શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ મુંબઈ કચ્છની જળ સમસ્યા ના નિવારણ બાબત ચર્ચા કરવા સ્થાનિક પાટીદાર આગેવાનો ની એક બેઠક નું આયોજન ટ્રસ્ટ ફંડ દ્વારા તા. ૨૦/૦૨/૨૦૨૨ રવિવારે બપોરે ૩.૦૦ વાગ્યે પાટીદાર વાડી ઘાટકોપર ખાતે કરવામાં આવ્યું છે. સર્વ જ્ઞાતિજનોને હાર્દિક આમંત્રણ છે. સ્થાનિક (ઘાટકોપર, બોરીવલી, ડોંબીવલી વગેરે) ત્થા ગામ-ગામની (દરસડી, મમાયમોરા, લુડવા વગેરે) સમાજના હોદેદારો ને બેઠકમાં ઉપસ્થિત રહી સુચનો આપવા ખાસ વિનંતી.
પોલીસે કેટલાક કલાકોની પૂછપરછ બાદ શુક્રવારે સવારે સિંગુર હત્યા કેસના મુખ્ય આરોપીના ભાઈની ધરપકડ કરી છે. ગુરુવારે હુગલીના સિંગુરના નંદાબજારમાં મિલકત સંબંધિત વિવાદને લઈને એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા કરવામાં આવી હતી.
દિનેશ પટેલ, અનુષ્કા પટેલ, તેમના પુત્ર વાબિક પટેલ અને દિનેશના પિતા પાવજી પટેલ ગુરુવારે સવારે ઘરે હતા.
અચાનક દિનેશનો પિતરાઈ ભાઈ યોગેશ ધવન તિક્ષ્ણ હથિયાર સાથે ઘરમાં ઘુસી ગયો હતો. પટેલ પરિવારના સભ્યોની ચીસો સાંભળી સ્થાનિક લોકો ઘર તરફ દોડી આવ્યા હતા.
તેઓ ઘરે પહોંચે તે પહેલા જ યોગેશ નાસી જવામાં સફળ રહ્યો હતો. પટેલ પરિવારના પડોશીઓએ તેમાંથી ચાર લોહીના ખાબોચિયામાં પડેલા જોયા અને પોલીસને જાણ કરી. તેઓને તાત્કાલિક સિંગુર ગ્રામીણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં દિનેશ અને અનુષ્કાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. વાબિક અને પાવજીને SSKM હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું.
જ્યારે પોલીસ યોગેશના ભાડાના મકાનમાં પહોંચી ત્યારે તે તાળું તૂટેલું જોવા મળ્યું હતું. શુક્રવારે સીઆઈડીની ટીમ અને ફોરેન્સિક ટીમોએ હત્યા સ્થળની મુલાકાત લીધી હતી અને પુરાવા એકત્ર કર્યા હતા.
સૂત્રોએ માહિતી આપી હતી કે જાદવ ધવન, જે યોગેશના ભાઈ છે, તેની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તેના નિવેદનમાં ઘણી અસ્પષ્ટતા જોવા મળી હતી.
નખત્રાણા ગ્રામ પંચાયત ના ઉપ સરપચ માટે નૈતિક વિશનજી ભાઈ પાંચાની એ ફોર્મ રજૂ કર્યું…તેમની સાથે હંસાબેન સોની હિતેન કેસરાણી કલ્પેશ ભગત મનોજ રૈયાણી સહિત ના હાજર રહેયા હતા તેમની સામે કોઈએ દાવેદારી ન કરતા નૈતિક ભાઈ ઉપ સરપચ નિશ્ચિત હોવા નું મનાઈ રહ્યું છે યુવા કાર્યકર નૈતિક ભાઈ એ ગત ટર્મ મા પણ સારી એવી પ્રશંસનીય કામગીરીઓ કરી છે અને હજુ પણ તેઓ નખત્રાણા ગ્રામ પંચાયત ટિમ ને સાથે રાખી અનેક અધૂરાકામો પૂર્ણ કરશે એવી ખાતરી આપી હતી.
કચ્છ મા વધતા કેસો ને લઈ ને વહીવટી તંત્ર સફાળું જાગ્યું……નખત્રાણા ની મુખ્ય બજારો મા વથાન બેરું રોડ સહિત ના વિસ્તાર મા ખુદ મામલતદાર તેમજ પી આઈ દ્વારા નગર જનો ને સાવચેત રહેવા તેમજ કોરોના ગાઈડલાઈન નું પાલન કરવા અપીલ કરાઈ કોઈ પણ માસ્ક વિના બહાર ના નીકળે અન્યથા દંડ કરવા મજબુર થવું પડશે મામલતદાર ભભરત કુમાર દરજી. તેમજ પી આઈ બી એમ ચૌધરી સાથે પોલીસ સતાફ તેમજ વહીવટી તંત્ર દવારા નગર જનો ને અપીલ કરવા મા આવી હતી
નખત્રાણા સરપંચના ઉમેદવાર રિદ્ધિબેન વાઘેલાને મળી મોટી જીત 3258 મતની મળી મોટી જીત મોડી રાત્રી સુધી ચાલી મતગણતરી મોડી રાત્રે નગરમાં મનાવામાં આવ્યું વિજય ઉત્સવ