારશ્રી સોલંકી સાહેબ પાટીદાર કોવિડ સેન્ટર કામગીરીને બિરદાવી હતી. શ્રી કેન્દ્રીય સમાજ ના ટ્રસ્ટીશ્રી રામજીભાઈ નાકરાણી આવા નેક કાર્ય કરવા માટે આશિર્વાદ આપેલ અને સહયોગ આપવા જણાવેલ.
અબડાસા વિસ્તાર ધારાસભ્યશ્રી પ્રધ્ધુમનસિહ જાડેજા સૌ પ્રથમ આ સંસ્થા ને ધન્યવાદ પાઠવે.આ સંસ્થા કપરા કાળમાં આ વિસ્તારના લોકો માટે આર્થિક રીતે ખુબ ઉપયોગી નીવડી.જે દર્દીઓ આ સંસ્થા માં સારવાર મેળવ્યા બાદ સાજા થયેલા દર્દીઓ આ સંસ્થા ની સેવાકીય કામગીરી ની ખુબ પ્રસંશા કરી છે.આ સંસ્થા માં આર્થિક/સેવાકીય પ્રવૃત્તિઓ માં જેમને યોગદાન આપેલ છે તેમને ધન્યવાદ પાઠવે.

  • આજના કાર્યક્રમ નું સંચાલન યુવાસંઘ કરછ રિજીયન ઉપપ્રમુખશ્રી શાંતિલાલ નાકરાણી અને આભારવિધિ કેન્દ્રીય સમાજ ના ખજાનચી શ્રી છગનભાઇ રૈયાણી કરેલ એજ..
    પ્રચાર-પ્રસાર સમિતિ
    *પાટીદાર કોવિડ કેર સેન્ટર
    નખત્રાણા,કરછ

પાટીદાર કોવિડ કેર સેન્ટર દ્વારા “ઓક્સિજન પ્રોડક્શન પ્લાન્ટ” ની સ્થાપના

ખૂબ ખૂબ આભાર..*
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ સંચાલિત “પાટીદાર કોવિડ કેર સેન્ટર” ની સેવાકીય કામગીરી ને બિરદાવી.” AIROX NIGEN EQUIPMENTS PVT. LTD” દ્રારા “પાટીદાર કોવિડ કેર સેન્ટર”નખત્રાણા ખાતે ₹ 26,25,000 ના ખર્ચે “ઓક્સિજન ઉત્પાદન પ્લાટ” વીથ જનરેટર બેસાડીને ખૂબ પ્રશંસનીય કામગીરી કરેલ છે. આ કામગીરી માટે કરછ જિલ્લા કલેકટશ્રી પ્રવિણા .ડી અને નખત્રાણા ડેપ્યુટી કલેક્ટશ્રી ર્ડા. મહુલ બરાસરા નો ખૂબ સહયોગ રહ્યો.આ પ્રસંગે શ્રી કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખશ્રી ર્ડા.શાંતિલાલ સેધાણી , નખત્રાણા કન્યા છાત્રાલય કન્વીનરશ્રી પ્રવિણભાઇ ધનાણી, શ્રી ભીમજીભાઈ રામાણી હાજર રહેલ.

ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓનો….🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ મુંબઇ ઝોનનો નવો કારોબારી ટર્મ ચૂંટવામાં આવશે

શ્રી ઘાટકોપર પાટીદાર સનાતન સમાજ મુંબઈ. શ્રી અ ભા ક ક પા સમાજ મુંબઇ ઝોન ની નવી કારોબારી કાર્યકાળ ૧/૮/૨૧ થી ૩૧/૭/૨૦૨૪ માટે ઘાટકોપર સમાજ થી 12 નામો તા: ૩૦/૦૭/૨૦૨૧ ના આપવાના છે જેથી મુંબઈ ઝોનની કારોબારીમાં સેવા આપવા ઈચ્છા હોય તે પોતાનું નામ અને મોબાઇલ નં. વોટ્સએપ પર મહામંત્રીશ્રી મહેન્દ્ર સેંઘાણી 9322233527 પર ૩૦/૦૭/૨૦૨૧ ના બપોરના 3 વાગા સુધીમાં મોકલાવવા ના છે.મર્યાદિત નામો થી વધારે નામો આવશે તેવા સંજોગોમાં તેમાંથી ઘાટકોપર સમાજ ના કારોબારી સભ્યો મર્યાદિત નામો નક્કી કરશે. આ સહકાર સાથે મુંબઇ ઝોન નવી કારોબારી માટે નામ નોંધાવા આમંત્રણ પાઠવે છે. જય માતાજી, જય લક્ષ્મીનારાયણ લી. પ્રમુખ અમૃતલાલ સેંઘાણીમહામંત્રી મહેન્દ્ર સેંઘાણી

