આપણો કડવા પાટીદાર પુત્ર દિલ્હીમાં નવા બનેલા સંસદ ભવનમાં એન્જિનિયર છે

દામાવાસ કંપાના મગનભાઈ કાનજીભાઈ ભાવાણીનો સુપુત્ર ચિરંજીવી સુનિલ નવી દિલ્હી ખાતે વિસ્ટા કે જેને સંસદ ભવન નવું બનાવેલ છે તેમાં એન્જિનિયર તરીકે સેવા આપી રહેલ છે જે આપણી સમાજનું ગૌરવ છે ધન્યવાદ

સમાજ દ્વારા અમારી મહિલાઓ માટે ધ કેરળ સ્ટોરીનું સ્પેશિયલ સ્ક્રીનીંગ રાખવામાં આવ્યું હતું

શ્રી સત્યનારાયણ પાટીદાર સમાજ (મધ્ય વિભાગ,) નખત્રાણા
મહિલા મંડળ

ધ કેરેલા સ્ટોરી , લવ જેહાદ અને ધર્માંતરણ ની સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મ ને એક નાના પ્રયાસથી સમાજની દીકરીઓ તથા મહિલાઓને બતાવવાનો પ્રયાસ મહિલા મંડળ તથા ઉત્સવ મંડળ દ્વારા કરવામાં આવેલ, જેમાં બે શો ફુલ 300 જેટલી સંખ્યામાં દીકરીઓ તથા મહિલાઓ એ તા. 24/5 તથા તા.25/5 ના નિહાળેલ.
જેમાં પ્રથમ સોના સૌજન્ય દાતા શ્રી…
K. B. Group

 *Zorko KB Foods*

હસ્તે:-
નવીનભાઈ કરસનભાઈ કેસરાણી
વિશાલભાઈ નવીનભાઈ કેસરાણી
નાગેન્દ્રભાઈ નવીનભાઈ કેસરાણી

અને બીજા શો ના સોજન્ય દાતાશ્રીઓ સમાજના ઉદાર દિલના શ્રેષ્ઠી ગણ દ્વારા મળેલ.

…🙏🏻🙏🏻🙏🏻

કચ્છ કડવા પાટીદાર સમાજના દરેક સંઘે શતાબ્દી કાર્યક્રમમાં ભાગ લીધો અને તેને ભવ્ય સફળતા અપાવી

શ્રીઅખિલ ભારતીય કરછ કડવા પાટીદાર સમાજ મહિલાસંઘ
શ્રીસમાજ હોદેદારશ્રીઓ , કારોબારી સભ્યો, ઝોન સમાજ, મહોત્સવ આયોજન સમિતિ, મહિલાસંઘ, યુવાસંઘ,તેમજ દરેક ઘટક સમાજ હોદેદારશ્રીઓ ,મહિલાસંઘ ઘટક મહિલા મંડળો ના હોદેદારશ્રીઓ તેમજ સમગ્ર સનાતની જ્ઞાતિજનો…..

વિષય : –
સનાતની શતાબ્દી મહોત્સવ ને સફળતા પૂર્વક સફળ બનાવવામાં આપ સવૅનું મહત્વ નું યોગદાન બાબત…

શ્રીસમાજ દ્વારા સનાતની શતાબદી મહોત્સવ યુવાસંઘ દ્વારા સ્વર્ણિમ મહોતસવ ,મહિલાસંઘ દ્વારા રજતજયંતી મહોત્સવ આ ઐતિહાસિક સનાતની શતાબ્દી મહોત્સવ ને સફળતા મળી એમાં આપ સવૅ નું મહત્વ નું યોગદાન રહ્યું અખિલ ભારતીય કરછ કડવા પાટીદાર સમાજ મહિલાસંઘ આપસવૅ નો હ્યદય પૂવૅક આભાર માને છે.
ભવિષ્યમાં પણ આવાજ સહકાયૅ ની અપેક્ષા સહ…ફરી એક વખત આભાર

