કહેવાતા કુરિયર સ્કેમ ત્યારે થાય છે જ્યારે સ્કેમર્સ પોલીસ અધિકારીઓ અથવા અન્ય અધિકારીઓ હોવાનો દાવો કરે છે કે તમારા નામના પાર્સલમાં પ્રતિબંધિત વસ્તુઓ છે.
આ રીતે તેઓ કૌભાંડ કરે છે.
યુનિફોર્મમાં પોલીસ અધિકારી તરીકે અને પૃષ્ઠભૂમિ તરીકે નકલી પોલીસ સ્ટેશન સાથે, સ્કેમર્સ તમારી સાથે વીડિયો કૉલ દ્વારા કનેક્ટ થાય છે. તેઓ ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓના સાચા નામનો ઉપયોગ કરીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના અધિકારીઓ હોવાનો ઢોંગ કરે છે.
વીડિયો કૉલ પર, સ્કેમર્સ દાવો કરે છે કે તમારા નામનું એક પાર્સલ પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યું છે. સ્કેમર્સ કુરિયર સાથે સંબંધિત બનાવટી દસ્તાવેજો દર્શાવે છે જેમાં પ્રતિબંધિત છે.
સ્કેમર્સ તમને ખાતરી આપે છે કે તમે નાર્કોટિક્સ અને મની લોન્ડરિંગ તપાસમાં સામેલ છો.
તપાસ દરમિયાન કથિત રીતે ભંડોળની સુરક્ષા માટે તમને મોટા ઓનલાઈન ટ્રાન્સફર કરવા વિનંતી કરવામાં આવે છે. તમને કોઈને જાણ ન કરવાની પણ સલાહ આપવામાં આવે છે.
સ્કેમર્સ તમારો વિશ્વાસ મેળવવા માટે તમને ‘AML ઇન્શ્યોરન્સ’ અથવા ‘મિનિસ્ટ્રી’ જેવા પેમેન્ટ નેરેટિવ્સ લખવાનું કહે છે. એકવાર પૈસા ટ્રાન્સફર થઈ જાય, સ્કેમર્સ અદૃશ્ય થઈ જાય છે. તમને સફળતાપૂર્વક છેતરવામાં અને લૂંટવામાં આવ્યા છે.
કૌભાંડો સામે તમારી જાતને સુરક્ષિત કરો.
સ્કેમર્સથી સાવધ રહો જેઓ તમને પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરવા માટે છેતરી શકે છે. કોઈપણ પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરતા પહેલા લાભાર્થીને જાણો. સ્કેમર્સ વ્યક્તિગત રીતે મીટિંગ કરવાનું ટાળે છે.
સ્કેમર્સ ઉપરોક્ત કુરિયર ઈન્ટરસેપ્શન સ્કેમ, રોમાન્સ સ્કેમ્સ જેવી વિવિધ તકનીકોનો ઉપયોગ કરે છે, તેઓ તમારી સાથે ઓનલાઈન મિત્રતા કરે છે, વિડીયો કોલ દ્વારા સેક્સટોર્શનનો ઉપયોગ કરે છે, ઓનલાઈન જોબ – ઘરેથી કામ કરે છે, વિડીયો શેરિંગ પ્લેટફોર્મ પર ‘લાઈક અને શેર’ ક્લિપ્સ દ્વારા કમિશન કમાય છે. YouTube – અને સૂચિ આગળ વધે છે.
સ્કેમર્સ તેમના લક્ષ્યોને મોબાઇલ એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવા અથવા WhatsApp/ટેલિગ્રામ જેવી મેસેજિંગ એપ્લિકેશન્સ પર ‘.apk’ ફાઇલો મોકલવાની સલાહ આપે છે અથવા તેઓ SMS/ઈ-મેઇલ દ્વારા મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરવાની સલાહ આપે છે. જો તમે આ સૂચનાઓનું પાલન કરો છો, તો સ્કેમર્સને તમારા ફોન/કમ્પ્યુટરની ઍક્સેસ મળશે.
જો તમે કૌભાંડનો ભોગ ન હોવ તો પણ, રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન (1930 પર કૉલ કરો અથવા www.cybercrime.gov.in પર જાણ કરો) પર આવા કોઈપણ પ્રયાસોની જાણ કરવી એ સારો વિચાર છે.
આનાથી સાયબર ક્રાઈમ અધિકારીઓને ફોન નંબર/બેંક એકાઉન્ટ પર લીડ મળશે, જે અન્ય સંભવિત પીડિતોને સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે.
