શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર, નખત્રાણાનો વાર્ષિક સામાન્ય સભા પરિપત્ર

રહી સભાની કાર્યવાહીમાં ભાગ લેવા આગ્રહભરી વિનંતી.
સભાની કાર્યસૂચી

  1. પ્રાર્થના…સ્વાગત…શ્રધ્ધાંજલી…
  2. ગત સભાની મિનીટસનું વાંચન…બહાલી….
  3. આવેલ અગત્યના પત્રોનું વાંચન અને સમીક્ષા…
  4. વર્ષ 2021-22 ના ઓડિટ થયેલ હિસાબોની રજુઆત અને બહાલી…
  5. કેન્દ્રિય સમાજની વર્તમાન ગતિવિધી નો અહેવાલ…
  6. કેન્દ્રિય સમાજ દ્વારા ભુજ ખાતે સંપાદન કરેલ જમીનના ભૂમિદાન બાબત…
  7. કેન્દ્રિય સમાજના ઝોન દ્વારા થયેલ કામગીરી નો અહેવાલ…
  8. કેન્દ્રિય ન્યાય સમિતિ દ્વારા થયેલ કામગીરી નો અહેવાલ…
  9. ઉમા એજયુકેશન એન્ડ ચેરીટીબલ ટ્રસ્ટનો અહેવાલ…
  10. કેન્દ્રિય સમાજ સંચાલીત કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાન કોલેજનો અહેવાલ…
  11. દેવાશિષ હોસ્પિટલનો અહેવાલ…
  12. યુવાસંઘ-મહિલાસંઘ કાર્યવાહીનો અહેવાલ…
  13. કેન્દ્રિય સમાજના મુખપત્ર સનાતન ધર્મ પત્રિકાનો અહેવાલ…
    Dt.01-07-2022
  14. પ્રમુખ સ્થાનેથી રજુઆત થાય તે પર ચર્ચા…
  15. પ્રમુખશ્રીનું ઉદબોધન…
  16. આભાર દર્શન… રાષ્ટ્રગીત…સમાપન…
    પુરષોત્તમભાઇ રવજીભાઇ ભગત
    મહામંત્રીશ્રી
    શ્રી ખલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ
    Mo.98245 33100
    નોંધ :-01. કોરમના અભાવે મુલત્વી રહેલ સભા 30 મીનીટ બાદ એજ સ્થળે મળશે.
  17. આપના વિસ્તારના કેન્દ્રિય સમાજના આજીવન સભ્યોને આ વાર્ષિક સામાન્ય સભાની જાણ કરવા વિનંતી
  18. સમાજની વેબસાઇટ abkkpsamaj.org ઉપર આ વાર્ષિક સામાન્ય સભાનો સરક્યુલર જોઇ શકારો.
  19. સમાજની વેબસાઇટ abkkpsamaj.org ઉપર વર્ષ 2021-22 નો હિસાબ મુકવામાં આવશે.

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર
પૂર્વ કચ્છ રિજીયન યુવાસંઘ આપનુ યુવાસંઘ… આપના દ્વારા સ્વર્ણિમ સંપર્ક યાત્રા સાથે કારોબારી મીટીંગ અને વુક્ષા રોપણ કાર્યક્રમ*

💐જય લક્ષ્મીનારાયણ💐

તા 23/07/2022ના રોજ પૂર્વ કચ્છ રિજીયન કમૅભૂમિ ડિવિઝન નું સુંદર ગામ થરાવડા યુવક મંડળ માં સ્વર્ણિમ સંપર્ક યાત્રા અને કારોબારી મીટીંગ સાથે વુક્ષા રોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

