શ્રી કોટડા (જ) લક્ષ્મી નારાયણ મંદિરમાં સુમહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું
શ્રી કોટડા(જ.) લક્ષ્મી નારાયણ મંદિર મધ્યે માસિક તિથિ સુદ 13 ને શનિવાર ના સતત 23મું સમુહ પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ પ્રથમ સંઘ્યા આરતી બાદ બહોળી સંખ્યામાં દર્શનાર્થે આવેલ ભાવિકો દ્વારા મંદિર મધ્યે પ્રભુ વંદના તથા ભજન કરવા માં આવેલ ત્યાર બાદ મંદિર ના ઓપન પ્લોટ માં સૌં ભાવિકો દ્વારા સમૂહ પ્રસાદ લેવામાં આવેલ
આજના પ્રસાદના દાતા
કાંતિલાલ મનજી લીંબાણી પરિવાર
હાલે થાણા તરફ થી
આપવામાં આવેલ
પરસોતમ માસ સુદ 13ના દાતા શ્રી ભાણજી રામજી લીંબાણી નંદેસરી વડોદરા વાળા તરફ઼ થી આપવામાં આવશે
“”જય લક્ષ્મી નારાયણ “”
ગડસીસાના રંગાણી પરિવારે આસાદી બીજની ભવ્ય ઉજવણી કરી હતી
🚩 શ્રી રાજાદાદાય નમઃ 🙏🏻
શ્રી ગઢસીસા રંગાણી પરિવાર દ્વારા તા. ૨૦/૦૬/૨૦૨૩ ને મંગળવારનાં અષાઢી બીજનો પ્રસંગ શ્રી રાજાદાદા અને શ્રી સૌનકઋષિનાં આશીર્વાદથી હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો.
ઉત્સવમાં ગઢશીશા સ્થાનિક, મુંબઈથી તેમજ આજુબાજુના ગામેથી આપણા રંગાણી પરિવારના ભાઈ બહેનો વડીલો સાથે મળીને ૭૦૦ જણ સૌએ હર્ષ ઉલ્લાસથી જોડાયા હતા. જેમાં બપોરનાં ૧૩૪ નિયાણીઓને પ્રેમથી પાંગતમાં બેસાડી જમાડ્યા હતા. પરિવાર દ્વારા અને દાતાશ્રી દ્વારા દક્ષિણા ભેટ આપી નિયાણીઓનાં આશીર્વાદ મેળવ્યા હતા.
🥘 ભોજનનાં દાતાશ્રી.
સ્વ. ધનજીભાઇ હીરજીભાઈ રંગાણી પરિવાર
🚩 શ્રી રાજાદાદાની ધજાનનો ચડાવો. દાતાશ્રી વેલજીભાઈ હંસરાજભાઇ વિશ્રામભાઈ રંગાણી પરિવાર.
🚩 શ્રી સૌનકઋષિની ધજાના ચડાવો. દાતાશ્રી મણિલાલ નારણભાઇ પેથાભાઈ રંગાણી પરિવાર.
લેવા પટેલ હોસ્પિટલ, ભુજ દ્વારા 24મી જૂને દરેક વ્યક્તિ માટે મફત આંખના ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
લેવા પટેલ હોસ્પિટલ ભુજમાં તારીખ. 24 .6 .2023 ને શનિવારના રોજ મોતીયો, વેલ નો ફ્રી ઓપરેશન નું કેમ્પ છે .જેમાં કોઈપણ વર્ગના લોકો લાભ લઈ શકશે. અને સારી ગુણવત્તા વાળો નેત્રમણી બેસાડી આપવામાં આવશે .નામ નોંધાવવા માટે મોબાઈલ નંબર 97 238 89297 અને 02832 230 132 પર સંપર્ક કરવો.
ઈન્દોર પાટીદાર સમાજ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
💐જય લક્ષ્મીનારાયણ💐
શ્રી કચ્છ કડવાપાટીદાર સનાતન સમાજ ધાર રોડ ઈન્દૌર
સર્વે સભ્યો ને જણાવવાનું કે તારીખ.*21-6-2023 બુધવાર* ના *અંતરરાષ્ટ્રીય યોગ દિવસ* નિમિત્તે *યોગ શિબિર* નું આયોજન કરવામાં આવ્યુ જેમાં સમાજ ના લોકો એ હર્ષ ઉલ્લાસ થી ભાગ લીધો અને યોગ દિવસને સફળ બનાવ્યો
યોગ ગુરુ – કુમારી શિવાની સતીશ ભાઇ નાકરાણી એ પોતાના જ્ઞાન સ્વરૂપે ખુબ સરસ રીતે યોગ શીખવાડ્યો તે બદલ તેમને ખુબ ખુબ ધન્યવાદ
દેવસ્ય સાંખલાને રાજકીય સ્તરે યોગમાં એવોર્ડ મળ્યા છે
21 જૂન વિશ્વ યોગ દિવસ.