શ્રી ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ મુંબઈ આપણા દેશમાં અત્યારે ઇલેક્શનનો માહોલ છે અને સાથે સાથે આપણો કચ્છ માં જવાનો પણ સિલસિલો છે.તેમાં આપણે જો આપણા સંવિધાનને બચાવવું હશે તો વોટ જરૂરથી કરવો પડશે. તેના માટે ઘાટકોપર સમાજ એક એવું પગલું ભરવા જઈ રહ્યું છે કે જે વ્યકિત કચ્છમાં છે અને તેને જો એક દિવસ માટે વોટ કરવા આવું હોય તો તેની વ્યવસ્થા કરવા માટેની તૈયારી કરી રહી છે. તો આપણે આપણી ફરજ બજાવવા માટે વોટ કરવા જરૂરથી આવું જોઈએ તેના માટે તા:૧૯/૦૫/૨૦૨૪ ના કચ્છથી આપણે મુંબઈ આવવાની વ્યવસ્થા કરવામાં આવે એવું વિચારી રહી છે માટે જેને કચ્છથી મુંબઈ અને પાછા મુંબઈથી કચ્છ જવું હોય અથવા કચ્છથી ફક્ત મુંબઈ આવવું હોય તો તેઓ પોતાના નામ મોબાઈલ નંબર અને પોતાનો એરીયો લખી અને આ નીચે આપેલ નંબર પર મેસેજ કરે. રમેશ વાસાણી 9819819420 પ્રફુલ નાકરણી 9820423348 મહેન્દ્ર સેંઘાણી 9322233527 લી રમેશ વાસાણી પ્રમુખ પ્રફુલ નાકરાણી મહામંત્રી
🚩 શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર મહિલા મંડળ રત્નાગિરી🚩
🚩મિશન:- સામાજીક અને આધ્યાત્મિક🚩
તા:-14/01/2023 ના 🛕 શ્રી રામ મંદિર પ્રાણ- પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અયોધ્યા થી આવેલ અક્ષત કળશ ને વધાવવામાં આવેલ.
શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર મહિલા મંડળ ની બધી બહેનો દ્વારા અક્ષત કળશ ને વધાવવામાં આવેલ જેમાં સમાજ ના વડીલો, માતાઓ અને યુવક મંડળ ના ભાઇઓ હાજર રહ્યા હતાં.
શ્રી થરાવડા પાટીદાર નવયુવક મંડળ દ્વારા એક દિવસીય પ્રવાસનું આયોજન તારીખ 7-01-2024 ના દિવસે કરવામાં આવેલ હતું… (વિઘાકોર્ટ ભારત-પાકિસ્તાન બોર્ડર) તેમજ હનુમાન મંદિર ભેદીયાબેટ શહીદ સ્મારક શાથે ધોરડો મુકામે ભેટ આપેલ જેમાં 30 યુવા સભ્યો એ મુલાકાત લીધેલ…..
આ પ્રવાસ દરમ્યાન યુવક મંડળના પ્રમુખ શ્રી દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ હતું…....
જય લક્ષ્મીનારાયણ કોટડા જડોદર સમાજ કલકત્તા નિવાસી નું સ્નેહમિલન 7/01/ 2024 ના રાખવામાં આવેલ હતું કાશી વિશ્વનાથ આમરા ઘાંચી કુલ સંખ્યા 196 આવેલ હતા સવારના નાસ્તો કર્યા બાદ નાના થી મોટાની રમત ગમતો નો આયોજન કરવામાં આવેલ હતું અને જે રમતગમતમાં વિજેતા થયા તેમને પુરસ્કાર આપવામાં આવેલ ત્યારબાદ સહુનો પરિચય વિધિ કરવામાં આવેલ. બપોરના 1.00pm વાગે સૌએ સાથે મળીને ભોજન લેવામાં આવ્યું ભોજન બાદ મીટીંગ રાખવામાં આવેલ. મિટિંગમાં પ્રમુખશ્રી રામજી પ્રેમજી લીંબાણી ઉપપ્રમુખ શ્રી શામજી ડાયાણી અને મહામંત્રી શ્રી શિવજી દેવસી દિવાળી હેઠે આપણા કોટડા ની નવાજૂની ચર્ચા કરવામાં આવેલ અને અન્ય મેમ્બરોએ પોત પોતાના વિચારો જણાવેલ ત્યારબાદ લકી ડ્રો નો વિક્રમ કરવામાં આવેલ કુલ 25 ઇનામો રાખેલ. લકી ડ્રોમાં બધાએ ખૂબ આનંદ માણ્યો ત્યારબાદ સાંજના ચા અને નાસ્તો રાખવામાં આવેલ હતો સવારથી સાંજ સુધીના આ કાર્યક્રમમાં સૌને ખૂબ આણંદ આવ્યો અને પાંચ વાગે બધા છૂટા પાડ્યા.
