વિથોનમાં ફોરલેન રોડનું ભૂમિપૂજન 22મી એપ્રિલે થશે

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત માન. ગુજરાત સરકારશ્રીના માર્ગ-મકાન
રાજ્ય વિભાગ દ્વારા મંજૂર થયેલ માર્ગનું નીચે જણાવેલ તારીખે, સમય, સ્થળ અને માનવંતા
મહેમાનોના વરદ હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં પધારવા આપ સૌને
ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે.
સંતશ્રી ખેતાબાપા હાઈસ્કૂલ-વિથોણથી પ.પૂ. સંતશ્રી ખેતાબાપાના પવિત્ર યાત્રાધામ-વિથોણ સુધી માર્ગનું
રૂપિયા ૩૮૦.૦૦ લાખના ખર્ચે થનાર ચારમાર્ગીય (ફોરલેન) રોડનાં કામનું ખાતમુહૂર્ત
તા. ૨૨/૦૪/૨૦૨૨, શુક્રવાર, સમય : સવારે ૦૯.૦૦ કલાકે, સ્થળ ઃ સરદાર પટેલ ગ્રાઉન્ડ-વિથોણ

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ, છત્તીસગઢ પ્રદેશ દ્વારા વિશેષ પરિચય મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ

ફોરેસ્ટ કાઉન્સિલ

છત્તીસગઢ પ્રદેશ

વિશેષ પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

અવનીશ પરિચય મેળાની વિગતો નીચે મુજબ છે. પરિચય મેળામાં પરિવારના પુત્ર-પુત્રીઓ ભાગ લઈ શકશે. (ભાઈ-બહેનની જોડી ફરજિયાત રહેશે.)

પરિચય મેળામાં એક કુટુંબમાંથી ભાઈ-બહેનની જોડી + 3 કુટુંબના સભ્યો જોડાઈ શકે છે.

મેળામાં ભાગ લેવા માટે દરેક સભ્યએ રૂ.500/- પ્રવેશ ફી ભરવાની રહેશે. ફોર્મ ભરો અને તારીખ 15.5.22 સુધીમાં લાગુ બોર્ડ / પ્રદેશમાં સબમિટ કરો જેથી તમારો પરિચય થઈ શકે. સૂચિ બનાવી શકાય છે. દરેક મંડળ/વિસ્તાર તરફથી નિવેદન કે જો તમારા વિસ્તારમાં આવી ભાઈ-બહેનની જોડી હશે તો પરિવારને મેળામાં સામેલ કરવામાં આવશે.

પ્રોગ્રામ વિગતો તા: 29.5.22, રવિવાર

સ્થળ: શ્રી પાટીદાર ભવન,

ફાફાદીહ, રાયપુર

સંપર્ક કરો

દિનેશ ભાઈ છાભૈયા – 98274 83731

ઈશ્વરભાઈ રૂડાણી – 98261 71960

વધુ માહિતી માટે ગોલ્ડન યર મેટ્રિમોનિયલ કમિટી

નરેશ પોકર, રત્નાગીરી – 78751 60171 (ડી.એમ.જી. પ્રદેશ, કેન્દ્રીય કન્વીનર)

અશોક વાલાની, રાયપુર – 96853 13153 (C.G.R. પ્રદેશ, કેન્દ્રીય PDO)

મિશન સગપણ જૂથ

ચંદુભાઈ બાથાણી – 94255 17325

રૂક્ષ્મણી બેન સુરાણી – 97133 00017

લખપતમાં ધાર્મિક મુદ્દો

શ્રી લખપત તાલુકા કડવા પાટીદાર સમાજ
ટ્રસ્ટીશ્રીઓ, હોદેદારશ્રીઓ તેમજ કારોબારી સભ્યશ્રીઓ,

આપ સૌ જાણો છો તેમ છેલ્લા બે ત્રણ દિવસથી આપણા ઉમીયા માતાજીના મંદિરમાં વિધર્મી છોકરાઓ દ્વારા આપણી ધાર્મિક લાગણીઓ દુભાય તેવું કૃત્ય કરેલ છે જેનો વિડિયો સોશ્યલ મિડીયામાં ફરી રહ્યો છે. આ બાબતે શું કાર્યવાહી કરવી જોઈએ, તેની ગંભીરતા પૂર્વક વિસ્તૃત ચર્ચા વિચારણા કરવા માટે આજે તા.15/3/2022 ને મંગળવારના રોજ બપોરના 4-00 વાગ્યે શ્રી લખપત તાલુકા કડવા પાટીદાર સમાજના ટ્રસ્ટીશ્રીઓ, હોદેદારશ્રીઓ તેમજ કારોબારી સભ્યશ્રીઓની ઝુમ મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. આજની આ ઝુમ મિટિંગમાં 38 સભ્યોએ ભાગ લીધો હતો.

