ધાવડા મોટા પાટીદાર મહિલા મંડળ ની ત્રીવાર્ષિક સભા

*ધાવડા મોટા : -*

આજ રોજ ઘાવડા મોટા પાટીદાર મહિલા મંડળ ની ત્રીવાર્ષિક મીટીંગ નું આયોજન થયેલ…

જેમાં વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા અને જૂની કારોબારી સમિતિ નું વિષર્જન કરવામાં આવ્યું ત્યારે બાદ નવી કારોબારી સમિતિ ની રચના કરવામાં આવેલ….

ત્યાર બાદ હાલ ની પરિસ્થિતિ માં પારિવારિક સમસ્યા થી લઇ આપડી સમાજ ની દીકરીઓ ભાગી જવાના પ્રશ્નો ને કેમ પહોંચી વળીએ તેવી અટકળો તૈયાર કરવામાં આવેલ અને આવા પ્રશ્નો ને કેમ રોકી શકાય અને એક દીકરી કોઈ ક ની પાસે પોતાના વિચાર રજૂ કરી શકે અને તેને સમજાવી શકે અને સમજી શકે તે માટે *યુવતી મંડળ* ની રચના પણ કરવામાં આવી અને આ સમિતિ બનાવી પાટીદાર જ્ઞાતિ માં ધાવડા મોટા ગામ ની સૌ પ્રથમ પહેલ છે. 

*નવી કારોબારી સમિતિ*

*પ્રમુખશ્રી,*

પાર્વતીબેન હરીલાલ પોકાર

*ઉપપ્રમખશ્રી,*

કમળા બેન જયસુખલાલ ડાયાણી

મંગળા બેન હીરજી ડાયાણી

*મહામંત્રી શ્રી,*

ચંદ્રિકાબેન પરષોત્તમ ડાયાણી

*સહમંત્રીશ્રી,*

જ્યોતિબેન મગનલાલ ડાયાણી

*ખચાનચી શ્રી,*

પ્રભાબેન વિજય ડાયાણી

*સહ ખચાનચી શ્રી,*

રેખાબેન વિજયભાઈ પોકાર

*કારોબારી સભ્યોશ્રી,*

જયાબેન રવિલાલ પોકાર

તારાબેન વસંતભાઈ પોકાર

ભગવતીબેન કિશોર પોકાર

લક્ષ્મીબેન શાંતિલાલ ડાયાણી

હેમલતાબેન ભરત ડાયાણી

નીતાબેન હરેશ ડાયાણી

*સલાહકાર સમિતિ*

રતનબેન દેવજીભાઇ ડાયાણી

લીલાબેન પ્રેમજીભાઈ ડાયાણી

ઉર્મિલાબેન નાનજી ડાયાણી

ચંપાબેન મણીલાલ પોકાર

મંજુલાબેન કાન્તિલાલ પારસીયા

*આમંત્રિત સમિતિ,*

માયાબેન અરજણ ડાયાણી 

ધનુબેન રામજીભાઈ પોકાર

પાર્વતીબેન ગોવિંદ ડાયાણી

* જય શ્રી લક્ષ્મીનારાયણ *

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની વાર્ષિક સાધારણ સભા પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે

*શ્રી અખિલ ભારતીય ક.ક.પા.સમાજ ની વાર્ષિક સામાન્ય સભા*

    આજ રોજ તા 12.08.22 ના શ્રી અ ભા ક‌‌‌ ક પાટીદાર સમાજ ની સામાન્ય સભા પ્રમુખ શ્રી અબજીભાઈ કાનાણી ના પ્રમુખ સ્થાને પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે યોજાઈ.

    ડો. અશોકભાઈ ભાવાણી દ્વારા સ્થાન ગ્રહણ  અને મહાનુભાવો હસ્તે દીપ પ્રાગટય બાદ લક્ષ્મીનારાયણ  ભગવાન અને ઉમિયા માતાજી ના જય નાદ બાદ મહામત્રી શ્રી પુરસોત્તમભાઈ ભગતે આવકાર પ્રવચન કર્યું.

