નાના અંગીયાથી મહેસાણા જતી એમ્બ્યુલન્સ નો જુની દુધઈ પાસે અકસ્માત, દર્દીનું મૃત્યુ, 3 ઈજાગ્રસ્ત*
તારીખ 3/12/2021 ના નાના અંગીયા થી નીકળેલ એમ્બ્યુલન્સ નુ શુક્રવાર ના મોડીરાત્રે ડમ્પર સાથે ટક્કર થયેલ જેમાં દર્દી લક્ષ્મીબેન રૂડાણી (75) નૂ મૃત્યુ થયેલ છે
ઈજાગ્રસ્ત વાડીલાલભાઈ, મિલનભાઈ તેમજ હેમલતાબેન ને ઈજાઓ થયેલ
અંગીયા થી મનોજભાઈ વાઘાણી અને વીસેક જેટલા યુવાનો, સાથે ગુણાતીતપુર અને ભુજ ના આપણા ભાઈઓ એ ભુજ ની જી , કે, હોસ્પિટલ માં દાખલ કરવામાં મદદ રૂપ થયેલ
કાનાણી પરિવાર, હુગલી, શ્રીરામપુર ના નંદા ગામ પાટીદાર સમાજ નો સંપત્તિ વિવાદ, માતમ માં ફેરવાયો.
હુગલી, શ્રીરામપુર ના નંદા ગામ ના કાનાણી પરિવાર કચ્છ ના વિરાણી મોટી (નખત્રાણા તાલુકા) ના રહેવાસી હતા. પરિવાર ના ચાર એ ચાર સદસ્યો નું દેહાંત.
નંદા માં તેઓ નો વ્યવસાય ઉમિયા ટિમ્બર માર્ટ, પોલીસ ના રિપોર્ટ મુજબ આજ તા. ૦૨/૧૨/૨૦૨૧ના સવાર માં આ ઘટના ઘટેલ. દિનેશભાઈ માવજીભાઈ કાનાણી (ઉંમર ૫૦) અને અનસુયાબેન દિનેશભાઈ કાનાણી (ઉંમર ૪૭) તેઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામેલ. કલકત્તા ના પી.જી. હોસ્પિટલ માં તેઓ ના બાપુજી, માવજીભાઈ હંસરાજભાઇ કાનાણી (ઉંમર ૭૬) અને પુત્ર, ભાવિક દિનેશભાઇ કાનાણી (ઉંમર ૨૩) માં દાખલ કરાવ્યા હતા. પણ બપોર લગભગ ૨:૦૦ વાગે, તેઓ ના પણ મૃત્યુ ના સમાચાર મળેલ.
તા. ૦૩-૧૨/૨૦૨૧,સવારે ૮:૦૦ વાગે તેમની અંતિમ યાત્રા શ્રીરામપુર સમાજવાડી થી જશે.
બંગાળ ની સીંગુર માં સંપત્તિ ના વિવાદ માં કચ્છ ની મોટી વિરાણી ના કાનાણી પરિવાર ના દિનેશ ભાઈ અને એમનાં ધર્મપત્ની અનુષ્કા બેન ની કરપીણ હત્યા કરી ગામ ગડુલી ના યોગેશ ભાવાણી ફરાર.
મૃતક દિનેશ ભાઈ ના પિતાજી તેમજ એમના પુત્ર સંગીન હાલત માં કોલકાતા હોસ્પિટલ માં રેફર કરવામાં આવેલ છે.
હમણાં પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી ચાલુ છે.
આ ઘટના અહીં બંગાળ ની છે.કલકત્તા થી થોડોક સાયડ એરિયો સીંગુર પાસે નાદા ગામ છે જ્યાં આ પરિવાર રહેતો હતો.વડીલ બાપાના સગા શાળા ના દીકરાએ આ વડીલ,એનો દીકરો વહુ ને પોત્રાનું આજ વેલી સવારે હત્યા કરી છે.આ દિનેશ ભાઈ ના સગા મામા ના દીકરાએ આ હત્યા કરી છે.
હત્યારા ની પત્ની બિહારી છે.
અને સંપત્તિ નો કાંઈક મામલો છે.
બાપાએ પોતાના શાળા ના દીકરા ને પોતાને ત્યાં કામ નો આશરો આપ્યો તો.બે વર્ષ પહેલા નોખા બી થઈ ગયા તા.પણ બે દિવસ પેલા ઓલ્યો હત્યારો પેસા માગવા આવ્યો ને આ લોકોએ કીધું કે તારો ભાગ તું લઈ ગયો છે હવે સેના પેસા,,આમ કહી પેસા આપ્યા નહિ ને આજ સવારે આવી આવી જઘન્ય હત્યાઓ કરી ને ફરાર થઈ ગયો છે.
દોસ્તો કણબી કણબી થઈ ને આવું કરે તો બીજી નાત નું શુ કહેવું.
પણ અહીં એક વાત વિચારવા જેવી છે કે આ હત્યારો ભલે કણબી હતો પણ એની પત્ની બિહારી હતી
કણબી ની બુદ્ધિ હાવ આવી નીચ ની કોઈ દિવસ ન હોય.આવી બુધુ બીજી નાત ની જ હોય છે
ઘડાણી ગામના નવા સરપંચ તરીકે શ્રીમતી રેખાબેન વિનોદભાઈ રંગાણીની નિમણૂંક
નવા વરાયેલ સરપંચ શ્રી રેખાબેન વિનોદભાઈ રંગાણી* ખૂબ ખૂબ અભિનંદન..