આ જે ઘટનાની ઘટી છે તેની સામે પગલાં લેવા માટે, આપણી સમાજના સ્થાનિક રહેતા સામાજીક અને રાજકીય આગેવાન ભાઈઓએ જે કાર્યવાહી કરી છે તે નીચે મુજબ છે. આપણી સમાજના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અને તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની હાજરીમાં નક્કી કર્યા મુજબ, આ ઘટનામાં સંડોવાયેલા જે પરિવારના છોકરાઓ છે તે છોકરા અને તેના પરિવારના સભ્યો પોલિસ સબ ઈન્સ્પેક્ટરની હાજરીમાં લેખીતમાં માફી માંગે તેમજ ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને તેની મુસ્લિમ સમાજના આગેવાનો લેખીતમાં ખાત્રી આપે અને તેની એક કોપી પોલીસ સ્ટેશનમાં રહે, એક કોપી આપણી પાસે રહે અને એક કોપી મુસ્લિમ સમાજ પાસે રહે, એ શરતે સમાધાન કરવું. આજની ઝુમ મિટીંગમાં હાજર રહેલા સભ્યોના વિચારો જાણીને આજની કારોબારી સભામાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, અત્યારે આપણી સમાજના સ્થાનિક રહેતા આપણા ભાઈઓ દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યો છે, તે યોગ્ય છે અને એ રીતે આગળ વધવા માટે આજની કારોબારી સભામાં અનુમોદન આપવામાં આવેલ છે.

આજની ઝુમ મિટીંગમાં આપણી તાલુકા સમાજના જે 38 કારોબારી સભ્યોએ ભાગ લીધો હતો તેઓ તો માહિતગાર છે જ, પરંતુ સંજોગોવશાત બીજા જે કારોબારી સભ્યો આજની મિટિંગમાં હાજર રહી શક્યા નહોતા, તેઓને પણ માહિતી મળી રહે તે માટે આ મેસેજ કરેલ છે. જે આપ સૌની જાણકારી માટે.

શ્રી લખપત તાલુકા કડવા પાટીદાર સમાજ
પ્રમુખશ્રી કાન્તિભાઈ લીંબાણી
મહામંત્રીશ્રી નાનજીભાઈ વાડિયા

શ્રી ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ મુંબઈ, હોળી ઉત્સવ ઉજવે છે

*જય લક્ષ્મીનારાયણ મિત્રો**શ્રી ઘાટકોપર કકપા.* *સનાતન સમાજ મુંબઈ દ્વારા* *હોળી પર્વ નું આયોજન* *પુનમ તારીખ:17.03.22 ના ગુરુવારે* *સ્થળ :પાટીદાર ઘાટકોપર (પાર્કિંગ પ્લોટ રામનિવાસ માં )* *સમય રાત્રે :8:00 કલાકે હોળી પ્રગટાવવામાં આવશે*

*પુજા અર્ચના માટે નાળિયેર/તેલ વગેરે ચળાવી શકશે

**(પ્રસાદ રૂપે નાસ્તાની વ્યવસ્થા રાખેલ છે )

* *શ્રી ઘાટકોપર ક.ક.પા. સનાતન સમાજ મુંબઈ દ્વારા અને ટ્રસ્ટ ફંડ, ઘાટકોપર યુવક મંડળ અને મહિલા મંડળ ના સહયોગ થી પાટીદાર વાડી ઘાટકોપર ખાતે પ્રથમ વખત હોળી દહન નું આયોજન કરવામાં આવ્યું છે

**શ્રી ઘાટકોપર સમાજનાં સભ્યો ને વિનંતી આ પવિત્ર હોળી દહન નાં ઉત્સવમાં શોભા વધારશો પધારશો.

**Exactly રહેતા આપણાં સભ્યો ને ભક્તો ને જણાવશો

**સર્વે નું સહ પરિવાર હાર્દિક આમંત્રણ છે
**લી. પ્રમુખશ્રી અમૃતભાઈ સેંઘાણી
**મહામંત્રી મહેન્દ્ર સેંઘાણી*

*નખત્રાણા આશાપુરા ગરબી મહિલા મંડળ* દ્વારા *શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન મહાયજ્ઞ* નું સુંદર આયોજન વિદ્વાન વક્તા શ્રી વિશાલકૃષ્ણજી (નારાયણ સરોવર વાળા) ના શાસ્ત્રી સ્થાનેથી નખત્રાણા મધ્યે કરવામાં આવેલ છે..

