રત્નાગીરી….…
શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર મહિલા મંડળ રત્નાગીરી દ્વારા આયોજિત….
બોર્ડર ઉપર આપણા વીર જવાનો ને રાખડી મુકવાનો પ્રોગ્રામ રવિવારે તારીખ10/7/2022 માં કરવામાં આવેલ……
🙏🙏
રત્નાગીરી….…
શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર મહિલા મંડળ રત્નાગીરી દ્વારા આયોજિત….
બોર્ડર ઉપર આપણા વીર જવાનો ને રાખડી મુકવાનો પ્રોગ્રામ રવિવારે તારીખ10/7/2022 માં કરવામાં આવેલ……
🙏🙏
🙏 જય લક્ષ્મીનારાયણ🙏
🙏 જય સનાતન 🙏
શ્રી કોલ્હાપુર પાટીદાર સનાતન યુવક મંડળ. કોલ્હાપુર
દ્વારા સોમવાર તા: ૧૧.૦૭.૨૦૨૨ ના બાપટ કેમ્પ સ્મશાન ભૂમિ મા છાણા દાન નો સામાજિક ઉપક્રમ રાખવામા આવેલ.
તેના દાતાશ્રી
સ્વ. રતિલાલભાઈ ખેતાભાઈ ગોરાણી
સ્વ. ભીખાલાલ ડાહ્યાભાઇ ગોરાણી
ના સ્મરણાર્થ
હસ્તે : ડાહ્યાભાઇ ગોરાણી
ઓમકાર એન્ટરપ્રાઇઝ, કોલ્હાપુર
🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃
જ્ઞાની ટ્રસ્ટ ફંડ, મુંબઈ: નવા ચૂંટાયેલા ટ્રસ્ટી: 2022-25
અરુણભાઈ નાકરાણી, છગનભાઈ કે પોકર, પ્રવિણભાઈ વી ધોલુ, પ્રકાશ એચ માવાણી, શાંતિલાલ એન ચોપડા, કાંતિલાલ એન સેંગાણી, શાંતિલાલ એસ ભીમાણી, શાંતિલાલ ભગત, નરેન્દ્ર કે ધોલુ, ખરાશંકર જાબુવાણી, હીરાલાલ એમ રામજીયાણી, શાંતિલાલ આર રુડાણી, વિનોદભાઈ વિ લીંબાણી, મણીભાઈ એમ ચોપડા, નરશીભાઈ એમ પોકાર.
🔔🚩 જય સુરધન દાદા🔔🚩
“દિવાણી,દડગા,નાકરાણી, ચૌધરી” સનાતન પરિવાર જોગ સંદેશ
💐🙏🏻 સર્વે સુરધન દાદા પરિવારજનોને જણાવવાનું કે આગામી સમય તારીખ 21/8 /2022 રવિવાર શ્રાવણ વદ(૧૦)દસમ ના રોજ સવારના 9:00 કલાકે વિરાણી મોટી સૂરધન દાદા સ્થાનકે આપણા પરિવારની સામાન્ય સભા રાખેલ છે જેની ખાસ નોંધ લેશો. 💐🙏🏻
કચ્છમાં વસતા તેમજ બહાર વસતા પરિવારજનો આપ સર્વે સૂરધન દાદા સ્થાનક ઉપર દર્શનાર્થે આવતા હશો તો આપશ્રી તેમજ આપણા પરિવારના આજુબાજુ વાળાને પણ આ સામાન્ય સભામાં અચૂકથી સાથે લઈ આવી હાજરી આપશો એવી વિનમ્ર પ્રાર્થના.
1 – આપણા પરિવારના સૂરધન દાદા સ્થાનક ઉપર ચાલી રહેલા વિકાસના કામો અંગે ચર્ચાઓ કરી ભવિષ્યમાં જે પણ કાર્ય કરવાના છે તે અંગે આપ શ્રી વિશેષથી ચર્ચામાં ભાગ લેશો અને આ અંગેના સૂચનો વિશે અગાઉથી વિચારણા કરી ને સભામાં આવશો એવી આશા.