ઘડાણી ગામ ના સર્વે સભ્યો ને જણાવતા ખૂબ આનંદ થાય છે કે…
ઘડાણી ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે ગામ માં વર્ષોથી ઇલેકસન નહીં પણ હંમેશા સિલેકશન થતું આવ્યું છે*
માટે આ વખતે ઘડાણી ગામ માં મહિલા સામાન્ય સીટ હોવાથી બિન હરીફ તરીકે
શ્રી વિનોદભાઈ ( બાલુભાઈ) રવજીભાઈ કરસન રંગાણી
ના ધર્મ પત્ની
શ્રીમતી રેખાબેન વિનોદભાઈ રંગાણીની ગઈ કાલે ગામ સભામાં આગામી ૫ વર્ષ માટે ગામ ની સેવા માટે સરપંચ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે..
આમ વિનોદભાઈ (બાલુભાઈ) રવજીભાઈ રંગાણી ને ખૂબ ખૂબ અભિનંદન આપતા સર્વે સમાજ હર્ષ ની લાગણી અનુભવી છીએ.
માટે પ્રભુ પાસે પ્રાર્થન કરીએ કે .. ભગવાન તેમને ખૂબ શક્તિ આપે અને સારું નેતૃત્વ કરી ઘડાણી ગામ ને પ્રગતિ ના પંથે લઈ જાય અને સર્વે ના સાથ અને સહકાર થી ગામ નો ખુબ વિકાસ થાય..
કોટડા (જ)માં સામાન્ય મુદે યુવક પર હુમલો
બાઇક ધીમે ચલાવવાનું કહેતા યુવાનને કુહાડીથી ગંભીર ઘાયલ કરાતાં મામલો બિચક્યો
ભડકો: આગજની, પથ્થરમારા સાથે તંગદિલી
ત્રણ કેબીન, ટ્રક અને આરોપીના ઘરના દરવાજાને લગાડાઈ આગ
મથલ ગામ સુધી ટ્રાફિક
કચ્છમાં આગાહી વચ્ચે કમોસમી વરસાદ
પૂર્વ કચ્છના રાપર તાલુકમાં વરસાદી ઝાપટા.
બાલાસર,મોવાણા,બેલા વિસ્તારમાં વરસાદી ઝાપટા.
ઝાપટા બાદ અનેક જગ્યા પાણી વહી નીકળ્યા.
દિવાળી નિમિત્તે મીઠાઈઓ અને ફરસાણ ધવડા (મોટા), કચ્છમાં ઉપલબ્ધ થશે
ધાવડા (મોટા)*
*દિવાળી ફરસાણ
મિત્રો ધાવડા મોટા પાટીદાર મહિલા મંડળ દ્વારા આયોજિત દિવાળી પ્રસંગે મીઠાઈ અને ફરસાણ બનવાનું આયોજન કરવામાં આવેલ છે..
(શુદ્ધ અને દેશી ઘી ની આઈટમ)
- પરદેશ વસતાં લોકો ઓર્ડર માટે નીચે આપેલ નામ અને નંબર પર કોન્ટેક કરી શકે છે.
ઊર્મિલાબેન 78748 47065
*પાર્વતીબેન. 97146 26066
|| જય શ્રી લક્ષ્મીનારાયણ ||
નખત્રાણામાં તળાવો વરસાદથી ભરાયા હતા, ગામના સરપંચ અને ઘણા પંચાયત આગેવાનો હાજર રહ્યા હતા
નખત્રાણા માં મેઘરાજા મહેરબાન થતા ધોળું તળાવ અને રામેશ્વર પાસે આવેલ મોટાસર તળાવ વધાવવા માં આવ્યું..*
સરપંચ શ્રી લીલાબેન વિસનજીભાઈ પાંચાણી ના વરદ હસ્તે તળાવ વધાવવા માં આવ્યું….
*આ પ્રસંગે ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા,તા.પં.પ્રમુખ જયસુખભાઈ પટેલ,હરીહર આશ્રમ ના મહંત મોહનદાસબાપુ,ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ,નૈતીક પાંચાણી અન્ય રાજકિય,સામાજીક,ધાર્મિક આગેવાનો,પંચાયત ના સદસ્યો,ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..
સંસ્કાર ફાઉન્ડેશન, દહેગામ આયોજિત એક વૈવાહિક પસંદગી સંમેલન
જબલપુરની સો મિલમાં આગ, તમામ સામાન અને મશીનરી બળીને ખાખ થઈ ગઈ
જયંતિ ભાઈ રતનશી ભાઈ લાલજીભાઈ રવાણી(ખોમ્ભડી વાળા)હાલે જબલપુર( m.p. )ની સો મિલ માં લાગેલ ભયંકર આગ થી સંપૂર્ણ માલ મશીનરી અને તમામ સ્ટોક ભસ્મીભૂત થઈ અતિ ભારે નુકસાન થઈ ગયેલ છે
વધુ વિગત માટે જયંતિ ભાઈ mo. 7987071081
65 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે ટ્રેનમાં મુસાફરી કરવાની યોજના
*ખુશ ખબર. પુખ્ત વયના (૬૫ વર્ષ થી મોટી ઉંમરના) લોકો માટે એસ. ટી. મહામંડળ દ્વારા સ્માર્ટ કાર્ડ ની યોજના શરૂ કરવામાં આવી છે. એ મુજબ ૪,૦૦૦ કિમી સુધીના પ્રવાસ દરમિયાન કોઈ જ ટિકિટ લેવાની જરૂર નથી. આ વ્યક્તિએ ફક્ત એકજ કામ કરવું એસ. ટી. મહામંડળની ઓફિસ પર જઈ આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ અથવા ઇલેક્શન સ્લીપ રૂ. ૫૫/- લઈ જવા અને આ સ્કીમ નો લાભ લેવો. આ સંદેશ દરેક ગ્રુપમાં મોકલાવો જેથી દરેક પુખ્ત વયના લોકો ને લાભ થાય. 🙏હરિ ૐ 🙏