જય શ્રી લક્ષ્મીનારાયણ સાથે જાણવવાનું કે આગામી સમય માં શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ સનાતની અધિવેશન ( સનાતની શતાબ્દી મહોત્સવ) આગામી તા. 11 thi 14 મે 2023 નખત્રાણા ખાતે યોજાવા જઈ રહ્યો છે તે દરમિયાન યુવાસંગ દ્વારા GOLDEN JUBILEE YOUTH CARNIVAL નું આયોજન કરેલ છે જેની અંદર વિવિધ ગેમો નું આયોજન રાખેલ છે જેમાં
5.group dance (સમૂહ નૃત્ય) 6.prince & princess of KKPS 7.Best voice of KKPS (સંગીત) એમાં ટોટલ 7 સ્પર્ધાઓ નું આયોજન છે આ સ્પર્ધા માં જે કોઈ યુવા યુવતી ઓ એ ભાગ લેવો હોય તો પોતાના નું નામ ઉંમર સ્પર્ધા (ઉંમર મુજબ) મોબાઈલ નંબર
*યુવક મંડળ દ્વારા આથી ત્રણ વર્ષ અગાઉ સપનું જોવામાં આવ્યું હતું કે આપણા સમાજના વડીલ માતા-પીતા ને યાત્રા કરાવી…*
*અંતે સપનું સાકાર થતું દેખાય છે*
*શ્રી નવાવાસ પાટીદાર યુવક મંડળ દ્વારા આયોજિત (કરછ દર્શન યાત્રા) નખત્રાણા, નવાવાસ સમાજ ના (૬૦ વર્ષ) થી ઉપર ના તમામ માતા-પીતા માટે આગામી તારીખ ૧૨/૩/૨૩ રવિવારના રોજ કરછ દર્શન યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે તો તમામ (૬૦ વર્ષ) થી ઉપર ના માતા-પીતા યાત્રા માં જોડાશો એવી યુવક મંડળ દ્વારા આહવાન કરવામાં આવ્યુ છે…*
*યાત્રા ના સ્થળો 👇🏼👇👇🏼*
સંસ્કાર ધામ (દેશલપર)
વાંઢાય ઉમિયા માતાજી
ગોધરા (અંબે ધામ)
માંડવી (બીચ)
માંડવી (શ્યામજી કૃષ્ણ વર્મા)
માંડવી (બોતેર જીનાલય)
ઉપર મુજબ સ્થળ પર વડીલોને યાત્રા કરવામાં આવશે
*યાત્રા બિલકુલ નિ:શુલ્ક છે જેમનું કોઈપણ જાતનું ચાર્જ લેવામાં આવશે નહીં યાત્રા દરમિયાન વડીલોના ભોજન ની વ્યવસ્થા મંડળ દ્વારા કરવામાં આવશે*
*ઉપર મુજબ ની યાત્રા (લકઝરી બસ) દ્વારા કરવામાં આવશે*
*યાત્રા ની તારીખ ૧૨/૩/૨૩ રવિવાર સમય સવારે ૭:૩૦ વાગ્યે ઉપાડવાનો રહેશે…*
*વડીલો ને જરૂરી ચીજ વસ્તુઓ સાથે રાખવાની રહેશે જેમકે દવા કે અન્ય કોઈ પણ ઉપયોગી વસ્તુ*
*નામ નોંધણી સ્થળ તેમજ નામ નોંધણી તારીખ*
તા.૧/૩/૨૩ થી ૫/૩/૨૩ સુધી વડીલ માતા-પીતા ના નામો નોંધણી કરવામાં આવશે
આગામી તારીખ 8/2/23 ના રોજ શ્રી અખીલ ભારતીય કરછ કડવા પાટીદાર વિદ્યાર્થી મંડળ – ભુજ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં આપ પધારી રક્તદાન કરો
*શ્રી નખત્રાણા પાટીદાર યુવક મંડળ આયોજીત સ્વ. રતનબેન શામજીભાઈ હરજીભાઈ ધનાણી યુવા ઓલમ્પિયાડ વર્ષ 2023 આગામી તારીખ 22 /01/ 2023 રવિવારે સવારે (7:45 ) થી આપણો યુવા ઓલમ્પિયાડ ની શુભ શરૂઆત કરવામાં આવશે ,તો નખત્રાણા ની સ્થાનિક પાટીદાર સમાજો, તેમજ યુવક મંડળો અને મહિલા મંડળ તથા આ આયોજનમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ ને સમયસર હાજરી આપવા માટે શ્રી નખત્રાણા પાટીદાર યુવક મંડળ હાર્દિક આમંત્રણ પાઠવે છે.*
નોંઘ: સ્થાનિક પાટીદાર સમાજના દરેક સભ્યો બપોરનું ભોજન સાથે લઈશુ
વિથોણ પાટીદાર નવયુવક મંડળ ધ્વારા આયોજીત ગોવા રાજ્ય દર્શન યાત્રા મડગાવ મુકામે પહોંચી જ્યાં સ્થાનિકે મડગાવ વસતા વિથોણીયા ધ્વારા સમાજવાડી મુકામે યુવાનો ને આવકાર આપી અને આપણી જૂની પરંપરા મુજબ રયાણ કરવામાં આવી – જય હો
તારીખ 13/1/2023 કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ હરદા (M.P.) શનિવારનો દરવાજો દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની કડકડતી ઠંડીમાં ધાબળા વિતરણના કાર્યક્રમ માટે સમાજના ભાઈઓ સવારે 7 વાગે એકત્ર થયા હતા. . 700 ધાબળા, પુસ્તકો અને પેન, અનાજ જેવી જરૂરિયાતની વસ્તુઓ સાથે 11 ગાડીઓ આદિવાસી વિસ્તારોમાં વહેંચવા ગઈ હતી. સમાજના પ્રમુખ શ્રી વિનેશભાઈ સોમજીયાણી, મંત્રી શ્રી રવિલાલ ભગત અને સમાજના કારોબારી સભ્યો દ્વારા વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સૌપ્રથમ તેમાગાંવની એક ગૌશાળામાં વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ નાના બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું. બોથીના બીજા ગામમાં ધાબળા અને પુસ્તકો, પેન. વન વિભાગની મદદથી ગાડીઓને જંગલમાંથી આગળના ગામમાં લઈ જવામાં આવી હતી. તે પછી, તેઓ મન્નાસા, રાવરી, ડોગ, જાવર્દા, મુર્ગી છોટી ગામોમાં જઈને પુસ્તકો અને પેનનું વિતરણ કર્યું. કામ પૂરું કરીને તેઓ હરદા ગયા. મકરસંક્રાંતિના દિવસે તેઓ નર્મદા કિનારે જઈને સમાજના જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરતા હતા, આ પ્રકારનું ધાર્મિક કાર્ય સતત કરતા રહે છે.