જય સનાતન
*સનાતની પાટીદારનું ગૌરવ એવા અમદાવાદ નિવાસી દેવસ્ય સાંખલા જે રાજકીય સ્તરે યોગા માં પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે અને તેમના દ્વારા કરેલ અદ્ભુત યોગા ના વિડિયો.*
*AVKKP સ્પંદન સાધના પરીવાર ના કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે આપ આ વીડિયોને વધુ મા વધુ શેર કરો અને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ્.*
બેંગ્લોર પાટીદાર સમાજ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું
🙏જય લક્ષ્મીનારાયણ 🙏
જય ઉમિયા માં સાથે જણાવવાનુ બેંગલોર પાટીદાર સમાજ (પીનીયા) દ્વારા આજ રોજ તારીખ ૨૧ જૂન ૨૦૨૩ આંતરાષ્ટ્રીય યોગ દિવસ પર સમાજ ના સભ્યો દ્વારા સામુહિક યોગ સાધના કરવામાં આવેલ.
છત્તીસગઢ પાટીદાર સમાજ આપણા સમાજના યુવાનો માટે ભગવદ ગીતા સમજવાનું અભિયાન ચલાવે છે
છત્તીસગઢમાં રાજનાદગાવ મધ્યે સર્વે ભાવિકજનો નો સંયુક્ત લક્ષ્મીનારાયણ સત્સંગ કેન્દ્ર
તા.18/6/23
સમય -4:00-5:00pm
સ્થાન_ શ્રી પાટીદાર ભવન
આજે અમારા સર્વે માટે ખૂબ જ હર્ષની વાત છે કે સમાજના સર્વે ભાઈ બહેનો યુવાનો વગેરેની સાથે સંયુક્ત સત્સંગ કેન્દ્ર ની પહેલ કરવામાં આવી ,
જેમાં સૌ પ્રથમ નારાયણ ઉપનીષદ નો પાઠ કરવા માં આવેલ, ત્યારબાદ છ. ગ. યુવાસંઘ ના ઉપપ્રમુખ પવનભાઈ દીવાણી દ્વારા શ્રીમદ્ ભગવદ ગીતા ઉપર નો યથાર્થ સાર ખુબજ સરલતા સમજાવવા મા આવેલ અને સરળ શેલી માં સમજાવવા માં આવેલ કે જીવન ની પ્રત્યેક સમસ્યાનું સમાધાન શ્રીમદ ભગવદ ગીતા માં મળશે, ત્યારબાદ
શ્રીમતી ભાવનાબેન ભાવાણી દ્વારા આધ્યાત્મિક જ્ઞાન સાથેની સમજ સાથે આપણા સનાતન ધર્મની નીવ કેટલી ઊંડી છે ,અને આપણા વડવાઓ તેને કેવી રીતે મજબૂતીથી પકડીને રાખી, તેવી જ રીતે આજે આપણને સનાતન ધર્મને કેવી રીતે સાચવવાનું છે, તેમની ખૂબ જ સચોટ પણે ઊંડી સમજ આપી, અંતે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની આરતી કરીને સત્સંગ પૂર્ણ કરવામાં આવ્યો.🙏🏻
સંયોજક_શ્રીમતી નર્મદાબેન દિવાણી
20-6-2023 ના રોજ અષાઢીબીજના શુભ દિવસે ખેતાદાદા અને રવજીદાદાનો પાટોત્સવ ઉજવાશેd
કુટુંબ જોગ
પોકાર પરિવાર, ઉદાણી
સુરધન શ્રી ખેતાદાદા અને રવજીદાદા સ્ટેશન, ઉદાણી
આદર સાથે જણાવવાનું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજનીય ખેતાદાદા અને રવજીદાદાનો વાર્ષિક પાટોત્સવ તા.20-6-2023ના અષાઢીબીજના શુભ દિવસે ધામધૂમથી ઉજવવામાં આવશે.
