પાટીદારો માટે ગૌરવની ક્ષણ, ઈતિહાસમાં પહેલીવાર આપણા સમાજની છોકરી માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ પર પહોંચી

કચ્છ કડવા પાટીદારો ના ઇતિહાસ માં પહેલીવાર શાયદ ક. ક. પાટીદાર ની દીકરીએ એવરેસ્ટ ની બેસ કેમ્પ સુધી પહોંચી રેકોર્ડ સ્થાપ્યો છે.
આપડા માટે ગર્વની વાત છે કે આ દીકરી આપડા રામપર-સરવા ગામ ના ભીમજીભાઈ કાનજીભાઈ દિવાણી ની પૌત્રી અને ચંદનભાઈ ની પુત્રી પ્રિયા ચંદન દિવાણી હાલે નાગપુર રહે છે.
17 માર્ચ 2023 ના રોજ તે પ્રખ્યાત મોટિવટર સ્નેહ દેસાઈ ની ટીમ જોડે અમદાવાદ થઈ મુંબઇ અને ત્યાંથી નેપાલ ના કાઠમંડુ પહોંચ્યા.કાઠમંડુ થી બીજી એક નાની ફ્લાઈટ થી લૂકલા પહોંચી ત્યાંથી સતત 12 દિવસ 139 કિલોમીટર માઇનસ 17 ડિગ્રી માં ચાલી ને એવરેસ્ટ બેસ કેમ્પ પહોંચી હર્ષ ની સાથે ઈશ્વર ને ધન્યવાદ આપી સૌએ ઉત્સવ મનાવ્યો.
ત્યાર બાદ 31 માર્ચ ના સકુશલ ફરી લૂકલા થી કાઠમંડુ પહોંચ્યા અને કાઠમંડુ થી દિલ્લી થઈ અમદાવાદ પહોંચી પુરી ટીમ.
ધન્યવાદ એમના સાહસ ઉદમ અને ઉત્સાહ ને….

ઈન્દોર મંદિર અકસ્માત: રામ નવમીની ઉજવણી દરમિયાન કૂવામાં પડી જવાથી અમારા સમુદાયના 11 લોકોના મોત

રામનવમીની ઉજવણી દરમિયાન મંદિરમાં કૂવાના ઢાંકણનો ફ્લોર ડૂબી જવાથી ઈન્દોરમાં અમારા સમુદાયના 11 લોકોના મોત થયા છે.
આ ઘટના શહેરના સ્નેહ નગર વિસ્તારમાં આવેલા શ્રી બેલેશ્વર મંદિરમાં બની હતી.
ઉમિયા માતાજીને પ્રાર્થના કે સૌના આત્માને શાંતિ મળે અને ભગવાન તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

ધવડા મોટા લક્ષ્મીનારાયણ મંદિરે રામનવમી નિમિત્તે ભજન અને કીર્તનનું આયોજન

ધાવડા મોટા

|| જય શ્રી રામ ||

આજે રામનવમી ના તહેવાર નિમિત્તે ધાવડા મોટા ના લક્ષ્મીનારાયણ મંદિર માં ભગવાન શ્રી રામ ની પૂજા અર્ચના કરવામાં આવી હતી આજની ભગવાન શ્રી રામ ની પૂજા શ્રી રતનશી રુડા પોકાર દંપતીના કરકમલો દ્રારા કરવામાં આવી હતી પુજા વિધિ મંદિર ના મહારાજ શ્રી એ તમામ ભક્તો ની હાજરી માં ધાર્મિક વિધિ કરાવી હતી
આ પ્રસંગે સ્થાનિક સમાજ ના ભજનીકો એ ભજન કીર્તન ની રમઝટ બોલાવી હતી સમાજ ના પ્રમુખ શ્રી એ મર્યાદા પુરુષોત્તમ રામ ના જીવનમાં થી આજનું યુવાધન કાંઈક શિખ લે અને સૌનો આદર કરતાં શિખે એવાત ઉપર ભાર મૂક્યો હતો બાર વાગ્યે ભગવાન ની આરતી કરવામાં આવી હતી અને પ્રસાદ લઈ સૌ છુટાં પડ્યાં હતાં…

|| જય શ્રી લક્ષ્મીનારાયણ ||

અમારા નખત્રાણા નવાવાસ સમાજની પ્રિયા સુરાણીએ અમૃત મહોત્સવ માટે ઉમિયા માતાજીનું ચિત્ર બનાવ્યું