એજન્ડા મુજબ આગળ વધતાં મંત્રીશ્રી ડૉ. અશોક ભાઈ ભાવાણી એ ગત મિનિટ્સ નું વાંચન કર્યું. મત્રી શ્રી વિનોદ ભાઈ ભગતે આવેલ પત્રો નું વાંચન કર્યું. સહ ખજાનચી શ્રી મણીભાઈ માવાણી એ ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો. મહા મત્રી શ્રી પરસોત્તમ ભગતે જણાવેલ કે સર્વે ને વાર્ષિક એહવાલ આપેલ છે જેનો અભ્યાસ કરસો.

   શ્રી સમાજ મુખ્ય ટ્રસ્ટીશ્રી ગોપાલભાઈ ભાવાણી એ પોતાની કાવ્યાત્મક આગવી શૈલીમાં ભૂમિદાન ની  પ્રત્યેક ઝોન ની માહિતી આપેલ. તેમજ  સ્વ.પ્રેમજી ભાઈ કેશરણી ને ભૂમિ સંપાદન માં તેમના અમૂલ્ય યોગદાન માટે યાદ કરેલ. ત્યારબાદ પ્રમુખ શ્રી એ દિવાળી બોણી ની અપીલ કરેલ અને જણાવેલ કે આ રકમ નિરાધાર સહાય અને શૈક્ષણિક સહાય માં વપરાય છે.  ન્યાય સમિતિ ના પ્રમુખ મનુભાઈ નાકારણી એ ન્યાય સમિતિ માં કોઈ કેશ ન હોવાની માહિતી આપેલ. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ ની માહિતી મહામત્રીશ્રી રમેશભાઈ પારસિયા એ આપેલ. દેવાશીષ હોસ્પિટલ

 નો રિપોર્ટ મહામંત્રી મોહન ધોળુ એ આપેલ અને પ્રમુખ  કીર્તિભાઈ એ ટ્રસ્ટ ના વહીવટીય કામ ની માહિતી આપેલ અને જણાવેલ કે ગરીબોની સેવા કરતી આ સંસ્થા છે.

   શ્રી સમાજ પ્રમુખશ્રી અબજીભાઈ અને યુવા સંઘ મહામંત્રી શ્રી ભરતભાઇ છાભૈયા  દ્વારા સયુંકત રજુઆત માં જણાવ્યું કે *કેન્દ્રીય સમાજ ના છટ્ઠા અધિવેશન પ્રસંગે 1920 ના પ્રથમ અધિવેશન નો શતાબ્દી મહોત્સવ, યુવાસંઘ નો સ્વર્ણિમ મહોત્સવ, અને મહિલા સંઘ ના રજત જયંતિ સાથે સંયુકત પણે થશે જે  2023 ના મેં માસ માં ત્રણ દિવસ રહેશે, આયોજન ખર્ચે માટે બજેટ આખા ભારત માંથી પસ્તી ભેગી કરી તેના વેચાણ થી ઉભું થશે, રદ્દી થી સમૃદ્ધિ નો કોન્સેપ્ત ભારત ભર માં પ્રચારીત થશે.*

   ઉપપ્રમુખ શ્રી જયંતીભાઈ રામાણી એ વિઝન ડેવલોપમેન્ટ અને ઋષિ મંદિર પ્રોજેક્ટ ની માહિતી આપેલ.