છત્રપતિ શિવાજી રીજીયન અંતર્ગત આવેલ શ્રી ક. ક.પા. સનાતન યુવા મંડળ, જુન્નર વિભાગ દ્વારા ગત તા -૦૭/૦૧/૨૦૨૪ ના રોજ વડગાવ આનંદ( આળેફાટા) ખાતે ખેલ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ. જેમાં નાના બાળકોથી લઈને યુવાઓ, વડીલો – માતાઓ માટે વિધ વિધ રમતોનું આયોજન કરવામાં આવેલ, અને તેમાં સહુ એ ઉત્સાહ અને ઉત્સ્ફૂરતાથી સહભાગી થઈ ને ખેલ મહોત્સવ ને સફળ બનાવેલ. ખેલ મહોત્સવ અંતર્ગત નાના બાળકો માટે રનિંગ, ફ્રોગ જંપ, લીંબુ ચમચા, થ્રો બોલ, અને વડીલો તથા માતાઓ માટે દેસી રમત સટોડિયા અને રનીંગ જેવી રમતો તથા યુવાઓ માટે રનીંગ, રિલે, વોલીબોલ, થ્રોબોલ, રસ્સી ખેંચ, ગોળા ફેંક જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ. સર્વે જન સહુ સાથે મળીને ચાલો રમીએ….. મળીએ….. અને મોજ કરિયે….. ના બ્રિદ વાક્ય સાથે સંપૂર્ણ દિવસ ભર વિવિધ મૈદાન પર થયેલ રમતોમાં સહભાગી થઈ ને આપણા બાળપણ ના દિવસો ની યાદો ને તાજી કરી આનંદ માણેલ…..
તારીખ 22/01/2024 સોમવારે અયોધ્યા ધામે શ્રી ભગવાન રામજી ની પ્રાણ પ્રતિષ્ઠા થશે તે દિવસે દેશ વિદેશમાં સનાતનીઓ માટે એક અનેરો ઉમંગ છે અને આ દિવસ ને યાદગાર બનાવવા…. શ્રી પાટીદાર પરીવાર સમાજ મૈસુર રોડ, બેગ્લોર, ઉમિયા ભવન શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં ભવ્યાતિભવ્ય આયોજન કરવાનુ નક્કી કરેલ છે…. જેમા 11000 (અગીયાર હજાર)દિપ પ્રગટાવી દિપોત્સ મનાવવામાં આવશે સાથે સવાર ના 9/00 થી 10/00 વાગ્યા સુધીમાં હનુમાન ચાલીશા,10/00 થી12/15 સુધી રામ ઘુન, ભજન કિતઁન,12/30 મહા આરતી, ત્યારબાદ મહાપ્રસાદ અને સાંજે 6/00વાગ્યે ફરીથી મંદિરમાં અને પુરી સમાજવાડીમાં દિપક પ્રગટાવી ઝળહળતુ કરીશું…..
વિશેષ : – શ્રીરામ પધાર્યા ની ખુશી મા તે દિવસે જાહેર રજા રાખવામાં આવશે……
રક્તદાન વડે કોઈને જીવન આપી શકાય છે, જ્યારે નેત્રદાન વડે જીવનને માણવા માટે દષ્ટિ આપી શકાય છે , જીવન દરમિયાન રક્તદાન અગત્યનું છે તે જીવન બાદ નેત્રદાન તેમજ અંગદાન પણ એટલું જ મહત્ત્વનું છે.
તો ચાલો આપણે સૌ ભેગા મળીને આ મહાન સંકલ્પના ભાગીદાર બનીએ.!! તો આપણા ગામના જે પણ મિત્રો આ સંકલ્પ લેવા માંગતા હોય તેઓ મને આ ફોર્મમાં પૂછવામાં આવેલી વિગતો whatsapp કરી શકે છે. અથવા તો આ ફોર્મ ભરીને પણ મને શેર કરી શકે છે. તમારા સંકલ્પની નોંધ કેન્દ્રીય હેલ્થ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવશે અને સર્ટિફિકેટ દ્વારા આપનું સન્માન પણ કરવામાં આવશે. યાદ રાખો, આપનો એક સંકલ્પ અપના મૃત્યુ પછી અનેક જીવન ઉજાગર કરી શકે છે…!!