નખત્રાણા નવાવાસ સમાજ ની દિકરી પ્રિયા સુરાણી એ ઉમિયા માતાજી વાંઢાય માતાજી ના અમૃત મહોત્સવ દરમિયાન ઉમીયા માતાજી પેઇન્ટિંગ બનાવી ભેટ અર્પણ કરેલ છે

દેવીસર પાટીદાર સમાજ દ્વારા ભક્તો માટે વંધ્યમાં જવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી

દેવીસર પાટીદાર સમાજ દ્વારા ઉમિયા માતાજીના દર્શન, વંધાય અમૃત મહોત્સવની ઉજવણી માટે ભક્તો માટે વંધ્ય યાત્રા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સનત શતાબ્દી મહોત્સવમાં મહેમાનોની રહેવાની સુવિધા માટે નોંધણી.

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ યુવાસંઘ મહિલા સંઘ

વિષય: સનત શતાબ્દી મહોત્સવમાં મહેમાનોની રહેવાની સુવિધા માટે નોંધણીની બાબત.

શ્રી અખિલ ભારતીય કે.કે.પી.એ. સમાજ 11 થી 14 મે 2023 દરમિયાન સનતની ઓળખનો તહેવાર ભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યો છે.

સનાતના ઐતિહાસિક ત્રિવિધ પર્વમાં સનાતનની જ્ઞાતિ ગંગા મંદિરે કચ્છના નખત્રાણા ખાતે પરિવાર સાથે પધારવા સનાતની ગૌરવ યાત્રા વેલા પત્રિકા દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

ઉત્સવ દરમિયાન જ્ઞાતિજનોને રહેવા માટે “અતિથિ દેવો ભવ:” ના આતિથ્ય ખર્ચ સાથે “આવાસ લિંક” માં નોંધણી કરાવવી ફરજિયાત છે.

ખાસ નોંધ :
નખત્રાણાથી 10 થી 15 કિ.મી.ના અંતરે રહેતા જ્ઞાતિના લોકોએ વતનમાં પોતાના ઘરે જ રહેવું જોઈએ જેથી જે જ્ઞાતિના લોકો વતન નથી તેઓ આ અતિથિ દેવો ભવ પદ્ધતિનો વધુ લાભ મેળવી શકે.

આવાસ જરૂરી નોંધણી લિંક
https://yuvasanghevents.org/

“આવાસ સંપર્ક ફોર્મ્યુલા”
મંગળભાઈ કેસરાણી : 75070 70240
લાધાભાઈ લીંબાણી : 87582 67319

   તમારો વિશ્વાસુ,

મોહનભાઈ હરીભાઈ ધોલો,
98250 73158

સનાતની શતાબ્દી મહોત્સવને અનુલક્ષીને વિથોણ સમાજની વાડીમાં 9મી માર્ચે રાત્રે 9 કલાકે સભા યોજાશે.

🙏🏻જય લક્ષ્મીનારાયણ.🙏🏻

 *શ્રી પશ્વિમ કરછ ઝોન સમાજ/મહિલાસંધ/યુવાસંઘ કરછ રિજીયન ના સંયુક્ત ઉપક્રમે "સનાતની શતાબ્દી મહોત્સવ" અનુસંધાને વિથોણ પાટીદાર સમાજ ખાતે તા:- 09/03/2023, ગુરૂવાર ના રાત્રે:- 9:00કલાકે સંપર્ક યાત્રા રાખવામાં આવેલ છે.* 
  *આ સંપર્ક યાત્રા માં વિથોણ પાટીદાર સમાજ/આણંદસર પાટીદાર સમાજ/ભડલી પાટીદાર સમાજ/થરાવડા પાટીદાર  સમાજ/ ,યુવક મંડળ,મહિલા મંડળ ના તમામ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા વિનંતી.*

નોંધ:-
આ સંપર્ક યાત્રા માં પશ્વિમ કરછ ઝોન સમાજ/મહિલાસંધ/યુવાસંઘ કરછ રિજીયન ના હોદ્દેદારોને ઉપસ્થિત રહેવા વિનંતી.