     બપોર પછી ના સેસન ની શરૂઆત માં મહિલા સંઘ મહામત્રી શ્રીમતી રમીલાબેન રવાણી દ્વારા મહિલા સંઘની ગતિવિધિઓ ની માહિતી આપતાં જણાવ્યું કે ગત ટર્મ ની કારોબારી  ટિમ ને ફરી આગામી ટર્મ માટે રિપીટ કરાઈ છે. વિરપસલી ની ભેટ  માં *સનાતન ધર્મ પત્રિકા નું લવાજમ આપવું* એવી બહેનો ની લાગણી વ્યક્ત કરી. ત્યારબાદ મત્રી શ્રી અશોકભાઈ એ *મા દીકરીઓના દિલ ની વાત* કાર્યક્રમ ની વિસ્તૃત માહિતી આપેલ. સનાતન ધર્મ પત્રિકા ના કન્વીનર ડો.વિઠ્ઠલભાઇ એ સનાતન ધર્મ પત્રિકા ની વિગતવાર માહિતી આપેલ અને *દરેક ઝોનને વર્ષ ના ઓછામાં ઓછા સો આજીવન સભ્ય અને દર મહિને એક પેજ વિજ્ઞાપન આપવાની અપીલ કારેલ*

   પ્રમુખ શ્રી અબજીભાઈ એ સંયુક્ત કાર્યક્રમો અધિવેશન, યુવા સ્વર્ણિમ અને મહિલા રજત કાર્યક્રમ ના ચેરમેન તરીકે ટ્રસ્ટી શ્રી ગોપાલભાઈ ભાવણી ની નિયુક્તિ જાહેર કરી.

   વિવિધ સમિતિ ના કન્વીનરો, શૌર્ય સંસ્કરણ વતી મહેન્દ્ર ભાઈ સેઘાણી, સનાતન જાગરણ વતી રમેશભાઈ વાઘડિયા, અદ્યતન સંકુલ અને આર્થિક ઉપાર્જન સહ કન્વીનર નીતિનભાઈ તથા આર્થિક સમિતિ અરુણભાઈ, જૂની ઉઘરાણી બાબતે ટ્રસ્ટીરામજીબાપા એ રજુઆત કરેલ.

   ઓપન મન્ચ માં સમાજ ના બૌદ્ધિક વર્ગ દ્વારા વિવિધ રજુઆતો થઈ, જેમકે

સમાજ ના રીતરિવાજો અને ઠરાવો નું પાલન કરીએ. નખત્રાણા કોલેજ નો  પ્રશ્ન જલ્દી થી સોલ્વ કરવો. સનાતન ના લેભાગુ ફિરકા, બાબા સાઈ માં ન જતાં આપણા મૂળ સનાતન માં વળિયે. નર્મદા ના નીર મધ્ય કચ્છ સુધી આવે તેવા પ્રયત્ન માં શ્રી સમાજ સાથ આપે,

સ્વેત પત્ર નું ચુસ્ત પાલન થાય તે જરૂરી છે વગેરે.

   વિઝન ડેવલોપમેન્ટ છઠા અધિવેશન પછી સ્પષ્ટ સમજાશે. કોટડા કોમી પ્રકરણ માં કાયદાકીય લડત માટે કોટડા ગામ ના દરેક શહેર ના વતનીઓ એ બજેટ આપ્યું. આવા પ્રકારની ઘટનાઓ નો સામનો કરવા ક્રાંતિદળ જેવી સમિતિની જરૂરિયાત છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ થી ડરવાની જરૂર નથી એકજુથ થઈએ. છૂટાછેડા માં રકમ ની લેવડ દેવડ તોજ કરવી જો દિકરી બીજું ઘર ના કરે અન્યથા ના થવી જોઈએ. પોતાની કચ્છ ની મિલકત સર્વે માં તપાસ કરી લેજો. બહેનો ને આત્મ નિર્ભર કરીએ, સામાજિક પ્રસંગ પોતાની હેસિયત પ્રમાણે કરવા દેખા દેખી ન કરવી. સ્પન્દન સનાતન કલાકારો નો નૃત્ય નાટક અને કલાકારી નો સમાજ માં ઉપયોગ કરીએ. પ્રખર સનાતની હિમ્મતભાઈ એ જણાવેલ કે હવે મવાળો ની સમાજ માં જરૂર નથી વગેરે સૂચનો આવ્યાં.