થરાવડા યુવક મંડળ દ્વારા રિજીયની ટીમ ને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવેલ
બપોર ના 03:00 કલાકે કારોબારી મીટીંગ ની સુભ સરૂઆત લક્ષ્મીનારાયણ દેવ ની જય સાથે કરવામાં આવેલ રિજીયન જોઇન્ટ સેક્રેટરી વિનોદભાઈ લીંબાણી દ્વારા ગત મીટીંગ મિનીટનું બુકનુ વાંચન કરેલ એને બાહાલી આપેલ રિજીયન ચેરમેન સુરેશભાઈ ભગત દ્વારા થીમ કન્વિનર સાથે સમિક્ષા બેઠક લેવામાં આવેલ સાથે મિસન ચેરમેન અશોકભાઈ ઠાકરાણી જણાવ્યું કે યુવાસંઘ ના 50 વર્ષ પૂર્ણ થતાં સ્વર્ણિમ ટીમ માં આપણી પસંદગી થઈ છે તો આવો રૂડો અવસર મળ્યો છે તો કામે લાગીજવા જણાવેલ…
🔶 કુષિ અને પર્યાવરણ ના સેન્ટ્રલ PDO જયેશભાઈ ભગત અને રિજીયન કન્વિનર સુરેશભાઈ ભીમાણી સાથે પૂર્વ કચ્છ રિજીયન ટીમ સાથે વુક્ષા રોપણ કરવામાં આવેલ.

🔶 કમૅભૂમી ડિવિઝન પ્રમુખ કિરણભાઈ પોકાર યુવાસંઘની રચના અને ત્રિસ્તરીય માણખા વીસે માહિતી આપી YSKની સંપૂર્ણ માહિતી રમેશભાઈ રામાણી દ્વારા આપવામાં આવેલ શાંતિભાઈ ભગત સ્પોર્ટ્સ સાથે એજ્યુકેશન થીમ વિશે માહિતગાર કરેલ શુનિલભાઈ દ્વારા વેબ્કોમ કામગીરી અપડેટ કરવા મંડળ ઉપર વિષય ભાર મૂક્યો હતો સાથે વેબ્કોમ થીમ ની માહિતી પૂરી પાડેલ..
યુવક મંડળ દ્વારા YSK નું 100% કામ જલ્દી પૂર્ણ થાય તેવા પ્રયાસો મંડળ દ્વારા કરવામાં આવસે તેવુ સ્થાનિક યુવા મંડળ ના પ્રમુખે જણાવ્યું હતું આ કાયૅક્રમા ઉપસ્થિત સ્થાનિક સમાજના પ્રમુખ બાબુભાઈ છાભૈયા મંત્રી હરેશભાઈ ભગત યુવક મંડળ ના પ્રમુખ વાસુદેવ ભગત મંત્રી ધન્શામભાઇ પોકાર રિજીયન ચેરમેન સુરેશભાઈ ભગત મિસન ચેરમેન અશોકભાઈ ઠાકરાણી સેકેન્ડરી રમેશભાઈ રામાણી સલાહકાર કિશોરભાઈ માવાણી બાબુભાઈ કેશરાણી ડિવિઝન પ્રમુખશ્રી ઓ કિરણભાઈ પોકાર મનોજભાઈ દડગા તેમજ કારોબારી સભ્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા..

સમાજ ના પ્રમુખશ્રી બાબુભાઈ છાભૈયા દ્વારા યુવાસંઘ ની 13 થીમ અને તેમની કામગીરી ને બિરદાવા સાથે ટીમ નો હોસલો પૂરો પાડેલ હતો સાથે સમાજ ની ઉતરોતર પ્રગતિ માટે વડિલની આંખ અને યુવાની પાંખ થી ઉડાન ભરી સકાય તેવા માર્ગદર્શન સાથે આશિર્વાદ આપેલ..

આ સ્વર્ણિમ સંપર્ક યાત્રા નું સંચાલન રિજીયન સેક્રેટરી રમેશભાઈ રામાણી દ્વારા કરવામાં આવેલ

ઉપરોક્ત સ્વર્ણિમ સંપર્ક યાત્રા માં સ્થાનિક સમાજ યુવક મંડળ મહિલા મંડળ/યુવાસંઘ ના હોદેદારો તેમજ જ્ઞાતિજનો ઉપસ્થિત રહેલ…