પૂજ્ય ખેતાદાદા અને રવજીદાદામાં માનતા પરિવારના તમામ ભાઈઓ-બહેનો અને વડીલોને ભાગ લેવા નમ્ર વિનંતી છે.
પ્રસંગો…
1) દાદાના સ્થાને ધજાનું સ્થાન લેવું
2) દાદાની આરતી અને થલ
3) મીટિંગનું સંગઠન
4) નિયાનીને જમાદી ભેટ આપીને, અમે બધા કુટુંબના ભોજન સાથે ભાગ લઈશું
(નોંધ:- ઉત્સવનો સમય સવારે 9:00 વાગ્યાનો રહેશે.)
સંપર્ક:-
સુરેશભાઈ રામજીભાઈ
9427513479
હરીભાઈ હંસરાજભાઈ
9624307118
પ્રવીણભાઈ અબજીભાઈ
7600446029
શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ ઘાટકોપર લોકમેળો 2023નું આયોજન કરશે
*શ્રી કચ્છ કડવા પાટીદાર યુવા મંડળ ઘાટકોપર*
દ્વારા આયોજિત 💐
કલા, રમતની સાથે પ્રતિભા ની પણ ઓળખ કરાવતો
_*લોકમેળો ૨૦૨૩*_ ફરી એકવાર આવી રહ્યો છે, નાના બાળકો, યુવાનો, અને વડીલો માટે….. તો તૈયાર થઈ જાવ, પોતાની ક્ષમતા ને ઉજાગર કરવા,
તો ચાલો આપણે સૌ સાથે મળી ને આ રમતોત્સવ માં ભાગ લઈયે….
🗓️ તારીખ:- ૧૮ જૂન ૨૦૨૩, રવિવાર
⏱️ સમય:- સવારે ૮.૦૦
📍સ્થળ:- પાટીદાર વાડી, ઘાટકોપર (પ)
🏵️ *કાર્યક્રમ ની રૂપરેખા*
૧) હસ્તાક્ષર પ્રતિયોગિતા✍️ (open category)
૨) ચિત્રકારી 🎨 (7-10, 11-15, 16 & above)
૩) રંગોળી ❇️ (below 20 & Above 20)
૪) શ્લોક ઉચ્ચાર 🕉️(7-10, 11-15, 16 & above)
*નિર્ણાયક દ્વારા પ્રતિયોગી માટે advice session*
૫) લીંબુ ચમચી 🍋 (below 10 years)
૬) કોથળા રેસ 🏃🏻 (below 10 years)
૭) બટેટા રેસ 🥔🏃🏻♂️(below 10 years)
૮) લગોરી 🤼♀️ (open category)
૯) લંગડી 🤾🏻 (below 10 years)
૧૦) રસ્સી ખેંચ 🤼♀️ (open category)
૧૧) ચેસ ♟️ (open category)
૧૨) કેરમ 🥏 (open category)
૧૩) ત્રી પગી રેસ 🩰 (open category)
નોંધ:
૧) પ્રતિયોગી પાસે ક.ક.પા. સનાતન સમાજ ઘાટકોપર નું Family ID હોવું જરૂરી છે.
૨) રજીસ્ટ્રેશન *૧૧ મી જૂન સાંજે ૪.૦૦ વાગ્યા* સુધી જ લેવામાં આવશે.
૩) કોઈપણ પ્રતિયોગિતામાં ફેરફાર કરવાનો, તેમજ પ્રતિયોગિતા રદ કરવાનો હક્ક સમિતિ પાસે રહેશે.
૪) પ્રતિયોગી એકથી વધુ પ્રતિયોગિતા માં ભાગ લઈ શકશે.
આપેલ ગૂગલ ફોર્મ ની લિંક પર પોતાના નામ નોંધાવી શકો છો.
📞સંપર્ક સૂત્રો:
👉અશ્વિન ધનજી દડગા – ૯૮૬૯૬૯૭૧૮૫
👉ભાવિન અમૃતલાલ માવાણી – ૯૯૩૦૪૪૯૧૫૩
👉વિપુલ નવીન રામજીયાની – ૯૯૨૦૩૫૧૬૭૧
👉રોહન બાબુલાલ ધોળુ – ૯૮૨૦૬૯૬૮૭૮