સ્થળ:-
શ્રી વિથોણ પાટીદાર સમાજ
વિથોણ,કરછ

વાંઢાય અમૃત મહોત્સવ નિમિતે આમંત્રણ પત્રિકા ઉમિયામાનો રથ મુન્દ્રા મધ્યે આવી પહોંચ્યો

મુન્દ્રા:-

જય માં ઉમિયા અમૃત મહોત્સવ – વાંઢાય
વાંઢાય અમૃત મહોત્સવ નિમિતે આમંત્રણ પત્રિકા ઉમિયામાનો રથ મુન્દ્રા મધ્યે આવી પહોંચ્યો.
તેમાં મુન્દ્રા પાટીદાર સનાતન સમાજે બહોળી સંખ્યા સમાજના સૌ લોકો એ ભવ્ય સ્વાગત કર્યું, તેમજ ઉમિયા માની આરતી કરવામાં આવી અને તેમાં અલગ અલગ ઉછામણિ દાતાઓ દ્વારા આ અમૃત મહોત્સવ નિમિત કરવામાં આવી

સનતના શતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી પશ્વિમ કચ્છ ઝોન સમાજ/મહિલાસંઘ/યુવાસંઘ કચ્છ પ્રદેશના સંયુક્ત ઉપક્રમે 2જી માર્ચે કોટડા (જ.) ખાતે એક યાત્રા યોજાઈ હતી.

🙏🏻જય લક્ષ્મીનારાયણ.🙏🏻

 *શ્રી પશ્વિમ કરછ ઝોન સમાજ/મહિલાસંઘ/યુવાસંઘ કરછ રિજીયન* ના સંયુક્ત ઉપક્રમે સનાતની શતાબ્દી મહોત્સવ અંતર્ગત સંપર્ક યાત્રા *તા :-02/03/23ના* રોજ કોટડા (જ.) ખાતે રાખવામાં આવેલ.આ સંપર્ક યાત્રા માં *કોટડા (જ.) પાટીદાર સમાજ/મથલ પાટીદાર સમાજ* ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
   આજની સંપર્ક યાત્રા માં સૌ મહેમાનોને સ્થાન ગ્રહણ કોટડા (જ.) સમાજ ના *મંત્રીશ્રી શાંતિલાલ નાકરાણી* દ્વારા કરવામાં આવેલ.
 આજની આ સંપર્ક યાત્રા માં સ્વાગત પ્રવચન *ઝોનના ઉપપ્રમુખશ્રી/ કોટડા(જ.) સમાજ મંત્રીશ્રી કિશોરભાઈ નાયાણી* દ્વારા કરવામાં આવેલ.
   આજની સંપર્ક યાત્રા નો મુખ્ય ઉદ્દેશ *ઝોનના પ્રવક્તાશ્રી શાંતિલાલ* નાકરાણી દ્વારા આપવામાં આવેલ.
  સનાતની શતાબ્દી મહોત્સવ અંતર્ગત સ્વયં સેવક વ્યવસ્થાપણ ની સંપૂર્ણ માહિતી કરછ રિજીયન *ઉપપ્રમુખશ્રી હસમુખભાઈ નાકરાણી* દ્વારા આપવામાં આવેલ.
  અતિ થી દેવો ભવ: ની સંપૂર્ણ માહિતી *કન્વીનરશ્રી લધારામભાઈ લિંબાણી* દ્વારા આપતા જણાવેલ કે મહોત્સવ દરમિયાન આવનાર મહેમાનોનું આપણા ઘરમાં અતિ થી દેવો ભવ: તરીકે વ્યવસ્થા થાય તે પર ભાર મુકતા નમ્ર વિનંતી કરવામાં આવેલ.
 ઉતારા વ્યવસ્થા ની માહિતી *કન્વીનરશ્રી મંગલભાઈ કેશરાણી* દ્વારા આપવામાં આવેલ.
  સનાતની ગૌરવ યાત્રા/ સ્વયં સેવક (સનાતની સૈનિક) તેમજ સનાતની શતાબ્દી મહોત્સવ ની સંપૂર્ણ માહિતી *ઝોનના મહામંત્રીશ્રી છગનભાઇ ધનાણી* દ્વારા આપવામાં આવેલ.આ મહોત્સવ ની દરેક સમિતિમાં સમપર્ણની ભાવનાથી જોડાઈ ને મહોત્સવ ને ભવ્યતિભવ્ય બનાવવા આહ્ર્વાન કરેલ