વિષેશ નોંધ : –
આગામી મહિલાસંઘની *જનરલ સભા ઓગષ્ટ મહિનાની તા ૨૯ ના સવારે ૯-૩૦ કલાકે નિર્ધારિત કરવામાં આવેલ છે ,જેની સવૅ બહેનો નોંધ લેશો.
મહિલાસંઘની *કારોબારી મીટીંગ આગલા દિવસે એટલે તા ૨૮ ઓગષ્ટ ના બપોર પછી ૩ વાગે લેવામાં આવશે…
આ બંન્ને મીટીંગ નખત્રાણા પાટીદાર સમાજ છાત્રાલયમાં લેવામાં આવશે ,જેની નોંધ લેશો

નવીનતમ વાર્તાઓ અને અન્ય દૈનિક માહિતી માટે whatsapp ગ્રુપ (કચ્છ સમાચાર) માં જોડાઓ

જય ઉમિયા મિત્રો , વડીલો , માતા – બહેનો..

આપણે માં ઊમિયાના વાંઢાય મધ્યે *અમૃત મહોત્સવ* ની ભવ્ય ઊજવણી બાદ નખત્રાણાના મધ્યે *ઐતિહાસીક સનાતની શતાબ્દી મહોત્સવ* ઉજવ્યો જે ની માહિતી આપણે સૌ હાલ સનાતની શતાબ્દી મહોત્સવ *whatsapp ગ્રુપમાં* જોડાયેલા હતા તેમાં આપવામાં આવતી હતી.. આપણી પાસે આવા *સનાતની મહોત્સવના ટોટલ 14 ગ્રુપ છે..*

તો સર્વે મિત્રો તમને સરસ મઝાની પાટીદારોની ભારતભરની માહિતી જોઈએ છીએ ને..? તો આપણું સૌ નું લોકપ્રિય ગ્રુપ *ક્ચ્છ ન્યુઝમાં આજે જ જોડાઈ જઈ એ* (આ ગ્રુપમાં 24,800) કરતાં એ વધારે પાટીદારો જોડાયેલા છે. જેમાં આપણી આસપાસ બનતી પોઝીટીવ વાતો , આપણા સમાજના ટેલેન્ટ લોકોના વીડિયો , આર્ટિકલ , ઉત્સવોના મેસેજ , કોઈક પાટીદાર ને આવી પડેલ મેડીકલ ખર્ચ માટે સીધી મદદ , સુ મધુર ગીત , વ્યવસ્થિત સુવિચારો , સંગીત વગેરે શેરિંગ કરવામાં આવે છે..







તો રાહ સાની જોવો છો..? નીચે આપેલ વોટસએપ નબર પર તમારું નામ , ગામ , સ્થળ ની ડીટેલ મોકલાવી ને એડ થઈ જાઓ..

વિનોદભાઈ વાસાણી..
9979299315

( 24,800 હજાર લોકો નો વિશ્વાસ જીતેલા ક્ચ્છ ન્યુઝમા તમને સચોટ માહિતી મળશે અને તમે ક્ચ્છમાં બેઠા – બેઠા બહાર બેઠેલ આપણા પાટીદારની વાતો જાણશો અને બહાર બેઠા આપણા ભાઈઓ કચ્છની વાતો ક્ચ્છ ન્યુઝ દ્વારા જાણી રહ્યા છે તો જોડાવા આપ સૌ ને અપીલ કરું છું..