શ્રી સનાતન સમાજ મહિલા પાંખ દહેગામની સમિતિની રચના કરવામાં આવી છે

જય શ્રી લક્ષ્મીનારાયણ

શ્રી ક ક પા સનાતન સમાજ દહેગામ વિભાગ ના નેજા હેઠળ શ્રી સનાતન સમાજ મહિલા પાંખ દહેગામ ની કમિટી તારીખ ૨૨-૭-૨૦૨૨ શુક્રવાર ના રોજ રચના કરવા માં આવી જેમાં શ્રી સમાજ તથા યુવાપાંખ ના હોદેદાર હાજર રહ્યા તથા ખૂબ જ બહોળી સંખ્યા માં મહિલા ઓ એ હાજરી આપી, *જેમાંથી સમાજ ના દરેક વિસ્તાર મુજબ એક એક કારોબારી સભ્યની વરણી કરીને સર્વે સહમતી થી અને વડીલો ના આશીર્વાદ થી નવીન હોદેદારો ની વરણી નીચે મુજબ કરવામાં આવી
*૧ પ્રમુખ : કમળાબેન રસિકભાઈ છાભૈયા (સરદાર પટેલ સોસાયટી)*
૨ ઉપપ્રમુખ : નયનાબેન રસિકભાઈ માવાણી(વૃંદાવન સોસયટી)
૩ ઉપપ્રમુખ: મનીષાબેન હર્ષદભાઈ ધોળું( વાસણા ફાર્મ)
૪ મંત્રી : મધુબેન પ્રવીણભાઈ નાકરાણી (અક્ષરધામ સોસાયટી)
૫ સહમંત્રી: વીણાબેન મહેન્દ્રભાઈ ભાવાણી(રાઘવ રેસીડેન્સી)
૬ ખજાનચી: હિરલબેન હરેશભાઈ નાકરાણી ( નહેરુ સોસાયટી)
૭ પ્રચાર પ્રસાર PRO: સારિકાબેન અરવિંદભાઈ લીંબાણી આ સર્વે મહિલાશક્તીઓ ની મુખ્ય હોદ્દેદાર તરીકે વરણી કરવા માં આવી

સભા ની શરૂઆત માં સમાજ મંત્રી અરવિંદભાઈ નાકરાણી દ્વારા શાબ્દિક સ્વાગત કરવા માં આવ્યું ત્યારબાદ શ્રી સમાજ પ્રમુખ દ્વારા સભા ને અનુરૂપ વિશ્લેષણ તથા મહિલા પાંખ કારોબારી ની રચના અંગે ની સમજ પાડી, સમસ્ત સભા નું સંચાલન નિલેશભાઈ ભવાણી તથા પ્રવીણભાઈ નાકરાણી દ્વારા કરવા માં આવ્યું અને સભા ના અંતે યુવા પાંખ પ્રમુખ નરેન્દ્રભાઇ દિવાણી દ્વારા આભાર વિધિ કરવા માં આવી ત્યારબાદ સૌ અલ્પાહાર કરી ને છુટા પડ્યા.

વેલસ્પન ફાઉન્ડેશન અને શ્રી વિવેકાનંદ મહિલા વિકાસ ફેડરેશન દ્વારા મોતી વિરાણીમાં મહિલા વ્યાવસાયિક તાલીમ યોજાઈ

વિરાણી મોટી….….

નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે વેલસ્પન ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ નોલેજ અને શ્રી વિવેકાનંદ મહીલા વિકાસ ફેડરેશન દ્વારા બે દિવસીય તારીખ ૧૯/૨૦ મહિલા વ્યવસાયીક તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં આપણા ગુપ ના ૩૦ બહેનો એ આ તાલિમ લીધી હતી જેમાં તેમને ( કપડાં ધોવા નો પાવડર, ફીનાઈલ, વાસણ સાફ કરવાનું લિકવીડ, અને બોડી લોસન ) ની તાલીમ આપવામાં આવી હતી.

જેમા તાલીમ લેનાર તમામ બહેનો ને તાલિમ પુર્ણ કયૉનુ પ્રમાણ પત્ર આપવામાં આવ્યું હતું…..….

નખત્રાણા સનાતન પાટીદાર સમાજ હૈદરાબાદની સામાન્ય સભા મળી અને નવા કારોબારી સભ્યોની પસંદગી કરવામાં આવી

હૈદરાબાદ….