   અંત માં પ્રમુખ શ્રી અબજીભાઈ એ પ્રમુખ સ્થાને થી સ્વર્ણિમ અધિવેશન પોગ્રામ ની ઉજવણી ગ્રીન ઇન્ડિયા વૃક્ષા રોપણ ની નોંધ લીધી. ઋષિ મંદિર અને આધ્યાત્મિક પરિસર ની માહિતી આપેલ અને દરેક  સમિતિ ના કાર્યો ને બિરદાવેલ. મહામત્રી શ્રી પરસોત્તમભાઈ એ જણાવેલ આગામી કારોબારી મીટિંગ 6 અને 7 જાન્યુઆરી 2023 ના બેંગ્લોર ખાતે રહશે.

શ્રી ઘાટકોપર સનાતન સમાજ આગામી સામાન્ય લોકસભા અને સરસ્વતી સન્માનનું આયોજન કરશે

શ્રી ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ (મુંબઈ)
ની વાર્ષિક સામાન્ય સભા અને સરસ્વતી સન્માન

શ્રી ઘાટકોપર સનાતન સમાજના દરેક સભ્યોને જણાવવાનું કે આગામી વાર્ષિક સામાન્ય સભા અને સરસ્વતી સન્માન તા.૧૮/૦૯/૨૦૨૨ રવિવારના રોજ બપોરે ૩.૦૦ કલાકે ઘાટકોપર પાટીદાર વાડી ખાતે રાખવામાં આવેલ છે.

સરસ્વતી સન્માન મેળવવાની પાત્રતાના ધોરણો નીચે મુજબ છે.

ધોરણ ગુણાંક
૧-૪ ૮૫%થી વધારે ગુણાંક મેળવનાર દરેકને
૫-૯ ૭૫%થી વધારે ગુણાંક મેળવનાર દરેકને
૧૦-૧૨ ૬૦%થી વધારે ગુણાંક મેળવનાર દરેકને
૧૨થી ઉપરનાં કોઈપણ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર દરેકને

ઉપરોક્ત પાત્રતા ધરાવતા વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓના પરિણામ પત્ર(Result) તા.૦૫/૦૮/૨૦૨૨ થી તા.૩૧/૦૮/૨૦૨૨ સુધીમા નીચે આપેલ online like પર અપલોડ કરાવાના રહેશે.

            Online like 

GHATKOPAR SARASWATI SANMAN 2022*

https://forms.gle/yPfxiecLrC5fRcZZ7

નોંધ: મહાપ્રસાદની વ્યવયસ્થા રાખવામાં આવેલ છે.
ફોટો ની સાઇઝ 1mb થી નાની હોવી ફરજીયાત છે.(whatsapp image)* 2 ફોટો અપલોડ કરવાના રહેશે જેમાં એક ફોટો માં નામ અને ધોરણની વિગતો હોવી જરૂરી છે અને બીજા ફોટોમાં ફાઈનલ પરીક્ષા ના માર્ક્સ દેખાવા જરૂરી છે

રીઝલ્ટ અપલોડ કરવામાં જો તકલીફ પડે તો નીચે આપેલ ફોન નં. પર સંપર્ક કરવો.
સંપર્ક કરવા no ટાઈમિંગ: 6.00 pm to 8.00 pm
સંપર્ક સુત્ર
અલ્પેશ પારસીયા 9930810877
મિતેશ સેંઘાણી 9987789475
કાર્તિક સેંઘાણી 9987765051

      