2 – સુરધન દાદા સ્થાનક ઉપર જે પણ આપણને સગવડો જોઈતી હોય અને કાંઈ પણ અગવડ ઊભી થઈ હોય તે અંગેના સૂચનો અને વિચારો આપ શ્રી ચોક્કસથી આ સભામાં જણાવશો.
3 – અત્યારે આપણે સર્વે જે પ્રગતિ થી સુરધન દાદા સ્થાનક ઉપર વિકાસ કરી રહ્યા છીએ તેનાથી આપ સૌ અવગત છો આ વિકાસ ને આવી જ રીતે વેગવંતો ચાલતો રાખવા માટે આપણે નવી કારોબારીની વરણી કરવાની છે તો આ અંગે આપ સર્વે વિશેષ થી પરામર્શ કરી આ સભામાં ઉપસ્થિત રહી ને યોગ્ય નિર્ણય લેવામાં સહકાર આપશો.
4 – આપણે જે જે કાર્યો કર્યા છે અને જે કંઈ પણ સગવડો ઊભી થઈ છે તે સર્વે પિતૃસ્થાનક ઉપર થયેલ ચડતર ભેટ અને કાર્યકર્તાઓના કાર્યોના સાથ,સહકાર અને સહયોગના સહારે કરી શક્યા છીએ,આવા જ વિશેષ કાર્ય હજી પણ આવનારા સમયમાં કરવાના છે જે આવી જ રીતે કાર્યકર્તાઓ ચડતર ભેટ ના સહયોગથી કરીશું જે અંગે સભામાં ચર્ચાઓ કરી આપશ્રીઓના મંતવ્યોજાણી આગળની રૂપરેખા તૈયાર કરવાની છે.
5 – આપશ્રી પરિવારજનો સૂરધન દાદા સ્થાનક ઉપરની કામગીરી અંગે તેમજ હિસાબોની કાંઈ પણ છણાવટ કરવી હોય તો આપશ્રી અચૂકથી પ્રશ્નો લઈ આવશો.
6 – આ સભામાં આપ શ્રી પરિવારજનો અચૂક હાજર રહી સભાને શોભાવશો અને આપ શ્રીના સૂચનો જણાવશો એવી આશા સાથે સર્વે પરિવારજનોને જય સૂરધન દાદા🙏🏻
🙏🏻 ખાસ નોંધ સભા પૂર્ણ થયે બપોરનો ભોજન પ્રસાદ સાથે લઈ ને વિખુટા પડશું
નોંધ:
જે ભાઈઓ બહારગામ થી આવતા હોય તેને રહેવા માટેની સગવડ જોઈતી હોય તો મહામંત્રી શ્રી પુરષોત્તમ ભાઈ નો સંપર્ક કરે,મોબાઈલ નંબર 94266 66048🙏🏻
🙏 *પ્રેશક* 🙏 *દિવાણી,દડગા,નાકરાણી,ચૌધરી સનાતન પરિવાર*
💐 પ્રમુખશ્રી,
હરેશભાઈ પ્રેમજીભાઈ દડગા💐
💐 મહામંત્રી,
શ્રી પુરષોત્તમ અબજી દીવાણી 💐 – js
અભિનંદન…..…
આપણા પાટીદાર પરિવાર ના શ્રી નારણભાઈ કરમશીભાઈ પોકાર ગામ કાદિયા નાના હાલે ઔરંગાબાદ નિવાસી ની પૌત્રી તેમજ હિમ્મતભાઈ નારણભાઈ પોકારની સુપુત્રી કું. લિસા ,
જેને જર્જ ની પદવી હાલમાં પ્રાપ્ત કરેલ છે.તેમનું સન્માન સુરધન શ્રી કેશરાબાપા ના પ્રાંગણ માં પોકાર પરિવારના વડીલ શ્રી. નથુંબાપા ઇંદોરવાળા તેમજ કરમશીબાપા પેટલાદ વાળાએ પરિવાર વતી સન્માન કરેલ…..….