।। ૐ।।
શ્રી નખત્રાણા પાટીદાર સનાતન સમાજ હૈદરાબાદ ની જનરલ સભા તારીખ ૧૭/૦૭/૨૦૨૨ ને રવિવારે મારુતિ સનસિટી પાઇપલાઇન રોડ જીડિ મેટલા ખાતે મળી હતી, જેમાં આગામી તારીખ ૦૪/૦૯/૨૦૨૨ ના રામદેવપીર ની તિથિ ઉજવણી તથા મિલન સમારોહના કાર્યક્રમની પૂરી રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી, તથા વર્તમાન કારોબારી ની ટર્મ પૂર્ણ થતા નવી કારોબારી ની વરણી નીચે મુજબ કરવામાં આવી હતી,

પ્રમુખશ્રી મોહનભાઈ જીવરાજ કેસરાણી
ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ વિશ્રામ રાજાણી
મહામંત્રી શ્રી જયંતીભાઈ ખીમજી નાકરાણી
સહ મંત્રી શ્રી કાંતિલાલ ધનજી નાથાણી
ખજાનચી શ્રી અમૃતભાઈ માવજી કેસરાણી
સહ ખજાનચી શ્રી ઈશ્વરભાઈ નારણ દિવાણી

સભ્ય શ્રી
ભાવેશ મોહનલાલ કેસરાણી
વસંત વેલજી પાંચાણી
પ્રવીણ મણિલાલ પાંચાણી
નરસિંહ શિવજી પોકાર
કિશોર દેવજી છાભૈયા
પ્રભુદાસ વાલજી પાંચાણી
છગનલાલ કરમશી લીંબાણી

સલાહકાર શ્રી
વેલજીભાઈ કેસરા નાથાણી
શામજીભાઈ કરસન જબવાણી
કિશોરભાઈ નારણ દિવાણી

મહિલા સભ્યો.
શ્રીમતી મીનાબેન અરવિંદ જબવાણી
શ્રીમતી વર્ષાબેન ખીમજી રાજાણી
શ્રીમતી જયાબેન કિશોર દિવાણી

પાટીદાર સમાજ અને શ્રી ઉમા બેંક દ્વારા 17મી જુલાઈના રોજ બેલગામમાં માતા-પિતાના વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ બેલગામ,શ્રી ઉમા સોસાયટી બેન્ક દ્વારા,વરસ 2021/22ની વાર્ષિક સામાન્ય સભા, તથા બેલગામ યુવા મંડળ
દ્વારા, માત્રુ – પિત્રુ વંદના કાર્યક્રમ નું આયોજન.

આજે તા.17/07/2022 ના રોજ સવાર ના 9 વાગે શ્રી ઉમા ક્રેડિટ સૌહાર્દ સહકારી નિયમિત, બેન્ક ની, 20 મી, વાર્ષીક સામાન્ય સભા, શ્રી પાટીદાર ભવન બેલગામ ખાતે રાખવામાં આવેલ. જેમાં સમગ્ર સમાજ ના સભ્યો તથા શેરહોલ્ડર એ સારી એવી સંખ્યામાં હાજરી આપેલ. સભા ની શરૂઆત કરતા પહેલા, સમાજ ના પૃમુખ શ્રી જેઠાભાઈ પોકાર, મહામંત્રી શ્રી રતનશીભાઈ હળપાણી, શ્રી ઉમા બેન્ક ના, ચેરમેન શ્રી બાબુભાઈ પોકાર, તથા સર્વે, ઉમા બેન્ક બોડૅ ઓફ ડાયરેક્ટર ને મંચસ્થ કરવામાં આવેલ. શ્રી ઉમા બેન્ક ના,વરસ,2021/22 ના હિસાબો, શ્રી જવેરીલાલ દિવાણી એ વિગતવાર વાંચી સંભળાવેલ. તથા શ્રી સમાજ ના પૃમુખ શ્રી જેઠાભાઈ પોકાર, મહામંત્રી શ્રી રતનશીભાઈ હળપાણી, એ પોતાના મંતવ્યો જણાવેલ, સભા નાં અંતમાં, ઉમા બેન્ક, ચેરમેન શ્રી બાબુભાઈ પોકારે,વરસ 2021/22 ના, શેરહોલ્ડર માટે,25% ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું, જે સૌ એ વધાવી લીધું. અને સભા પૂરી થયેલ જાહેર કરેલ. માઈક સંચાલન, શ્રી અશ્વિનભાઈ દિવાણી સંભાળેલ.
ત્યાર બાદ 10/30 વાગે, યુવા મંડળ દ્વારા, માત્રુ પિત્રુ વંદના નો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં સમાજના યજમાન પદે, વડિલ શ્રી નાનજીભાઈ, તથા માતાજી જેઠીબાઈ, મળી ને 38 માતાજી ઓ તથા વડીલો નું, મહારાજ શ્રી વિશાલ જોષી દ્વારા, શાસ્ત્રોક્ત વિધિ અનુસાર, માતાઓ અને વડિલોને,પોત પોતાના,પુત્ર નેં પુત્રવધૂ દ્વારા,પુજા અર્ચના કરવામાં આવેલ. શ્રી સમાજ ના માણસો એ સારી એવી સંખ્યામાં હાજરી આપી, કાર્યક્રમ ને માણ્યો હતો. તથા યુવા મંડળ દ્વારા, માતાઓ અને વડિલોને, યાદગીરી રૂપે, મોમેન્ટો આપેલ. ત્યાર બાદ, બપોર નું ભોજન,ઉમા બેન્ક દ્વારા રાખવામાં આવેલ. ભોજન બાદ,સૌ હળી મળીને છુટા પડ્યા. માત્રુ પિત્રુ વંદના કાર્યક્રમ નું માઈક સંચાલન શ્રી હર્ષા જીગ્નેશ હળપાણી, તથા મીનલ ભરત પોકાર સંભાળેલ….