2022-2024ની મુદત માટે મહિલા સંઘની ટીમ

2022-2024ની મુદત માટે મહિલા સંઘની ટીમ

પ્રમુખ – શ્રી જસોદાબેન શાંતિલાલ નાકરાણી, મેપસા ગોવા

ઉપપ્રમુખ – ગંગાબેન લાલજીભાઈ રામાણી, નખત્રાણા

ઉપપ્રમુખ – ગંગાબેન હરીભાઈ ધોળો, પેટલાદ

ઉપપ્રમુખ – શીલાબેન બાબુભાઈ ભગત, બેંગ્લોર

ઉપપ્રમુખ – કમલાબેન શિવજીભાઈ લીંબાણી, તલોદ

ઉપપ્રમુખ – વિજયાબેન રતનશીભાઈ બાથાણી, રાયપુર

મહામંત્રી – શ્રી રમીલાબેન ખેતસીભાઈ રવાણી, નાસિક

મંત્રી – અનુરાધા બેન શાંતિભાઈ સંઘાણી, નખત્રાણા

મંત્રી – ઉર્મિલાબેન નાનજીભાઈ દયાણી, દાવડા મોતા

મંત્રી – કમલાબેન શંકરભાઈ હળપાણી, નાગપુર

મંત્રી – ગીતાબેન મણીલાલ માવાણી, વરજાડી માંડવી

ખજાનચી – ઉર્મિલાબેન વિનોદભાઈ ખેતાણી, કોટડા જડોદર

સંયુક્ત ખજાનચી – ગંગાબેન હરીભાઈ ધોળુ, નાગલપર

કેન્દ્રીય મહિલા સંઘ ટીમ 2022-2024ની શુભેચ્છાઓ

માંજલ-કલ્યાણપરમાં એક પરિવાર સતપંથ છોડીને લક્ષ્મીનારાયણ સમાજમાં જોડાયો

કલ્યાણપુર
શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ
શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર યુવક મંડળ
કલ્યાણપુર (મંજલ) – કચ્છ
જય શ્રી લક્ષ્મીનારાયણ
શ્રી લક્ષ્મીનારાયણ સમાજના તમામ ધર્મપ્રેમીઓને જણાવતા આનંદ થાય છે કે 10-08-22 બુધવારના રોજ કલ્યાણપુર (મંજલ) ગામ ખાતે… શ્રી સંદીપ દેવશીભાઈ નારણભાઈ ભગત* (હાલ. પુના) તેમના સમગ્ર પરિવાર સાથે વિદાય થયા* સતપંથ સમાજ* અને શ્રી લક્ષ્મીનારાયણ સમાજ માં જોડાયા.
તેમનો સ્વાગત કાર્યક્રમ સવારે 9:00 કલાકે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર* ખાતે સમાજના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, યુવક મંડળના પદાધિકારીઓ, મહિલા મંડળના હોદ્દેદારોની હાજરીમાં યોજાયો હતો.
કલ્યાણપુર ગામમાં લાંબા સમય બાદ એક પરિવાર સતપંથ સમાજ છોડીને શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ માં જોડાયો છે.

    છી સતપંથ સમાજ છોડી  *શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ* માં એક પરીવાર સામેલ થયેલ હોવાથી સમાજે હર્ષ ની લાગણી અનુભવી છે.

     

શ્રી કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ, શ્રીરામપર દ્વારા અપના બજારનું આયોજન કરવામાં આવ્યું હતું.

અપના બજાર…

શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, શ્રીરામપુર ( મહારાષ્ટ્ર ) મહિલા મંડળ
આયોજીત મોન્સૂન શોપિંગ ધમાકા નું આયોજન મહિલા મંડળ એ રાખેલ હતું….

જેમાં કપડાં થી લઈ જ્વેલરી, ફરસાણ તેમજ ખાઉં ગલી નો પણ લોકોએ મન સોકત આનંદ માણ્યો હતો….

વિશ્વઉમિયાધામ દ્વારા 75 હજાર ત્રિરંગા ધ્વજનું વિતરણ અને વૃક્ષારોપણ કરીને આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરશે

હાર્દિક આમંત્રણ
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વમિયાધામ જાસપુર, અમદાવાદ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ત્રિરંગા વિતરણ,
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 31 જુલાઈના રોજ “પર્યાવરણ બચાવો” અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય ભાવનાને બહાર લાવવા “હર ઘર તિરંગા” અંતર્ગત 75 હજાર ત્રિરંગાનું વિતરણ અને 75 હજાર વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.