જય ખેતા બાપા
છેલ્લા બે વર્ષ થયાં ધામ ધૂમ થી અષાઢી બીજ ઉજવી શક્યા નથી
આવર્ષ ધામધૂમ થી ઉજવવા જઈ રયા છીએ જે કર્યાક્રમ આજે બપોર ના 3.30 કલાકથી ચાલુ થશે
પ્રોગ્રામ નીચે મુજબ છે
આજે તા.30/6/2022 નાબપોર પછી 3.30કલાકે ભગવાન શ્રી જગન્નાથજી ના રથ નું પેડા નું દાતા શ્રી મગનલાલ ધનજીભાઈ પદમાણી તેમજ દેવરામભાઇ ધનજીભાઈ કેસરા ભાઈ પદમાણી પરિવાર દ્વારા ભૂદેવો મંત્રોચાર શાસ્ત્રોક વિધિ થી સ્થાપન કરવામાં આવશે
સાંજે સાથે બધાને પ્રસાદ લેવાનું છે
રાત્રે 9 કલાકે ઓર્કેસ્ટ્રા ના સાંગાથે દાંડિયા રાસ
બીજાદિવસે તા 1/7/2022
વેલી સવાર થી ખેતા બાપા ના સ્થાન માં હાજર થઈ બાપાના મંદિર માં પ્રસાદ ચડતર કરશુ
સવારના 9કલાકે આપના આજના દિવસના વિવિધ ચડાવવા નો લાભ લેવાનો છે
10.30 કલાકે જેકોઈ દાતા પરિવાર આ ચડાવવા માં ભાગ્યશાલી બન્યા હશે તેમના હસ્તે શાસ્ત્રોક વિધિ થી કાર્યક્રમ કરવામાં આવશે
અને ઓર્કેસ્ટ્રા ના સંગ મહારતી તેમજ બાપાશ્રી ને ભોગ ધારાવવામાં આવશે
બપોર ના 12 કલાકે( ધરમડો) મહા પ્રસાદ આપને સૌએ સાથે મલીને લેશુ
બપોર પછી 4.00વાગે ગામની સમાજવાડી માં જલપ્રકસાલન કરશુ
આ રીતે આપને ઉત્સવ ઉજવસુ
ખેતાબાપા સંસ્થાન
વિથોણ
વિથોણ
સંતશ્રી ખેતાબાપા સંસ્થાન શાંતિધામ –
અષાઢી બીજ ઉત્સવ કાર્યક્રમ
અષાઢ સુદ -૧, તા . ૩૦/૬/૨૨ ને ગુરુવારના રોજ બપોર પછી
૩.૩૦ કલાકે શ્રી જગન્નાથપુરીથી આવેલ પવિત્ર રથના પૈડાનું દાતાશ્રી
ના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી સંસ્થાન મધ્યે સ્થાપન .કરવામાં આવશે
અને
રાત્રે દાંડિયારાસ રાખવામાં આવેલ છે
અષાઢ સુદ- ૨ ( અષાઢી બીજ ) , તા . ૧/૭/૨૨ ને શુક્રવારના રોજ
સવારના બાપાશ્રીને ચડતર,
નૂતન ધજારોહણ, પાલખીયાત્રા, મહાઆરતી, મહાભોગ પ્રસાદ
બપોરના સમૂહ
ભોજન પ્રસાદ બપોર પછી ૩.૦૦ ક્લાકે બાપાશ્રીને
જળાભિષેક સંતશ્રી ખેતાબાપા સંસ્થાન વિથોણ
જય ખેતાબાપા
રૂડાણી પરિવાર….…
જય ચવનઋષિ🙏
જય રણમલબાપા🙏
🙏જય લાલાબાપા 🙏
🙏જય ઊમિયામાઁ…🙏
જય લક્ષ્મીનારાયણ સાથે જણાવવા નુ કે કચ્છ કડવા પાટીદાર સનાતન સમસ્ત રૂડાણી (શીરવી) પરીવારજનો અષાઢીબીજ સન્હેમિલન નો પોગ્રામ નખત્રાણા મધ્યે લાલાબાપા સ્થાનકે ધામ ધુમ થી ઊજવશે….…
——- કાર્યક્રમો—–
તારીખ-30-06-2022 ગુરૂવાર ના સવાર માં હોમ હવન પુજા પાઠ અને બપોર પછી કારોબારી મિટીંગ તથા લેવડ દેવડ ના હિસાબો…………
તારીખ-01-07-2022 શુક્રવાર અષાઢ સુદ બીજ એટલે અષાઢી બીજ ના સવાર માં બાપા ને પ્રસાદ ચડતર વિધી કરશુ.