કેન્દ્રીય સમાજ ના ઉપપ્રમુખશ્રી/ કોટડા (જ.) સમાજ ના ઉપપ્રમુખશ્રી રાજેશભાઈ દિવાણી સનાતની શતાબ્દી મહોત્સવ માં તન.મન ધન થી સહયોગ આપવા અપીલ કરેલ.
કોટડા (જ‌.) લક્ષ્મીનારાયણ સમાજ ના પ્રમુખશ્રી લખમશીભાઈ છાભૈયા સનાતની શતાબ્દી મહોત્સવ દરમિયાન અતિ થી દેવો ભવ: માં આવનાર મહેમાન ને અમારુ ગામ સનાતની તીલક દ્વારા આવકારવામા આવશે.તેમજ મહોત્સવ માં સહયોગ આપવા અપીલ કરેલ.
કોટડા (જ.) પાટીદાર યુવક મંડળ ના મહામંત્રીશ્રી મનિષકુમાર ભગત સનાતની શતાબ્દી મહોત્સવ ના આયોજન તેમજ વિવિધ સમિતી ઓની કામગીરી માં અમારા યુવક મંડળ નો સંપુર્ણ સહયોગ રહેશે તેવો ભાવ વ્યક્ત કરેલ
કોટડા (જ.) પાટીદાર મહિલા મંડળ પ્રમુખશ્રી શાન્તાબેન નાયાણી જણાવેલ કે અતિ થી દેવો ભવ: તેમજ વિવિધ સમિતીમાં અમારો સહયોગ રહેશે.
મથલ પાટીદાર સમાજ મંત્રીશ્રી અંબાલાલ પારસીયા સનાતની શતાબ્દી મહોત્સવ સંપુર્ણ સહયોગ આપવા જણાવેલ.
મથલ પાટીદાર મહિલા મંડળ ના પ્રમુખશ્રી મણીબેન ભાવાણી સનાતની શતાબ્દી મહોત્સવ સંપુર્ણ સહયોગ આપવા જણાવેલ.
આજની સભાનું સંચાલન ઝોનના મંત્રીશ્રી નરશીભાઈ પોકાર દ્વારા કરવામાં આવેલ.
આજની સભાની આભાર વિધિ ઝોનના ઉપપ્રમુખશ્રી કિશોરભાઈ નાયાણી દ્વારા કરવામાં આવેલ.

આજની આ સંપર્ક યાત્રા માં પશ્વિમ કરછ ઝોન સમાજ/યુવાસંઘ ના હોદ્દેદારો તેમજ કોટડા (જ.) સમાજ / મથલ સમાજ/ યુવક મંડળ/મહિલા મંડળ ના હોદ્દેદારો, સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, મુંબઈ ઝોન ગૌરવ યાત્રાની બેઠક તા.

  • શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, મુંબઇ ઝોનમાં ગૌરવ યાત્રાની સભાનું આયોજન નીચે લખેલ તારીખોના કરવામાં આવેલ છે.
    ૧) પ્રથમ સભા:- તા. ૫-૩-૨૦૨૩, રવિવાર, સવારે 9.00 કલાકે ,પાટીદાર વાડી ઘાટકોપર ખાતે રાખવામાં આવેલ છે
    સભા સંયોજક – શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ – ઘાટકોપર

૨) બીજી સભાનું આયોજન
*તા. ૬-૩-૨૦૨૩, સોમવાર, સાંજે 4.30 કલાકે * પાટીદાર ભવન ડોમ્બિવલી ખાતે રાખવામાં આવેલ છે
સભા સંયોજક – શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ – ડોમ્બિવલી

૩)ગૌરવ યાત્રાની ત્રીજી સભાનું આયોજન:-
*તા. ૮-૩-૨૦૨૩, બુધવાર, સાંજે ૫.૦૦ કલાકે * પાટીદાર બેંકવેટ હોલ, થાણા ખાતે રાખવામાં આવેલ છે
સભા સંયોજક – શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ – થાણા

૪) ગૌરવ યાત્રાની ચોથી સભાનું આયોજન તા. ૯-૩-૨૦૨૩, ગુરૂવારે, બપોર પછી ૪-oo કલાકે, પાટીદાર વાડી, બોરીવલી ખાતે રાખવામાં આવેલ છે.
સભા સંયોજક:- શ્રી બોરીવલી પાટીદાર સમાજ.

૫)ગૌરવ યાત્રાની પાંચમી સભાનું આયોજન:- તા. ૯-૩-૨૦૨૩, ગુરૂવાર ના રાત્રે, ૮-૩૦ કલાકે રાખવામાં આવેલ છે.
સ્થળ – હરિઓમ કૃપા નાલાસોપારા
સંયોજક:- શ્રી વસઈ, વિરાર, નાલાસોપારા સનાતન સમાજ.

લી. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, મુંબઈ ઝોન, પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી 🙏🙏🙏