કચ્છ આવતા પ્રવાસીઓ નોંધ લેશો


મોરબી જીલ્લામાંથી નેશનલ હાઇવે 27 પસાર થાય છે જે નેશનલ હાઇવે પર માળીયા તાલુકાના હરીપર ગામ નજીક રેલ્વે ઓવરબ્રીજ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે જેથી ઓવરબ્રીજ ઉપરનો એક બાજૂનો રોડ રિપેરીંગ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રાફિક માટે બંધ કરેલ છે.
મોટા વાહનોને આ માર્ગ પર ચાલવાની મંજૂરી નથી. આવા વાહનોને સુરેન્દ્રનગર/અમદાવાદ/પાલનપુર/રાધનપુરથી વૈકલ્પિક માર્ગ લેવાની સલાહ આપવામાં આવે છે.
અન્ય ટ્રાફિક માટે, માલિયા અને સામખિયાળી વચ્ચે અમુક ભાગમાં સીંગલ રસ્તો ખુલ્લો રાખેલ હોઇ જેથી વાહન વ્યવહાર ધીમો ચાલશે. જેથી ટ્રાફિક નિયમન અને નિયંત્રણમાં સહકાર આપવા મોરબી જીલ્લા પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે. ટ્રાફિક સરળ બનાવવા માટે સ્થાનિક પોલીસ, જિલ્લા ટ્રાફિક તથા અન્ય પો.સ્ટે.ના તથા પોલીસ હેડ કવાર્ટરના પોલીસ અધિકારી / કર્મચારીઓ તથા નેશનલ હાઇવેના માર્શલ વાહનો સાથે ટ્રાફિક નિયંત્રણ માટે રાખેલ છે. તેમજ વધારાની કેન્સ, એબ્યુલન્સ, રૂટ પેટ્રોલિંગ વાહનો, હાઇડ્રા, જેસીબીની વ્યવસ્થા કરવામાં આવી છે.
અષાઢી બીજમાં કચ્છનો આપનો પ્રવાસ હોય તો મહેસાણા થઈ રાધનપુર થઈને આવજો અન્યથા અમદાવાદ થી માળિયા one way traffic માં ફસાઈ જશો કચ્છ આવતા આપના ભાઈઓ તથા સગા વાલા ને જાણ કરવા વિનંતી….

નજીવી બાબતો માં છૂટાછેડા અને અઢળક મની માંગણી ?

નજીવી બાબતો માં છૂટાછેડા અને અઢળક મની માંગણી ?
સમાજમાં આ એક નવી સમસ્યા વધી છે
આજકાલ એક નવી સમસ્યા – નવું દુષણ સમાજમાં જોવા મળ્યું છે.
અત્યારની આધુનિક પેઢી નજીવી અને નાની બાબતોમાં છૂટાછેડા સુધીના પગલા ભરીને પોતાના લગ્નજીવનનો અંત આણી રહી છે.
છૂટાછેડા પાછળના મૂળભૂત કારણો તપાસતા ખબર પડે કે એકબીજા
જીવનસાથી પાત્રને બદલે આધુનીક સુખ-સગવડો અને હરવા ફરવા
જેવી મોજ શોખની અપેક્ષાઓ વધુ પડતી હોય છે.
જયારે સંઘર્ષ, સહનશકિત અને એક બીજા પ્રત્યે સમર્પણની ભાવના તો
કયાંય જોવા મળતી નથી હોતી.
માવતર પક્ષ તરફથી મળતા અયોગ્ય પ્રોત્સાહન ને કારણે છૂટાછેડા
સુધીના સ્ટેજ પર સંતાનો પહોંચી તો જાય છે પરંતુ પછી શરૂ થાય છે
એક પ્રકારની દુશ્મનાવટ..અને છૂટાછેડા માટે મોટી મોટી રકમની
માંગણી. શું આ બાબત દીકરી-દીકરાના માવતર તરીકે યોગ્ય છે?
સબંધ ના રાખવો હોય તો વડિલોએ રાજી ખુશીથી છૂટાછેડાની પ્રક્રિયા
પુરી કરવી જોઈએ પરંતુ એકબીજાને આર્થિક પાયમાલ કરવાની આ
કુટનિતિ શું જ્ઞાતિ માટે વ્યાજબી છે? આ તો તોળ કર્યો કહેવાય..!!
આપણા જ્ઞાતિ મંડળો,સંસ્થાઓ અને સંગઠનો મળી સમાજ વચ્ચે
આ બાબતનું એક બંધારણ નકકી ન કરી શકીએ ??