નરોડા સમાજ વાડીએ આવતા વર્ષ માટે નવા કારોબારી સભ્યોની નિમણૂક કરી

ભાઈ શ્રી આજ રોજ તા. ૧૭.૦૭.૨૦૨૨ રવિવારે નરોડા અમદાવાદ સમાજવાડી ખાતે સાધારણ સભા મળી હતી જેમાં આગામી વરસ માટે નવી કારોબારી ની વરણી કરવામાં આવી હતી જે નીચે મુજબ હોદ્દેદારો નિયુક્ત કરવામાં આવ્યા
આજની તાં. ૧૭.૦૭.૨૦૨૨ ને રવિવારે નરોડાસમાજ વાડી ખાતે આગામી વષઁ માટે કારોબારી ની વરણી આ પ્રમાણે કરવામા આવી હતી

પ્રમુખ શ્રી લખમશી ભાઈ વિશ્રામ ભાઈ દિવાણી
ઉપ પ્રમુખ શ્રી અરવિંદ ભાઈ વિઠ્ઠલ ભાઈ લીબાણી
મહામંત્રી શ્રી રમણીક લાલ સામજી ગોરાણી
મંત્રી શ્રી કાતિભાઈ ધનજીભાઈ છાભૈયા
સહમંત્રી શ્રી ઘનશ્યામ ભાઈ મગન ભાઈ નાકરાણી
ખજાનચી શ્રી ચંદુ ભાઈ પુજાભાઈ ચૌહાણ
સહ ખજાનચી શ્રી તુલસી ભાઈ ખીમજી ભાઈ રામાણી
સભ્ય શ્રી ખીમજી ભાઈ શિવજી ભાઈ ચૌધરી
વેલજી ભાઈ ખેતસી ભાઈ રામાણી
માવજી ભાઈ જીવરાજ ભાઈ સાંખલા
જેન્તી ભાઈ નારાણભાઈ ભાવાણી
ચંદ્રા કાંત ભાઈ પુજાભાઈ ચૌહાણ
ગંગારામ ભાઈ ખેતશી ભાઈ ભાવાણી
હેમંત ભાઈ મહેંદ્ર ભાઈ છાભૈયા
રણછોડ ભાઈ ડી ઘોઘારી

ચીખલીનો પાટીદાર સમાજ સુરતથી વલસાડ સુધીના હાઈવે પર અટવાયેલા લોકોની મદદ માટે એકત્ર થયો