શતાબ્દી મહોત્સવમાં જ્ઞાતિના રિવાજો અને નીતિ નિયમોના ઠરાવો પસાર કરવામાં આવ્યા છે


ઠરાવ 2023 થી……

કચ્છ કડવા પાટીદાર સનાતની જ્ઞાતિ અધિવેશન તારીખ ૧૪-૫-૨૦૨૩ ના રોજ અભૂતપૂર્વ વિશાળ સનાતની જ્ઞાતિજનો ની હાજરીમાં સનાતની ગગનભેદી જયઘોષ સાથે જ્ઞાતિ રીતરિવાજો તેમજ નીતિ નિયમો ના 25 ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવેલ છે સાથે સાથે કેટલીક ભલામણો પણ જ્ઞાતિના અધિવેશનમાં કરવામાં આવેલ તેની પીડીએફ આ સાથે મોકલી રહ્યા છીએ. આની બુક પ્રિન્ટિંગ કરી પાછળથી મોકલી આપવામાં આવશે.
તેના અમલીકરણ તેમજ જરૂરી સુધારા વધારા કરવા શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ ને સત્તા સોંપવામાં આવેલ છે. તો સમગ્ર ભારત વર્ષની 25 જોન સમાજો/ યુવા સંઘ રીજીયન/મહિલા સંઘ ઝોન સંગઠન ના જવાબદાર કાર્યકર્તા શ્રીઓને શ્રી સમાજ વતી ખાસ વિનંતી છે કે ઉપરોક્ત ઠરાવોનો છેવાડાના જ્ઞાતિજન સુધી પહોંચે તેવો પ્રચાર પ્રસાર કરવા તેમજ નિષ્ઠાપૂર્વક પાલન થાય તે માટે પ્રયત્નશીલ રહેવું એવી ભલામણ કરવામાં આવે છે. ધન્યવાદ લિ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ
પ્રમુખશ્રી
અબજીભાઇ કાનાણી

ધવડા મોટા પાટીદાર યુવક મંડળ અને મહિલા મંડળે સનાતન શતાબ્દી કાર્યક્રમ માટે પોતાની સેવા આપી

ધાવડા મોટા

સનાતની શતાબ્દી મહોત્સવ

ધાવડા મોટા પાટીદાર યુવક મંડળ એવમ મહિલા મંડળ ના સનાતની સૈનિકો..

મિત્રો વિગતવાર અહેવાલ આપુ તો આપડા ગામ ની મહોત્સવમાં જવાબદારી એ હતી કે ભોજનાલયમાં બધાં જ કાઉન્ટર પર ગણતરી કરીને ડીશ,વાટકી,અને ચમચી પૂરી પાડવી અને જમણવાર એક ટાઈમ નો પૂરો થયા બાદ બધા જ કાઉન્ટર પર કેટલી ડીસ વધી છે તેની ગણતરી કરીને મુખ્ય સમિતિ ને આપવી અને આ ગણતરી પરથી નક્કી થાય કે ક્યાં દિવસે કેટલા લોકોએ મહાપ્રસાદ નો લાભ લીધો છે.
મિત્રો ખુબજ ઉત્સાહ અને જવાબદારી થી યુવક મંડળ અને મહિલા મંડળે ચાર દિવસ કોઈ ફરીયાદ વગર સુચારુ રીતે સરસ રીતે કામ પાડીયું હતું અને સાથે આપડા યુવક મંડળ ના 2સભ્યો કેશ કાઉન્ટર ની જવાબદારી માં પણ જોડાયેલા હતા…

|| જય શ્રી લક્ષ્મીનારાયણ ||
|| જય સનાતન ||

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમની યાદી 10મી મે

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ
સનાતનનો શતાબ્દી મહોત્સવ – 2023
નખત્રાણા કચ્છ

10/05/2023 ના આખા દિવસના કાર્યક્રમની યાદી મોકલવામાં આવી છે જેમાં સનતના જ્ઞાતિજનોનું શ્રીસમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવે છે, સમગ્ર ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો સવારે 10 વાગ્યાથી ઉપસ્થિત રહે અને ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લે તેવી અપેક્ષા છે, જય સનાતન*

નખત્રાણામાં ચાલી રહેલા સનાતની શતાબ્દી મહોત્સવની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી

સનાતની શતાબ્દી મહોત્સવની દિવસીય ચહલ પહલ..