સંસ્થાના પ્રમુખ શ્રી આર.પી.પટેલના માર્ગદર્શન હેઠળ 13 થી 15 ઓગસ્ટ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સંસ્થાની ત્રણેય પાંખો દરરોજ દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે. કાર્યકર્તાઓ દ્વારા ગુજરાતના તમામ જિલ્લા-તાલુકા-શહેરોમાં એક સાથે તિરંગાનું વિતરણ. આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવને ભવ્ય રીતે ઉજવવાનું આયોજન

આ પ્રસંગે ચાલો સંકલ્પ કરીએ – દર વર્ષે એક વૃક્ષ ઉગાડીએ. 500/- દાન કરીને વિશ્વ ઉમિયાધામમાં જોડાઓ. જેમાં સમગ્ર સમાજ
આગેવાનો, સમાજના અગ્રણીઓ તેમજ સંસ્થાના તમામ કાર્યકરો અને તમામ દેશભક્તોએ ભાગ લીધો હતો.

આપને હાર્દિક આમંત્રણ છે.
કાર્યક્રમનું સ્થળ – વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો જિલ્લો – તાલુકો –
વોર્ડ-શહેરના સંગઠનના હોદ્દેદારો નક્કી કરશે તે પ્રમાણે થશે. જેની જાણ તમને કરવામાં આવશે.

દાન માટે બેંક વિગતો –
A/c નામ: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન બેંક A/c નંબર: 0044 100 100 1446
બેંક: મહેસાણા અર્બન કો-ઓપ બેંક લિમિટેડ-અમદાવાદ FSC કોડ: MSNUD000044

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અંતર્ગત આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે “હર ઘર તિરંગા” – નખત્રાણા શાખા દ્વારા ત્રિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો.
તારીખ 07-08-2022, રવિવાર – સવારે: 10-00 am
સ્થળ: સુપર માર્કેટ, નખ્ત્રાણા
કચ્છ.

આમંત્રણ:-
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
વૈષ્ણોદેવી મંદિરની સામે, એસજી હાઈવે, જાસપુર, અમદાવાદ

નખત્રાણામાં જન્માષ્ટમી માટે દેશી ઘીના લાડવા મળશે

જન્માષ્ટમી નિમિત્તે શ્રી ઉમા ગ્રુપ-નખત્રાણાનું આયોજન
શુદ્ધ દેશી ઘી લાડવા (બંધુકિયા)
એક કિલો રૂ. 210
આ રસ ધરાવતા લોકોએ 10-08-2022 સુધી નોંધણી કરાવવી પડશે.

સંપર્ક –
શ્રી કૃષ્ણ ઓટો પાર્ટ્સ, બેરુ રોડ, નખ્ત્રાણા. 99790 6R951
શ્રી લક્ષ્મી ઓ રે મોબાઈલ, બેરુ રોડ, નખ્ત્રાણા. 98257 48482
અદિતિ સર્વિસ, દેવકી નગર રોડ, નખ્ત્રાણા. 99749 46448
ગીતા સ્ટોર્સ, મેઈન બજાર, નખ્ત્રાણા. 98798 88006
આગમન શોપિંગ મોલ, નખ્ત્રાણા. 94293 41404

રસલીયા લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન યુવક મંડળ અને મહિલા મંડળ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરશે

જય શ્રી લક્ષ્મીનારાયણ |
.. શ્રીગણેશાય નમઃ ।
જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે તા.16/8/2022 અને 17/8/2022 ના રોજ રસલીયા લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન યુવક મંડળ અને મહિલા મંડળ ગર્વભેર પ્રસ્તુત કરે છે

સ્થળ :- શ્રી રસલિયા પાટીદાર સમાજવાડી ચોક, રસલિયા-કચ્છ.