*કથા પ્રારંભ તા.: 20/3/2022 થી 26/3/2022.

*કથા સ્થાન.: રામાણી ગ્રાઉન્ડ, વિરાણી રોડ.

તા. 20/3- રવિવાર : ઠાકર મંદિર-મેઇન બજારથી પોથી યાત્રા.

તા. 21/3- સોમવાર: કપિલ જન્મ તથા શિવ ચરિત્ર

તા. 22/3- મંગળવાર: નરસિંહ પ્રાગટ્ય તથા વામન પ્રાગટ્ય

તા. 23/3- બુધવાર: રામજન્મ તથા કૃષ્ણ જન્મોત્સવ

તા. 24/3- ગુરુવાર: શ્રી કૃષ્ણ બાળલીલા તથા ગોવર્ધન પુજા

તા. 25/3- શુક્રવાર: રૂક્ષ્મણી વિવાહ

તા. 26/3- શનિવાર: સુદામા ચરિત્ર તથા કથા વિરામ

…શક્ય તેટલા વધુ લોકો આ ભગીરથ કાર્ય માં જોડાઈ શકે તે માટે આપના દરેક ગ્રુપ તથા કોન્ટેક્ટ મા શેર કરવા વિનંતી..

વિથોન નવયુવક મંડળ દ્વારા પ્રેરક કાર્યક્રમ

સંત શ્રી ખેતાબાપાયે નમઃ
શ્રી વિથોણ ક.પા. નવયુવક મંડળ દ્વારા આયોજીત

મોટિવેશનલ કર્યક્રમ
આમંત્રણ
તા. ૨૭ .૦૨- ૨૦૨૨ (રવિવાર)
સમય: રાત્રે ૯:૩૦ કલાકે..

મુખ્ય મહેમાન –
નર્મદાબેન સેંઘાણી

સ્થળ: પાટીદાર સમાજવાડી
(
ગામવાળી

આયુષ્યમાન કાર્ડ કેમ્પ

શ્રી સત્યનારાયણ પાટીદાર સમાજ – નખત્રાણા તથા
શ્રી મગનભાઇ પ્રેમજીભાઇ ભગત પરિવાર – પૂના ના
સહયોગથી
આયુષ્યમાન કાર્ડ કેમ્પ
આવકના દાખલા માટે ડોક્યુમેન્ટ્સની નકલ

  1. આધાર કાર્ડ
  2. રેશન કાર્ડ
  3. ચૂંટણીકાર્ડ
  4. ગ્રામ પંચાયત ના કરવેરાની પહોંચ
    અથવા જે મકાનમાં રહેતા હોય તેમનું નામ
    તારીખ : ર૬.૦૨.ર૦રર/ર૭.૦૨.૨૦રર –
    સમય : સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦
    સ્થળ : શ્રી સત્યનારાયણ પાટીદાર સમાજવાડી
    નખત્રાણા-કચ્છ
    નોંધ :-આયુષ્યમાન કાર્ડ કેમ્પ માત્ર સત્યનારાયણ પાટીદાર
    સમાજના સભ્યો માટે જ રાખવામાં આવેલ છે

રસલીયા લક્ષ્મીનારાયણ યુવકમંડળ દ્વારા આયોજિત PPL ડે કિકેટ ટુનૉમેટ


🙏🏻જાહેર નિમંત્રણ🙏🏻
રસલીયા લક્ષ્મીનારાયણ યુવકમંડળ તેમજ વડીલો….તા.૨૬/૨/૨૦૨૨ & ૨૭/૨/૨૦૨૨ ના સવાર થી કિકેટ ના રમતગમત ના અંત સુધી આનંદ માણશો…
ભાગ લેનાર ગામ રસલીયા, નેત્રા, ખૌભડી, ટોડીયા… PPL ટીમો
ખાસ નોધ… રમતગમત ના બે દિવસ બપોર ના ભોજન બધા સાથે લેશું તેમજ સૌ…સાથ સહકાર આપશો
સ્થળ – ભીમનાથ કિકેટ ગાઉન્ડ રસલીયા