પાટીદાર સંસદ ભવન (બોર્ડિંગ ) નખત્રાણા મધ્યે સનાતની શતાબ્દી મહોત્સવ ના ચેરમેન શ્રી ગોપાલભાઈ ભાવાણીના અધ્યક્ષ સ્થાનેથી 40પ્લસ સમિતિના કાર્ય અંગેની સમીક્ષા મિટિંગ હાલ ચાલી રહી છે. દરેક સમિતિના કન્વીનર, સહ – કન્વીનર, સમિતિ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિતી જોવા મળી રહી છે.. ભારત ભર માંથી પધારેલ શ્રી સમાજ , ઝોન સમાજ અને યુવાસંઘના કર્ણધારોની પણ મોટી હાજરી સમીક્ષા મિટિંગમાં જોવા મળી રહી છે.

સનાતની શતાબ્દી મહોત્સવની આગોતરા અત્યાર સુધીના *કાર્ય અંગેના રિપોર્ટ* દરેક સમિતિ રજૂ કરી રહી છે..

..

આગામી શતાબ્દી મહોત્સવની ચર્ચા માટે નખત્રાણામાં ચારેય યુવક મંડળની બેઠક મળી હતી.

 

શ્રી નખત્રાણા પાટીદાર સમાજના ચારેય યુવક મંડળની સંયુક્ત જનરલ મીટીંગ (સામાન્ય સભા) આજ રોજ તારીખ 2/5/2023 મંગળવારે રાત્રે 9:30 વાગ્યે “શ્રી પાટીદાર કન્યા છાત્રાલય ” , બસ સ્ટેશન પાછળ રાખેલ છે.*
આ મિટિંગમાં નખત્રાણા ની ચારે સમાજના યુવક મંડળના સર્વે સભ્યોને ખાસ ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી છે.

એજન્ડા:-
આગામી સનાતનની શતાબ્દી મહોત્સવ ની કામગીરીની માહિતી અને આયોજનની ચર્ચા....

સ્થળ: શ્રી પાટીદાર કન્યા છાત્રાલય
સમય : રાત્રે 9:30 વાગ્યે

🙏🏻🙏🏻🙏🏻🙏🏻

સતપંથ વિચારધારાને અનુસરતા નાના અંગિયાના પરિવારો સનાતનમાં જોડાયા

જય લક્ષ્મીનારાયણ


નાના અંગીયા લક્ષ્મીનારાયણ સનાતન સમાજ માં પ્રવેશ આપાયો
(૧)રતનશીભાઈ જેઠાભાઈ રૂડાણી
(૨)કાન્તિલાલ માવજીભાઈ રૂડાણી
(૩)પરસોત્તમ અરજણ વાલજીયાણી
સતપંથ સમાજનું સભ્ય પદ ધરાવતા આ ત્રણ પરિવાર સતપંથ વિચારધારા છોડી સનાતની વિચારધાર માં જોડાવા અંગે ની સપતવિધિ મંદિરના પૂજારી કૌશિક મારાજ દ્વારા લેવડવામાં આવેલ જેમાં પરિવાર ના દરેક સભ્યો સાથે સ્થાનિક સમાજ ના પ્રમુખશ્રી નવીનભાઈ પારશિયા,ઉપપ્રમુખ મણીભાઈ મેઘાણી,મહામંત્રી નરશીભાઈ પોકાર, ખજાનચી ચંદુભાઈ ચોપડા,નાગપુર વિભાગ ના પ્રમુખશ્રી નરશીભાઈ પારશિયા, યુવામંડળ મંત્રી હિતેશભાઈ મેઘાણી,મંત્રી ખીમજીભાઈ પારશિયા, સાથે છગનભાઈ પારશિયા,છગનભાઈ કેશરાણી,હંસરાજભાઈ કેશરાણી,હિતેશભાઈ. મેઘાણી,મોહનભાઇ પુંજાણી,ઈશ્વરભાઈ વાલજીયાની,દિનેશભાઈ કેશરાણી,ધીરજભાઇ કેશરાણી,મહિલા મંડળ ના ઉપપ્રમુખ ઉર્મિલાબેન ચોપડા,મહામંત્રી સંગીતાબેન મેઘાણી,મંત્રી ભગવતીબેન પારશિયા તેમજ અન્ય સદસ્યો ઉપસ્થિત રહેલ….