ત્યાર પછી પરંપરા મુજબ જનરલ સભા તથા સન્માન વિધી કરશુ.,
ત્યાર પછી નીયાણીઓ ને ભોજન પ્રસાદ તથા દાન દક્ષીણા કરશુ.
બપોરે 11:30 કલાકે મહાપ્રસાદ ભોજન સાથે લેશુ…...
તમારા સાથ સહકાર ની અભિલાષા સાથે…આભાર
લાલાબાપા સ્થાનક, નખત્રાણા
છાભૈયા પરિવાર જોગ
શુરઘન શ્રી ગોવા દાદા સ્થાનક અરલ મધ્યે તા. 01/07/22 ને શુક્રવાર ના “અષાઢી બીજ” નો કાયૅક્રમ રાબેતા મુજબ યોજવાનું નકકી કરેલ છે
-+ *કાર્યસૂચિ* +-
સવારે 7:00 કલાકે થી ચડતર અને દર્શન
સવારે 9:00 કલાકે આરતી તથા પૂજન
સવારે 9:30 કલાકે સામાન્ય સભા અને દાતાશ્રીઓ ના સન્માન
બપોરે 11:00 કલાકે ભોજન સમારંભ અને નિયાણી ને દાન
નખત્રાણા કન્યા હાઈસ્કૂલ : -*
કરો યોગ .. રહો નિરોગ
યોગ દિવસે નખત્રાણા બન્યું યોગમય..
નખત્રાણા ખાતે એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ ઉજવાયો
નખત્રાણા ..
નખત્રાણા ખાતે 21 જૂન ના આઠમા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કુમારી td વેલાણી કન્યા હાઈસ્કૂલના પ્રાંગણમાં કરવામાં આવી હતી નખત્રાણા તાલુકા વહીવટી તંત્ર દ્વારા આઠમા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કુમારી td વેલાણી કન્યા હાઇસ્કુલ ના પટાંગણમાં કરવામાં આવી જેમાં મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવી યોગિક ક્રિયા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે બાય સેક ના માધ્યમથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ ભારતના વડાપ્રધાન શ્રી નું પ્રવચન નું લાઇવ કવરેટ નિહાળવા માં આવેલ હતો અને ત્યારબાદ મામલતદાર ભરતભાઈ દરજી સ્વાગત પ્રવચનમાં તાલુકાના તમામ નાગરિકોને આવકારો આપ્યો હતો તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઇ પટેલ દ્વારા યોગ દિવસ અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું અને યોગના ફાયદા ઓ જણાવ્યા હતા યોગના માસ્ટર ટ્રેનર દ્વારા યોગા કરાવ્યા હતા આ કાર્યક્રમમાં નખત્રાણા પી.આઈ બી એમ ચૌધરી હરીસિંહ રાઠોડ લાલજી રામાણી દિનેશ દંડક સહિત ના તેમજ મહાનુભાવો મંચસ્થ થયા હતા કાર્યક્રમને સફળ બનાવવા કુવારી td વેલાણી કન્યા હાઇસ્કુલ વિદ્યાર્થીઓ તેમજ કેવી હાઈસ્કૂલના વિદ્યાર્થી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સંચાલન મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરીના ના નાયબ મામલતદાર રાકેશભાઈ પટેલ, ભાવેશભાઈ ધનાણી, જખરા જઈભુવા, કિરણભાઈ જેપાર, પ્રકાશ વાડીયા, કર્યું હતું