* *વિશેષ નોંધ* *

*દક્ષિણ ગુજરાતમાં વિશેષ કરીને ડાંગ જીલ્લાના દેડીયાપાડા અને સાપુતારા વિસ્તારમાં અતિવૃષ્ટિ થતા કાવેરી, પુર્ણા વગેરે નદીઓના પાણી સુરતથી વલસાડ સુધીના હાઈવે પર ફરી વળ્યાં છે જેથી હાઈવે જામ છે.* 

*આ વિસ્તારમાંથી પસાર થતાં આપણી સમાજના પરિવારજનોને મદદરૂપ થવા માટે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ – ચિખલી (બિલિમોરા) સમાજ દ્વારા જમવાની અને રહેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેની નોંધ લેવા વિનંતી છે.*

*આપણી સમાજના કોઈ પરિવારના સભ્યો આ વિસ્તારમાં રસ્તામાં ફસાઈ ગયા હોય તો તેઓને ઉપરોક્ત સમાચાર આપીને મદદરૂપ થવા કૃપા કરશો.*

સંપર્ક નંબર:

Harilal Rangani- Chikhali

Mobile +919825145285

Team DGR H & D

કોટડા (જ) તિથિ સુદ 13 ના રોજ મંદિરમાં માસિક પ્રસાદ શરૂ કરશે

શ્રી કોટડા(જ) લક્ષ્મીનારાયણ મંદિર ખાતે હરહંમેશ ની માફક સુદ13નિમિતે રચનાત્મક પ્રવૃત્તિ અંતર્ગત માસિક પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ મંદિર માં પ્રથમ સંધ્યા આરતી બાદ આરાધ્ય દેવ ભગવાન લક્ષ્મી નારાયણ ને પ્રસાદ નો ભોગ ધરાવવામાં આવેલ સારી એવી સંખ્યા માં ભાવિકો એ સંધ્યા આરતીનો લાભ લીધેલ સતત આઠ દિવસ થી વરસી રહેલ મેગકૃપા ના માહોલ વચ્ચે ભાવિકો એ મંદિર નાં ખુલા પટાંગણ ની જગ્યાએ ઉમિયા ધામ માં અપનાગર ખાતે સમૂહપ્રસાદ લીધેલ તથા કાર્યકર્તા ઓ ને ઉત્સાહીત કરેલ આજના માસિક પ્રસાદ ના દાતા
શ્રીમત્તી ડાહી બેન કેસરા સેંઘાણી હસ્તે ખીમજી કેશરા સેંઘાણી પરિવાર તરફ થી
આપવામાં આવેલ
“જય શ્રી લક્ષ્મનારાયણ”

નખત્રાણામાં પાટીદાર જ્ઞાતિની છેડતી મુદ્દે ક્રાંતિદલ-નવચેતન દ્વારા બેઠકનું આયોજન

આયોજન…..

નખત્રાણા મધ્યે પાટીદાર જ્ઞાતિના ભાઈઓ ને કનડગત થતા મુદ્દો ને પહોંચી વળવા ક્રાંતિદલ-નવચેતન ગ્રુપ દ્વારા મિટિંગ ગોઠવવામાં આવેલ આવનાર સમય કપરો દેખાઈ રહ્યો હોવાથી લડાકુ સંગઠન ની માંગ છે.. માટે સમાજ ના ભાઈઓ ઉપર આફત વાળી કોઈ પણ પરિસ્થિતિ ને પહોંચી વળવા મજબૂત સંગઠન બને તેવા પ્રયત્નો શરૂ કર્યા..

વર્તમાન સમય ની માંગ છે પાટીદારો નું મજબૂત સંગઠન જરૂરી છે..
ક્રાંતિદલ અને નવચેતન ગ્રુપ ની સંયુક્ત મિટિંગ સલાહકારો અને સક્રિય ભાઈઓ સાથે બેસી અને મંથન કરી ચોક્કસ નિર્ણય લઈ મજબૂત સંગઠન નું નિર્માણ થાય.. અધૂરાસો દૂર થાય , જરૂરિયાતો ની અમલવારી થાય તેવુ જલ્દી જ ગોઠવી સારા મજબૂત અન્ય જ્ઞાતિઓ નોંધ લે એવું સંગઠન નું નિર્માણ થાય…