મહિલા મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ
તા. 16/8/2022, મંગળવાર રાત્રે 9 વાગ્યે

:: નાટક ::
“પાંજો શાંતિ” યાને “ઝાનું યુધ્ધ”
તા. 17/8/2022, બુધવાર 9 PM

સલાહકાર સમિતિ
શ્રી પ્રેમજીભાઈ પરબતભાઈ ભવાની
શ્રી કેશવલાલ નારણભાઈ લીંબાણી
શ્રી મગનલાલ જીવરાજભાઈ સાંખલા
શ્રી મનજીભાઈ માવજીભાઈ ભવાની
શ્રી શિવગનભાઈ વાલજીભાઈ સાંખલા
શ્રી નરશીભાઈ રામજીભાઈ ભવાની
શ્રી રવજીભાઈ કરમશીભાઈ ભવાની
શ્રી હીરાલાલ માવજીભાઈ ભવાની

વ્યવસ્થાપન સમિતિ
શ્રી ધનસુખભાઈ પુંજાભાઈ ચૌધરી
શ્રી વિનોદભાઈ જીવરાજભાઈ સેંઘાણી
શ્રી નરશીભાઈ નાનજીભાઈ ભવાની
શ્રી જગદીશભાઈ રતનશીભાઈ લીંબાણી
શ્રી હસમુખભાઈ દેવજીભાઈ ચૌધરી
શ્રી શાંતિલાલ કરમશીભાઈ લીંબાણી
શ્રી કૈલાશભાઈ વિઠ્ઠલભાઈ સેંઘાણી
શ્રી મનજીભાઈ દેવજીભાઈ લીંબાણી

ડિરેક્ટર પ્લે માસ્ટર
શ્રી ખીમજીભાઈ કાનજીભાઈ લીંબાણી
શ્રી જીવરાજભાઈ ગોપાલભાઈ રવાણી

પ્રકાશ શણગાર
શ્રી પરસોમનભાઈ નાનજીભાઈ ભવાની
શ્રી નવીનભાઈ કરમશીભાઈ ભવાની
શ્રી શાંતિલાલ પુંજાભાઈ ચૌધરી

સ્ટેજ સજાવટ
શ્રી હરિલાલ નાનજીભાઈ ભવાની
શ્રી હેમંતભાઈ મોહનભાઈ ભવાની
શ્રી હિતેશભાઈ મનજીભાઈ ભવાની
શ્રી રમેશભાઈ મોહનલાલ લીંબાણી

ડ્રોફમેન
શ્રી રવજીભાઈ કરશનભાઈ ભવાની
મી નીતિનભાઈ મોહનભાઈ ભવાની

ડાન્સર
શ્રી મનોજભાઈ નાયક

સંગીતકાર
મનસુખભાઈ પટેલ ડો
નખત્રાણા

મેક-અપ મેન
શ્રી મનોજભાઈ નાયક
શ્રી કાંતિલાલ કે. લીંબાણી
શ્રી અંકિતભાઈ જે. ભવાની

ડ્રેસિંગ્સ
શ્રી હંસરાજભાઈ દરજી
શ્રી હસમુખભાઈ પૂ.ભવાની

: યુવા મંડળના પ્રમુખ:
શ્રી બિપીનકુમાર ઇશ્વરભાઇ ચૌધરી
84695 80507

: યુવા કેન્દ્રીય મંત્રી:
શ્રી વસંતકુમાર અબજીભાઈ સાંખલા
94280 85820

: યુવા મંડળના ખજાનચી :
શૈલેષકુમાર શિવગનભાઈ સાંખલા
94284 71302

કચ્છ કડવા પાટીદાર, મુંબઈના મહિલા મંડળની રચના કરવામાં આવી હતી

શ્રી કચ્છ કડવા પાટીદાર મહીલા મંડળ મુંબઈ ની નવી કારોબારી તા.1/08/2022 ની રચના કરવા માં આવી છે.જેમા થાણા મહિલા મંડળ વતીથી દમંયતીબેન શાંતિલાલ રંગાણી, લીનાબેન ધીરજભાઈ પોકાર,ગીતાબેન ચંદુભાઈ ગોરાણી, રાધાબેન નવિનભાઇ પારસીયા,આ ચાર બહેનો ને ખુબ ખુબ અભિનંદન.સાથે તમામ મુંબઈ મહીલા મંડળ ને પણ ખુબ ખુબ અભિનંદન